________________
જે જે પગલે આગળ આવ્યો તે તે પગલું શોધો, પાછા વા એ મારગડે અંતરને ઉદબોધો; કરને નિશ્ચય પાકો રે, પરદેશે વસવું સારું નહીં. મનવા અંતરની વૃત્તિઓ જે જે, વિષય વિશે લપટાઈ, તે સઘળીને પાછી ખેંચી, પ્રભુમાં સ્થિર કર, ભાઈ ! અંતરને ઉકેલો રે, એ વિણ બીજો માર્ગ નહિ . મનવા
૨૦૯૧ (રાગ : માલકૌંs) મને મહાવીરના ગુણ ગાવા દે (૨)
મને ભવસાગર તરી જાવા દે (૨) રંગ ભરેલી દુનિયા છોડી, ભક્તિ માર્ગે જાવા દે. મને પંથ વિકટ છે સુખ દુઃખ વાળો, મહાવીરનાં રખવાળાં છે. મને પાપ સમુદ્ર ઘૂઘવતા નીરમાં, મૈયા પાર ઉતરવા દે. મને મહાવીર નામે, મહાવીર ધ્યાને, મહાવીર શરણે રહેવા દે. મને જય જય મહાવીર! જય ગુણ ગંભીર, મહાવીર ધૂન મચાવા દે. મને
૨૦૯૦ (રાગ : તોડી) મનવા જે સુખની કરે તું આશા, તને નથી મળવાનું; દોડાદોડી ફોગટ કરવી તને શોભે ના. ધ્રુવ જે સુખ તું શોધે જગમાં, એ તો આભાસ છે (૨) સાચા સુખનો તો તારા, અંતરમાં વાસ છે (૨) ઓ જીવડા રે... સાચા સુખનો તો તારા... અંધારે ભટક્યા કરવું તને શોભે ના. ઓ મનવા દોલત જે લઈને આવ્યો, તું આ સંસારમાં (૨) ખરચી નાંખે છે શાને ? અવળા વ્યાપારમાં (૨)
ઓ જીવડા રે... ખરચી નાંખે છે શાને ? દેવામાં ડૂબતાં જાવું તને શોભે ના. ઓ મનવા ચિનગારી જેવી છે , નાનકડી વાસના (૨) આ ભવના સુખની પાછળ, ભવભવની યાતના (૨) ઓ જીવડા રે... આ ભવના સુખની. ચકરાવે ભમતા રહેવું તને શોભે ના. ઓ મનવો ઠોકર મારે છે કોઈ, સુખના ભંડાર ને (૨) જકડીને બેઠો છે તું, સસ્તા ભંડાર ને (૨)
ઓ મનડા રે... જડીને બેઠો છે તું... ચીંથરાને વળગ્યાં રહેવું તને શોભે ના, ઓ મનવા || એક સધે સબ કુછ સધા, સબ સાધે એક જાય |
| જો તું સીંચે મૂલકો, ફૂલે ફલે અધાય. | ભજ રે મના
૧૨૫છે
૨૦૯૨ (રાગ : ભૈરવી). મા તે મા બીજા બધા વગડાના વાં; સર્વ વસ્તુ મળે જગતમાં, એક મળે નહિ મા. ભીનેથી કોરે સુવડાવ્યા ખાધુ નહિં તે પેટ ભરી, સાંજે માંદે ખડે પગે રહીં, સેવા અમારી ખૂબ કરી; ખોળે બેસાડી ખેલાવ્યા, ને લાડ લડાવ્યા બહુ. મીઠા કરી પંપાળિયા અમે, હષશ્રુિથી આંખ ભરી, માની હૂંફ હરતા તા, વીસરાય નહિ મા એકઘડી; માડી તારા ગુણ ઘણા છે કણ અદા ક્યારે કરીશું ? ભક્તિમય તું જીવન જીવી, ભલાઈનો ભંડાર ભરી, અધિક પ્રેમ તારો હતો માડી, આ દુનિયાથી કૈક ન્યારી હતી; હાથ માથે કોણ વશે , હેત ભરીને વ્હાલ કરી.
સબ આયે ઇસ એકમેં, ડાર, પાત, ફલ, ફૂલ કબીર ! પીછે ક્યા રહા, ગ્રહી પકરા નિજ મૂલ ? ||
ભજ રે મના