________________
વિધિ
મસ્તકને સીધું રાખવાનો અર્થ એ છે કે તેને ઊંચુ કે નીચું ન રાખતાં સમાંતર રાખવુ–સીધુ' રાખવુ. દૃષ્ટિ નાસિકાના અગ્રભાગ પર સ્થાપવાના અર્થ એ છે કે એ વખતે આડુ અવળુ' જોવાય નહિ, ઊંચે પણ નજર નખાય નહિ, પણ નેત્રાને અા મધ અને અર્ધા ઉઘાડાં રાખીને તેની નજર નાના ટેરવા પર સ્થિર કરવી જોઈ એ. વિકલ્પે નેત્રા અધ કરીને પણ ૐકારના જપ કરી શકાય છે. સાલા :
ૐકારના જપ કરમાલા એટલે હાથનાં આંગળાંઓના ઉપયાગ કરવાથી પણ થઈ શકે અને અક્ષમાલા એટલે મણકાની બનેલી માલાથી પણ થઈ શકે કે જેને સામાન્ય રીતે જપમાલિકા કે જપમાલા કહેવામાં આવે છે. કરમાલાથી જપ કેવી રીતે થઈ શકે ? તે અમે મત્રવિજ્ઞાનના ત્રેવીશમા પ્રકરણમાં વિસ્તારથી બતાવ્યુ છે, તે જિજ્ઞાસુએ જોઈ લેવુ. અક્ષમાલાથી જપ કરવા ઈચ્છનારે રુદ્રાક્ષ કે સુખડની માલાના ઉપયાગ કરવા, સ્ફટિકની માલા પણ કામમાં લઈ શકાય. આ માલા પ્રાયઃ ૧૦૮ મણકાની જ રાખવી, જેથી મ`ત્રગણુના અરાખર થઈ શકે.
દિશા
ૐકારના જપ કરતી વખતે ઉપાસકે પાતાનુ મુખ પૂર્વ દિશા ભણી રાખવુ જોઈ એ, કારણ કે એ સૂચ'ની દિશા છે અને તેમાંથી શક્તિના સ્રોત મેળવવાના છે. પ્રાચીન