________________
સત્રચિ’તામણુિ
ચેગશાસ્ત્ર તથા અન્યગ્ર થામાં પણ ૐકારના ઉચ્ચાર તાર સ્વરે કરવાનું વિધાન આવે છે, તેમજ સાધુ–સન્યાસીઆ એ રીતે ઉચ્ચાર કરતા નેવાય છે. ગત પ્રકરણમાં સ્વામી શ્રી મહેશાન ઢગિરિજીના ચરિત્રમાં પણ એ હકીકત આવી છે કે તેઓ પ્રથમ ૐકારના તાર સ્વરે ઉચ્ચાર કરતા અને પછી માનસ જપમાં લીન થઈ જતા. તાત્ક્ષય કે ૐકાર મત્રની આમતમાં પ્રથમ થોડા સમય સુધી તેના ઉચ્ચાર તાર સ્વરે કરવા અને પછી ઉપાંશુ કે માનસ જપમાં લીન થવુ, એ સુવિહિત વિધિ છે.
૧૦૦
જપ એ મંત્રસિદ્ધિનું મુખ્ય મડાણ છે, એટલે તે યથાર્થ રીતે થવા જોઈ એ. તેમાં ગરબડ થઈ તા કામ ગેટાળે ચડ્યું સમજવું, જપનું મહત્ત્વ શું છે? જપના પ્રકાશ તથા નિયમ કેટલા છે? જપની ગણનાપદ્ધતિ ક્યા પ્રકારની છે ? તથા જપ સંધી વિશેષ વિચારવાસમજવા જેવુ શુ છે ? તેનુ વર્ણન અમે મત્રવિજ્ઞાનના એકવીશમા પ્રકરણથી આરંભીને ચેાવીશમા પ્રકરણ સુધી વિસ્તારથી કરેલું છે, એટલે સાધકે તે અવશ્ય જોઈ લેવુ અને ૐકારના જપમાં તેના યથાચિત ઉપયોગ કરવા.
મુખ્ય વાત એ છે કે મત્રજય કરતી વખતે ચિત્ત સ્વસ્થ, શાંત, પ્રસન્ન હાવુ જોઈએ અને એ વખતે અન્ય કોઈ વિચાર મનમાં દાખલ થવા ન જોઈ એ, એ વખતે કદી વિચાર આવે તે તે કાર સમ"ધી જ આવે કે તેના અથ સ’બધી જ આવે, એ રીતે મનને કેળવી લેવુ જોઈએ. '