________________
[૮] ધ્યાનવિધિ
રષિ-મુનિઓ તથા વેગીઓ શ્કારને જપ કરતા, તેમ તેનું ધ્યાન પણ ધરતા, તેથી જ તેમને કાર મંત્ર સત્વર સિદ્ધ થતું. વાસ્તવમાં કેઈ પણ મંત્રની સાધના, આરાધના કે ઉપાસના ધ્યાન વિના પૂર્ણ થતી નથી, તેથી જ ઉપાસનાવિધિમાં તેને ખાસ નિર્દેશ કરેલ હોય છે.
કેટલાક મંત્રવિશારદાએ મંત્રપાસનાના પાંચ ભાગ કર્યા છે. જેમ કે (૧) અભિગમન, (૨) ઉપાદાન, (૩) ઈજ્યા, (૪) સ્વાધ્યાય અને (૫) ચોગ. તેમાં અભિગમન શબ્દથી મંત્રપાસના માટે નક્કી કરેલા સ્થાન પ્રત્યે જવાને તથા તેની શુદ્ધિ કરવાને અર્થ અભિપ્રેત છે.
ઉપાદાન શબ્દથી મંત્રપાસના માટે જે જે ઉપકરણે કે સાધને આવશ્યક હેય તેને એકત્ર કરવાનો નિર્દેશ છે. ઈજ્યા શબ્દથી ભૂતશુદ્ધિ, પ્રાણાયામ, ન્યાસ આદિપૂર્વક મંત્રદેવતાની વિવિધ ઉપચાર વડે પૂજા કરવાનું સૂચન છે. વાધ્યાય શબ્દમાં જપ કરવાને તથા મેક્ષ અથવા