________________
જપવિધિ
૮૩
એવી સ્થિતિ હાય, ત્યાં તેમ અવશ્ય કરવુ અને તે ઓરડા, કે આરડીને ઈષ્ટદેવનાં ચિત્રા તથા સુદર સુભાષિતાથી શણુગારી દેવા. વળી તેમાં નિયમિત ગ્રૂપ અને દીપ કરતા રહેવું. તેનાથી વાતાવરણુ સ્વચ્છ રહે છે અને પ્રેરક પણુ અને છે.
ટૂંકમાં જપ માટેનું સ્થાન એવુ... રમણીય કે સુંદર બનાવવુ. કે જેમાં દાખલ થતાં જ ચિત્ત પ્રસન્ન થાય અને ત્યાં બેસી જવાનુ દિલ થાય. સ્થાન તથા વાતાવરણની અસર આપણા મન તથા શરીર પર બહુ માટી થાય છે, એમાં ઈને સંદેહ છે ખરો ? આપણાં તીસ્થાન સાગર તટે, નદીના સ'ગમસ્થાને, વનપ્રદેશમાં કે પવ તાના શિખર દિ પ્રદેશમાં બાંધવાની પાછળ એ જ હેતુ રહેલા છે કે ત્યાં આવનારનાં ચિત્ત પ્રસન્ન થાય અને તે ભક્તિ-તપ-જપધ્યાનાદિ ક્રિયાઓ સારી રીતે કરી શકે. રાજા, મહારાજા તથા શ્રીમતા પોતાના મહેલ કે અ'ગલાઓની આસપાસ સુંદર બગીચાઓ એટલા જ માટે મનાવે છે કે તેમાં રહેવાથીબેસવાથી ચિત્ત પ્રસન્ન રહે અને તેનાં સુરમ્ય દૃશ નથી નેશને ટાઢક વળે. તાત્પર્ય કે મત્રજપ માટે સ્થાન એક મહત્ત્વની વસ્તુ છે, એટલે તેની પસ`દગી અને તેટલી ઉત્તમ કરવી જોઈ એ.
આસન :
મત્રજપ એસીને પણ થઈ શકે છે અને ઊભા ઊભા પણ થઈ શકે છે. કેટલાક એક પગે ઊભા રહીને પણ મ`ત્રજપ કરે છે; પરંતુ વત માન કાલે આપણી શારીરિક સ્થિતિ