SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ જયંતીલાલ આચાર્ય ૧૨૯૦ (રાગ : ભૈરવી) મંદિર તારું વિશ્વરૂપાળું, સુંદર સર્જનહારા રે; પળ પળ તારાં દર્શન થાયે, દેખે દેખણહારા રે. નહિ પૂજારી નહિ કોઈ દેવા, નહિ મંદિરને તાળાં રે; નીલ ગગનમાં મહિમા ગાતા, ચાંદો સૂરજ તારા રે. વર્ણન કરતાં શોભા તારી, થાક્યા કવિગણ ધીરા રે; મંદિરમાં તું ક્યાં છુપાયો ? શોધે બાળ અધીરાં રે. ભજ રે મના જાહનવી ૧૨૯૧ (રાગ : ચલતી) પ્રિયતમ ! આવડા અબોલા ના લઈએ, પ્રીત બાંધી પરાયા ન કરીએ. ધ્રુવ રંગે તમારા રંગી ચુંદરિયાં, કીયે રે મુલક હવે જઈએ; અમે સંસારમાં કેમ રહીએ ? પ્રિયતમત જળમાં વસે જેમ જળની મછલિયાં, એમ તમારી સંગ રહીએ; રે પ્રભુ પ્રેમથી પાવન થઈએ, પ્રિયતમ ચરણ તમારા ચૂમ્યાં રે સજના, કોને શરણ હવે જઈએ ? વાલા સમજીને ઝાઝું શું કહીએ ? પ્રિયતમ૦ સાત સાત ચર્મના પરદે મઢેલી, કાયા છે જાદુની નગરી; અમે ભૂલાં પડી એમાં જઈએ, પ્રિયતમ પરમ કૃપાળુ ! હે પરમેશ્વર ! ભક્ત વત્સલ ભગવાના; વાલા બિરદ પોતાનું મન ધરીએ. પ્રિયતમ પરદો રાખી તમે પ્રિયતમ બેઠા, વ્યાકુળ હું વ્રજનારી; અરજી ‘ જાહનવી”ની સુણી લઈએ. પ્રિયતમ હે મનમોહન ! મનડાં હરીને, આમ છુપાઈ ના જઈએ. પ્રિયતમ૦ વિવેક શાંતિ વૈરાગ્યતા, ક્ષમા તથા સંતોષ; એ પાંચે ગુણ બુદ્ધિના, આત્મા સદા અદોષ. ૭૯૪ જિનરંગ ૧૨૯૨ (રાગ : શ્યામકલ્યાણ) શાંતિ જિનેશ્વર સાચો સાહેબ, શાંતિકરણ અનુકૂલમેં હો જિનજી; તું મેરે મનમેં, તું મેરે દિલમેં, ધ્યાન ધરૂં પલ પલમેં હો જિનજી. ધ્રુવ ભવમાં ભમતાં મેં દરિશન પાયો, આશ પૂરો એક પલમેં હો જિનજી. તું નિર્મલ જ્યોત વદન પર સોહે, નિકસ્યોજી ચંદ્ર બાદલમેં હો જિનજી. તું મેરો મન તુમ સંગશું લીન, મીન વસે જ્યું જલમેં હો જિનજી. તું ‘ જિનરંગ’ કહે પ્રભુ શાંતિ જિનેશ્વર, દીઠોજી દેવ સકળનેં હો જિનજી. તું જીવણદાસ ૧૨૯૩ (રાગ : સોરઠ ચલતી) અમારામાં અવગુણ છે, પણ ગુરુજીમાં ગુણ ઘણા રે જી; અમારા તે અવગુણ સામું નવ જોશો. ધ્રુવ ગુરુજી મારા દીવો રે, ગુરુજી મારા દેવતા રે જી; ગુરુજી મારા પારસમણિને રે તોલ. અમારા ગુરુજી મારા ગંગા રે, ગુરુજી મારા ગોમતી રે જી; ગુરુજી મારા કાશી અને કેદાર. અમારા૦ ગુરુજી મારા તરાપા રે, ગુરુજી મારા તુંબડાં રે જી; એ તુંબડીએ ઊતરવું ભવપાર, અમારા જાળીડાં મેલાવો રે, ગુરુગમ જ્ઞાનનાં રે જી; એ જાળીડાં જરણા કેરો રે જાપ. અમારા ગુરુને પ્રતાપે રે દાસ ‘જીવણ' બોલિયા રે જી; રાખો રે રાખો, આપ ચરણમાં દાસ. અમારા સ્મૃતિ, ચિંતા, નિવૃત્તિ, ચિંતવન નિંદ્રા હોય; પાંચે ગુણ એ ચિત્તના, નિર્ગુણ આત્મા સોય. осч ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy