________________
પવિધિ
આ કવચ સહેલાઈથી કંઠસ્થ થઈ શકે એવું છે. તે ઉપાસનાને પ્રારંભ કરતાં પહેલાં કંઠસ્થ કરી લેવું જોઈએ, જપને પ્રારંભ :
કવચ બોલ્યા પછી કારના જપને પ્રારંભ કર, જપ કરે એટલે મંત્રપદોનું યથાક્રમ અવિચ્છિન્ન મરણ કરવું. આ સ્મરણે સહુ સાંભળે તેમ મેટેથી બેલીને થઈ શકે છે, કોઈ ન સાંભળે એ રીતે બેસીને પણ થઈ શકે છે અને માત્ર મનવૃત્તિથી પણ થઈ શકે છે. જપ કે મરણના આ ત્રણ પ્રકારને અનુકમે ભાષ્ય, ઉપાંશુ અને માનસ કહેવામાં આવે છે. તેમાં ભાષ્ય કરતાં ઉપાંશુ અને ઉપાંશુ કરતાં માનસ જ૫ શ્રેષ્ઠ ગણાય છે, તેથી સામાન્ય રીતે ઉપાંશુ અને માનસ જપનું આલંબન જ વધારે લેવાય છે, પરંતુ કારના જપની બાબતમાં તે પ્રથમ ભાષ્યને જ આશ્રય લેવાનો હેય છે, અર્થાત્ તેને ઉચ્ચાર તાર સ્વરે કરવાને હેય છે.
વશિષ્ઠસંહિતામાં કહ્યું છે કે–
ओङ्कारमकरोचारस्वरमूर्ध्वगतध्वनिम् । सम्यगाहतलांगूलं घण्टाकुण्डमिवाम्बरम् ॥
જેમ ઘંટની વચમાં લટક્તા લેલકને દોરી બાંધીને સારી રીતે હલાવવાથી રણકાર ઉઠે છે અને તેનાથી ઘંટની વચ્ચેને ભાગ વ્યાપ્ત થઈ જાય છે, તેમ કારને ઉચાર તાર સ્વરે એવી રીતે કરવો કે જેથી એક પ્રકારને રણકાર ઉઠે અને તે રણકાર ઊંચે જતાં બ્રહ્મરંધ્ર તથા સુખને બધા ભાગ તેનાથી વ્યાપ્ત થઈ જાય.’