________________
૧૦૪
-
-
-
-
-
-
મંત્રચિંતામણિ મંત્રદેવતા સંબંધી શાસ્ત્રોનું ચિંતન કરવાને સંકેત છે અને રોગ શબ્દથી ધ્યાનની પ્રક્રિયા સમજવાની છે.
અહીં પ્રસંગવશાત્ એટલી સ્પષ્ટતા કરી દઈએ કે કેટલાક ઉપાસકે પ્રાણાયામ પહેલાં ભૂતશુદ્ધિની ક્રિયા કરે છે કે જેનું વિવેચન અમે મંત્રવિજ્ઞાનના અઢારમા પ્રકરણમાં કરેલું છે. તેમ જ કેટલાક ઉપાસકે સ્નાન આદિ કર્યા પછી ઉપાસનાના સ્થાનમાં એક બાજોઠ પર ચાંદી કે ઉત્તમ ધાતુને થાળ રાખી તેમાં સુંદર ગુલાબનાં પુષ્પ વડે કારની આકૃતિ બનાવે છે અને તેનું ભક્તિથી વંદન-પૂજન કર્યા પછી તેની સન્મુખ બેસીને મંત્રજપ કરે છે. તાત્પર્ય કે તેઓ ઈજ્યા વડે સૂચવાયેલે વિધિ આ રીતે પૂરે કરે છે.
જેમણે મંત્રાગનાં સોળ અંગે માનેલાં છે, તેમણે પણ જપ પછી ધ્યાનને સ્થાન આપેલું છે. જેમકે-(૧) ભક્તિ, (૨) શુદ્ધિ, (૩) આસન, (૪) પંચાંગસેવન, (૫) આચાર, (૬) ધારણ, (૭) દિવ્યદેશસેવન, (૮) પ્રાણક્રિયા, (૯) મુદ્રા, (૧૦) તર્પણ, (૧૧) હવન, (૧૨) બલિ, (૧૩) યાગ, (૧૪) જપ, (૧૫) ધ્યાન અને (૧૬) સમાધિ.
વળી મંત્રવિશારદોમાં પ્રચલિત “લવ શાતાનું સ્થાન એ ઉક્તિ એમ બતાવે છે કે જપ કરતાં ધ્યાન ઘણું બળવાન સાધન છે, એટલે કે તે મંત્રશક્તિને શીધ્ર જાગ્રત કરે છે અને તેના લીધે મંત્રસિદ્ધિ ઘણી સમીપ આવે છે.
વર્તમાન કાલમાં અદ્વિતીય વિદુષીનું સ્થાન પામેલ ડૉ. એની બેસન્ટે એક સ્થળે લખ્યું છે કે “એક હિંદી