________________
૧૦૨
મંચિંતામણિ સ્કારનું ધ્યાન ધરવામાં પ્રવૃત્ત થવું, અન્યથા પિતાના કામે લાગવું.
જપ દરમિયાન શુદ્ધ અને સાત્વિક ભોજન કરવું. વળી ઉદરને ચે ભાગ જલપાન તથા વાયુ માટે ખાલી રાખવો. ઠાંસીને જમવાથી આળસ આવે છે, ફરજિયાત નિદ્રા કરવી પડે છે તથા અજીર્ણદિ રોગો ઉત્પન્ન થાય છે, એટલે ભૂખ કરતાં થોડું ઓછું જમવું. જૈન ધર્મમાં તે ઊદરિકાને એક પ્રકારનું તપ માન્યું છે અને તેના ઘણા લાભ બતાવેલા છે.
“અન્ન તેવું મન” એ ન્યાયે શુદ્ધ-સાત્વિક ભજન લેવાથી મનમાં સાત્વિક ભાવો ઉઠે છે અને તે ઉપાસનામાં ઘણુ સહાયક થાય છે.