SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯૪ (રાગ : દેશી) હરિજન વિરલા જાણે વચન , કોઈ સંત જ વિરલા જાણે હે જી . ધ્રુવ મૂરખ નરને હીરલો લાધ્યો, ઓળખ્યો નહિ અણસારે હે જી; પરખ વિનાનો પડ્યો. પાદરમાં, પથરાને પરમાણે. વચન ક્ષધિયા નરે ક્ષુધા ન ભાંગી , ભોજન ભર્યા છે ભાણે હે જી; ઊગ્યાં છતાં પણ રહ્યું અંધારું, પોં’ચી ના શક્યો ટાણે. વચનો કહ્યો શબ્દ કાને નવ લાગ્યો, ઠર્યો નહિ ઠેકાણે હે જી; ભૂલવણીમાં ફે ભટકતો, કર્યા કરમ પરમાણે. વચન પરનારી શું પ્રીત કરીને, વિષયરસને માણે હે જી; ફરી ફરીને મરે-અવતરે, પડે ચોરાશી ખાણે. વચનો સીધો માર્ગ સદ્ગુરુ બતલાવે, નૂરત-સૂરત માણે હે જી; દાસ ‘જીવણ ? સંતો ભીમ કેરે ચરણે, તેની ખબર ખરે ટાણે. વચનો ઝવેરચંદ મેઘાણી (ઈ. સ. ૧૮૯૬ - ૧૯૪૭) ઝવેરચંદ કાળિદાસ મેઘાણીનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામમાં તા. ૨૮-૮-૧૮૯૬ના રોજ થયો હતો. એમણે કવિતા, ટૂંકી વાર્તા, નવલકથા, નિબંધ, નાટક, ચરિત્ર , વિવેચન, સંશોધન, સંપાદન , પત્રકારત્વ, અનુવાદ વગેરે સાહિત્ય-સ્વરૂપોમાં પ્રદાન કર્યુ છે. ફૂલછાબ, સૌરાષ્ટ્ર તથા જન્મભૂમિ નામના પત્રો સાથે તેઓ સંકળાયેલા હતા. ‘સિંધુડો', “ યુગવન્દના’ તેમના જાણીતા કાવ્યસંગ્રહો છે. તેમની તમામ કવિતા “ સોનાનાવડી' કાવ્યગ્રંથમાં સંગ્રહીત થઈ છે. તેમની કવિતાઓમાં દેશપ્રેમ, વીરતા અને રાષ્ટ્રભક્તિનું આલેખન થયું છે. ગાંધીજીએ મેઘાણીને રાષ્ટ્રીય શાયર' કહીને નવાજેલા. ‘સોરઠ તારા વહેતા પાણી' તેમની પ્રતિષ્ઠિત નવલકથા છે. મેઘાણી તેમના લોકસાહિત્યમાં , સૌરાષ્ટ્રની ધિંગી તળપદી બોલીની, તાકાત અને તેજસ્વિતા પ્રગટાવી શક્યા છે, તે જોતા તેઓ લોકસાહિત્યના ક્ષેત્રે યુગપ્રવર્તક બની રહ્યા છે. ગુજરાત સાહિત્યસભા દ્વારા ૧૯૨૮ના વર્ષનો અર્પણ થતો રહેલો રણજિતરામ સુવર્ણચંદ્રક સૌ પ્રથમ મેઘાણીને પ્રાપ્ત થયો હતો. ઝવેરચંદ મેઘાણીનો દેહવિલય પ૧ વર્ષની ઉંમરે તા. ૯-૩-૧૯૪૭ના રોજ થયો હતો. ૧૨૯૬ (રાગ : ધોળ) આભમાં ઊગેલ ચાંદલોને જીજીબાઈને આવ્યાં બાળ, બાળુડાને માત હિંચોળે, ઘણણણ ડુંગરા બોલે ! શિવાજીને નીંદરું ના'વે, માતા જીજીબાઈ ઝુલાવે. ધ્રુવ પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ-લખમણની વાત; માતાજીને મુખ જે દી થી, ઉડી એની ઊંઘ તે દી થી. શિવાજી પોઢજો રે મારા બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ; કાલે કાળા જુદ્ધ ખેલાશે, સૂવાટાણું ક્યાંય ન રે'શે. શિવાજી ઘૂઘરા ધાવણી, પોપટ લાડી ફેરવી લેજો આજ; તે દી તો હાથ રે'વાની, રાતી બંબોળ ભવાની. શિવાજી શ્રી જંબૂવિજયજી મહારાજ સાહેબ ૧૨૯૫ (રાગ : હિંદોલ) સદા ગુણ ગાઉં મેં તેરા, પ્રભુ મહાવીર જિનરાયા; કરૂ મેં ભક્તિ સે સેવા, ભજું વીતરાગ ! તુજ પાયો. ધ્રુવ ન દેખી ઐસી મુખમુદ્રા, જગતમેં ઢંઢ ફ્રિ આયી; પ્રભુ ! તુઝ મૂર્તિ દર્શનસે, અતિ આનંદ દિલ છાયા. સદા, જીગંદા ત્રિશલાનંદન ! મુઝે તું એક દીલ ભાયા; જવું મેં નામ નિત તેરા , નમું મેં નિત્ય તુઝ પાયા, સદા જગાકે આત્મ જ્યોતિકો, હટાદો મોહકી માયા; છુકાદો દુ:ખ હે સ્વામી ! અતિ મેં દુ:ખ સબ પાયા, સદા મિટાદો જન્મ-મરણોકી, અનાદિ ફેરી જિનરાયા; કરો ઉદ્ધાર ‘જંબુ” કા પ્રભુ ! તેરે શરણ આયી. સદા અહંકાર મદ દર્પ વળી, ગર્વ તથા અભિમાન; પાંચે ગુણ અહંકારના, નિર્ગુણ આત્મા જ્ઞાન. || LES પ્રભુ એટલું આપજો, કુટુંબ પોષણ થાય; ભૂખ્યા કોઈ સૂવે નહિ, સાધુ સંત સમાય. OCD ભજ રે મના ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy