SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ આજ માતા ચોડે ચૂમિયું રે ! બાળા ઝીલજો બેવડ ગાલ; તે દી તારાં મોઢડાં માથે, ધુંવાધાર તોપ મંડાશે. શિવાજી આજ માતાજીની ગોદમાં રે, તું ને હૂંફ આવે આઠ પોર; તે દી કાળી મેઘલી રાતે, વાયુ ટાઢા મોતના વાશે. શિવાજી આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ; તે દી તારી વીર-પથારી, પાથરશે વીશ ભૂજાળી. શિવાજી૦ આજ માતાજીને ખોળલે રે, તારાં માથડાં ઝોલે જાય; તે દી તારે શિર ઓશીકાં, મેલાશે તીર બંધૂકાં. શિવાજી સૂઈ લેજે મારા કેસરી રે ! તારી હિંદવાણું જોવે વાટ; જાગી વે'લો આવ બાલુડા, માને હાથ ભેટ બંધાવી; જાગી વે'લો આવજે વીરા, ટીલું માના લોહીનું લેવા. શિવાજી નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ, ગાયો કસુંબીનો રંગ; મુક્તિને ક્યારે નિજ રક્ત રેડણહારે, પાયો કસુંબીનો રંગ. પીડિત આંસુડાંની ધારે હાહાકારે, રેલ્યો કસુંબીનો રંગ; શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિ:શ્વાસે, સળગ્યો કસુંબીનો રંગ. ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે, છલકયો કસુંબીનો રંગ; બિસ્મિલ બેટાઓની માતાને ભાલે, મલક્યો કસુંબીનો રંગ. ઘોળી ઘોળી પ્યાલા ભરિયાં રંગીલા હો, પીજો કસુંબીનો રંગ; દોરંગા દેખીને ડરિયા ટેકીલા હો ! લેજો કસુંબીનો રંગ. ૧૨૯૭ (રાગ : ભૈરવી) લાગ્યો કસુંબીનો રંગ, રાજ ! મને, લાગ્યો કસુંબીનો રંગ. – ધ્રુવ જનનીના હૈયામાં પોઢંતા પોઢંતાં, પીધો કસુંબીનો રંગ; ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ, પામ્યો કસુંબીનો રંગ. બહેનીને કંઠે નીસરતા હાલરડામાં, ઘોળ્યો કસુંબીનો રંગ; ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ, ચોળ્યો કસુંબીનો રંગ. દુનિયાનાં વીરોનાં લીલાં બલિદાનોમાં, ભભક્યો કસુંબીનો રંગ; સાગરની પારે સ્વાધીનતાની કબરોમાં, હેંક્યો કસુંબીનો રંગ. ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર, ચાખ્યો કસુંબીનો રંગ; વહાલી દિલદારના પગની મેંદી પરથી, ચૂમ્યો કસુંબીનો રંગ. ડુંગરપુરી ભગત શ્રી ડુંગરપુરી ભગત વિજાપુરના ભાટ હતા. તેઓ વિક્રમ સંવત ૧૮૯૫માં થઈ ગયો. ૧૨૯૮ (રાગ : આશાવરી મિશ્ર) કાચે ઘડે નીર ક્યું રહે, કર્યો રે'વે કાગદમાં પારા રે ? ધ્રુવ બગલા મોતીડાકોં કયા કરે ? મોતી હંસ કેરા ચારા રે; વાસણ જોઈ વસ્તુ હોરિયે, જેમાં આનંદ ઉપજે અપારા રે. કાચેo દીપક વિનાના મંદિર કૈસા, કૈસા બાટીકુ તાળાં રે ? ક્રિયા વિનાના જોગી કૈસા ? જૈસા સમંદર ખારા રે. કાચ૦ અંધા આરસીકું ક્યાં કરે ? કયાં કરે મૂરખ માલા રે ? કા તસબીકું કયા કરે ? તિનસે ન હોય ઉજાલા રે. કાચે પુત્ર વિના કૈસી માવડી ? કૈસા પાવૈયેક પાના રે ? દાસ ‘ડુંગરપુરી ' બોલિયા, સદ્ગુરુ સાચા માના રે. કાચેo અતિથી ભોંઠો નવ પડે, આશ્રિત ના દુભાય; જે આવે મમ આંગણે, આશિષ દેતો જાય. OCD સ્વભાવ એવો આપજો, સૌ ઈચ્છે મમ હિત; શત્રુ ઈચ્છે મિત્રતા, પડોશી ઈચ્છે પ્રીત. (૯૯) ભજ રે મના ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy