________________
મંત્રચિંતામણિ
જોતાં બેસીને મંત્રજપ કરવાનું વધારે સુગમ છે. બેસીને જપ કરતી વખતે કંબલ, મૃગચર્મ, વ્યાઘચર્મ વગેરેને ઉપગ કરી શકાય છે, પરંતુ કંબલનું આસન સહુ કેઈને સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે એવું છે. શરીરની અવસ્થા
જપ કરતી વખતે શરીરની અવસ્થા કેવી રાખવી જોઈએ? તેને ઉત્તર સામવેદીય-ગચૂડામણિ ઉપનિષદ નિફ્લેકથી પ્રાપ્ત થાય છે?
पद्मासनं समारुह्य, समकायशिरोधरः । नासाग्रदृष्टिरेकान्ते, जपेद् ओङ्कारमव्ययम् ॥
પદ્માસને બેસીને, શરીર તથા મસ્તકને સીધું રાખીને, દષ્ટિનાસિકાના અગ્રભાગ પર થાપીને, એકાત સ્થાનમાં, આવ્યય એટલે અવિકારી એવા કારમંત્રનો જપ કર જોઈએ.’
પદ્માસન પ્રસિદ્ધ છે. તેના પર બેસીને કારને જપ થઈ શકે તે ઉત્તમ, પણ લાંબા સમય તેવી સ્થિતિમાં બેસી શકાય તેવું ન હોય તે સુખાસને એટલે સાદી પલાંઠી વાળીને પણ એ જ કરી શકાય છે.
શરીરને સીધું રાખવું, એટલે બરડે સીધે રાખવકરોડરજજુ સીધી રાખવી, વાંકા વળીને બેસવું નહિ. થાંભલા કે ભીંતને અઢેલીને બેસતાં આ નિયમનું પાલન થઈ શકે નહિ, માટે તેનાથી થોડે દૂર બેસવું.