________________
જાવિધિ
૧૦૧
જપની ભાવના :
આ જપ કરતી વખતે ભાવના કેવી હેવી જોઈએ? તેનું વર્ણન શાસ્ત્રકારોએ કર્યું છે. અથર્વવેદીય પરમહંસ પરિવ્રાજકેપનિષદ્દમાં કહ્યું છે કે
ब्रह्मप्रणवानुसन्धानेन कृतकृत्यो भवति । “બ્રહ્મ અને પ્રણવના અનુસંધાન વડે સાધક કૃતકૃત્ય થાય છે.”
કહેવાનું તાત્પર્ય એ છે કે કારના ઉપાસકે બ્રહ્મ અને પ્રણવને ભિન્ન ન માનતાં તેનું અભેદ ચિંતન કરવું જોઈએ. આ રીતે અભેદ ચિંતન કરવાથી અભીષ્ટની પ્રાપ્તિ થાય છે અને સાધકને અન્ય કંઈ કરવાનું રહેતું નથી.
શિવપુરાણ વિધેશ્વર સંહિતામાં કહ્યું છે કે “પ્રણવના =+=+ આ ત્રણ અક્ષરેથી જીવ અને બ્રહ્મની એકતાનું પ્રતિપાદન થાય છે. આ વસ્તુ ધ્યાનમાં રાખીને પ્રણવને
કારને જપ કરવો જોઈએ. વળી જપકાલમાં એવી ભાવના કરવી જોઈએ કે ત્રણેય લેકની સૃષ્ટિ કરનાર બ્રહ્મા, પાલન, કરનાર વિપશુ તથા સંહાર કરનાર રુદ્ર જે સ્વયં પ્રકાશસ્વરૂપ ચિન્મય છે, તેની હું ઉપાસના કરી રહ્યો છું. આ પ્રકાશસ્વરૂપ ચિન્મય કાર મારી કર્મેન્દ્રિયની વૃત્તિઓને અને મનની વૃત્તિઓને તથા બુદ્ધિની વૃત્તિઓને ધર્મ અને જ્ઞાન પ્રત્યે પ્રેરિત કરે.”
નિયત જપ પૂરો થયા પછી ચિત્ત સ્વસ્થ હોય તે
સ'
કર."