________________
ધ્યાનવિધિ
૧૦૫
ન્યાયાધીશ ચાલીશ વર્ષથી સત્યનું ધ્યાન ધરતા હતા. મેં તેમને એક વાર પૂછયું કે આટલા વર્ષોના ધ્યાનને તમને શ અનુભવ થયે?” તેમણે કહ્યું કે “આ ધ્યાનના પ્રતાપે મારી સામે રજૂ થયેલે અપરાધી કે સાક્ષી સત્ય બોલે છે કે નહિ તેની મને તરત ખબર પડી જાય છે. તાત્પર્ય કે સત્યનું ધ્યાન ધરતાં તેમને સત્ય જાણવાની શક્તિ પ્રાપ્ત થઈ ગઈ હતી. એ રીતે જે સદૂગુણને વિકાસ કરે છે, તેનું ધ્યાન ધરવાથી તે સદ્દગુણને વિકાસ થાય છે. આ પરથી એમ સમજવાનું કે આપણે બ્રહ્મસ્વરૂપ થવા ઈચ્છતા હાઈએ કે શક્તિને અદ્ભુત વિકાસ કરવા ચાહતા હોઈએ તે આપણે બ્રહ્નસ્વરૂપ અથવા તે શકિતના મહાભંડારરૂપ કાર મંત્રનું ધ્યાન ધરવું જોઈએ.
ડો. રાજારામે ઉપનિષદોની ભૂમિકામાં લખ્યું છે કે મનુષ્યના ધ્યાનમાં એટલી શક્તિ છે કે તેનાથી તે પિતાની અંદર તથા બહાર મોટાં મોટાં પરિવર્તને કરી શકે છે. છાંદોગ્ય ઉપનિષદુનાં સૂક્ત એમ કહી જાય છે કે વરસાદને વરસાવે, રેગને હઠાવવા તથા દીર્ધાયુષી થવું એ બધી સિદ્ધિઓ થાની ઉપાસકના ઈશારા પર નાચે છે. જો કે ઉપાસનાનું પરમ લક્ષ્ય આ સિદ્ધિઓ નથી; પરમ લક્ષ્ય તે એક માત્ર પરમાત્મા જ છે કે જેને પ્રાપ્ત કરવાથી મનુષ્ય સઘળાં બંધનેમાંથી છૂટી જાય છે
આજના માનસવિજ્ઞાને પણ ધ્યાનની અદ્ભુત શક્તિ કબૂલ રાખી છે. વાસ્તવમાં સ્થાનનું બલ અપરિમિત છે અને