SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪૨ (રાગ : ગઝલ) પ્રભુ જેવો ગણો તેવો તથાપિ બાળ તારો છું; તને મારા જેવા લાખો, પરંતુ એક મારે તું. ધ્રુવ નથી શક્તિ નિરખવાની, નથી શક્તિ પરખવાની; નથી તુજ ધ્યાનની લગની, તથાપિ બાળ તારો છું. પ્રભુ નથી જપ તપ મેં કીધાં, નથી કંઈ દાન પણ દીધાં; અધમ રસ્તા સદા લીધા, તથાપિ બાળ તારો છું. પ્રભુ દયા કર દુઃખ ભવ કાપી, ‘ અભય ’ ને શાંતિપદ આપી; પ્રભુ ! હું છું પૂરો પાપી, તથાપિ બાળ તારો છું. પ્રભુ દયા કર હું મુંઝાઉં છું, સદા હૈયે રિબાઉં છું; પ્રભુ ! હું ધ્યાન ધ્વાઉં છું, તથાપિ બાળ તારો છું. પ્રભુ ૨૦૪૩ (રાગ : માંડ) પ્રભુ તારા વિના, મુજ નયન ભીના, કોણ લૂછે ? મુજ અંતરને કોણ પૂછે? ધ્રુવ તારા વિરહના તાપમાં બળતો, પ્રભુ શાને કીધો છે અળગો ? વ્હાલા દર્શન ો, દૂરી દૂર કરો નેત્ર ઝંખે. મુજ મારૂં જીવન છે કેવળ પ્રમાદી, મુરત નિરખી બન્યો છું પ્રમોદી; અમૃત વાણી વરસો મારી સમીપ વસો, હૈયા ઉલસે. મુજ શાસન શિરોમણિ પ્રભુજી બળિયા, ભવજળ તરવાને સાચા ખેવટીયા; તારા વિરહ થયા, આંગણા સૂના થયા, મનડું ડંખે. મુજ તારી ખોટથી છાંઈ ઉદાસી, મોક્ષમાર્ગમાં અટક્યા પ્રવાસી; અબોલડાને તોડો, દિવ્યવાણી છોડો, કરૂણાધારી. મારી અરજ સૂનો ઉપકારી, મુજ ભજ રે મના કામી, ક્રોધી, લાલચી, ઈનતે ભક્તિ ન હોય ભક્તિ કરે કોઈ સૂરમા, જાતિ બરન કુલ ખોય ૧૨૩૦ ૨૦૪૪ (રાગ : ધોળ) પ્રભુ તારી માયા લાગી, દુઃખ મારા ગયા સૌ ભાગી; ભક્તિ કેરી ધૂન જાગી, લાગી તારી માયા લાગી. ધ્રુવ રોજ સવારે તારે મંદિરીયે, દોડી દોડી આવું; તું જો પ્રભુજી સામું ના જુએ તો, કોની પાસે જાવું ? પ્રભુ મુખડાની લાગી માયા તારી, મુરતિ વસી મારા મનમાં; નામ અહર્નિશ જપું તારૂ એવું, બળ દેજે તનમનમાં. પ્રભુ દુઃખ ભર્યા આ સંસારમાં પ્રભુ, શાતા પામું તારે દ્વારે; તારા વિના હવે કોણ પ્રભુજી, ભવજલ પાર ઉતારે, પ્રભુ રાગદ્વેષને મોહમાયા ત્યાગી, બન્યો તું તો વીતરાગી; તારી પાસે શું માગું પ્રભુ તારા, જીવનની રઢ લાગી. પ્રભુ ૨૦૪૫ (રાગ : યમન) પ્રભુ તેં મને જે આપ્યું છે, એનો બદલો હું શું વાળું ? બસ તારી ભક્તિ કરી કરીને, મારા મનડાને વાળું. ધ્રુવ પ્રભુ નરક નિગોદથી તેં તાર્યો, મને અનંત દુઃખોથી ઉગાર્યો; તારા ઉપકાર અનંતા છે, એનો બદલો હું શું વાળું ? બસ માનવ ભવ પામ્યો તારી કૃપા, તુજ શાસન પામ્યો તારી કૃપા; જૈન ધર્મ તણી બલિહારી છે, એનો બદલો હું શેં વાળું ? બસ પ્રભુ મોક્ષનગરનો સથવારો, હું મોહનગરનો વસનારો; તું ભવોભવનો ઉપકારી છે, એનો બદલો હું શેં વાળું ? બસ એક મિલે દશ વીશકું ઇચ્છત, વીશ મિલે શત સહસ્ર ચહૈ હૈ, સહસ્ર મિલે લખ કોટી અરબલું, ભોમી સબે સભી રાજ હિ હૈ હે; સોપી મિલે સુરલોક વિધિ લગી, પૂરનતા મન મેં નહિ હૈ હૈ, એક સંતોષ બિના બ્રહ્માનંદ, તેરી ક્ષુધા કબહું નહિં નૈ હૈ. માનુષ જનમ દુર્લભ હૈ હોઈ ન બારંબાર પાકા ફલ જા ગિરિ પરા, બહુરિ ન લાગે ડાર ૧૨૩૧ ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy