SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩૮ (રાગ : નારાયણી) પલ ભર ભી નહીં આરામ, હે રામ; મન જપતા હૈ તેરા નામ, હે રામ. ધ્રુવ નિંદ ન આયે રાત કો જાગું, રામ મિલે તો તન-મન ત્યાગું; તૂજે ટૂંઠું મેં સુબહ-શામ. હે રામ મોહ માયા કે તોડ કે બન્ધન, વન વન ભટકે તેરી જોગન; નહીં ઔર ઈસે કુછ કામ. હે રામ રામ નામ કી વષ બરસે, બેવસ મનુવા દઈ કો તરસે; મન તડપત હૈ હર શામ. હે રામ આતે હૈં જો દિલ મેં રામ, આરામ તભી તો હોતા હૈ, દિલમેં નહીં જો તેરે રામ , આરામ કહાં સે હોતા હૈ ? હે રામ રજકણ તારા એમ રખડશે, જેમ રખડતી રેત રે; પછી નર તન પામીશ ક્યાં ? – ચેત ચેત નર ચેત રે. હજી કાળા કેશ મટી ગયા ને, સર્વે બન્યા શ્વેત રે; જોબન જોર જતું રહ્યું હવે, ચેત ચેત નર ચેત રે, હજી માટે મનમાં સમજીને તું, વિચારીને કર વેંત રે; ક્યાંથી આવ્યો ? ક્યાં જવું તારે ? ચેત ચેત નર ચેત રે. હજી શુભ શિખામણ સમજીને ભાઈ, પ્રભુ સાથે ક્ર હેત રે; અંતે અવિચળ એ જ છે સાચો, ચેત ચેત નર ચેત રે. હજી ૨૦૪૦ (રાગ : યમન) પળની તારી પ્રીત પપીહાં, ક્ષણનું તારું ગીત. ઉપવનના આ બુલબુલ સંગે (૨) ઉડ્યું તું ઉર તણાં ઉમંગે; ઉષા ખીલી ત્યાં સુંદર રંગે (૨) ત્યાં તું ઉડે અતીત. પળની સુખના સપના પલમાં પલકે (૨) બુલ બુલ રડતું સરીતા તટે; સ્વપ્ન મૂરતને ધીરેથી રટે (૨) શાશ્વત વિરહ પ્રતીત. પળની ૨૦૩૯ (રાગ : ભૂપાલી) પરલોકે સુખ પામવો તું કર સારો સંકેત રે; હજી બાજી છે હાથમાં તારા , ચેત ચેત નર ચેત રે. ધ્રુવ જોર કરીને જીતવું એતો , ખરેખરું રણ ખેત રે; દુશ્મન છે તુજ દેહમાં ભાઈ, ચેત ચેત નર ચેત રે. હજી ગાફીલ રહીશ ગમાર તું તો, ફોગટ થઈશ જેંત રે; હવે જરૂર હોશિયાર થઈ તું, ચેત ચેત નર ચેત રે. હજી તન ધન તે તારા નથી ને, નથી પ્રિયા પરણેત રે; પાછળ સહુ રહેશે પડ્યા માટે, ચેત ચેત નર ચેત રે. હજી પ્રાણ જશે જ્યાં પિંડથી ત્યારે, પિંડ ગણાશે ખેત રે; માટીમાં માટી થઈ જશે, ચેત ચેત નર ચેત રે. હજી રહ્યા ન રાણા રાજીઆ ને સુર નર મુનિ સમેત રે; તું તો તરણા તુલ્ય છે માટે, ચેત ચેત નર ચેત રે. હજી || પ્રેમ ન બાડી ઉપજે, પ્રેમ ન હાટ બિકાય | રાજા પરજા જેહિ રૂચે, શીશ દેઈ લે જાય | ભજ રે મના ૧૨૨૮ ૨૦૪૧ (રાગ : લલિત છંદ) પ્રણામિને કૃપાનાથને ભજું, દૂરિત વાસના સર્વે હું તજું; પ્રભુ બચાવશો પાપ કર્મથી, શરણ રાખશો હે દયાનિધિ. (૧) સકલ કાર્યમાં તુજ સહાયતા, અતિ અવશ્ય છે હે જગતપિતા; મુક્તિ આપશો શુદ્ધ ચિત્ત અતિ, શરણ રાખશો હે દયાનિધિ. (૨) અસત્ય માર્ગથી વૃત્તિ વાળશો, દિન પર દયા નાથ લાવશો; ભવપતિ કરો મુજ ઉન્નતિ, શરણ રાખશો હે દયાનિધિ. (3) પ્રિયતમકો પતિયાં લિખું, જો કહું હોય વિદેસ તનમેં મનમેં નૈનમેં તાકો કહા સંદેશ ૧૨૨૦ ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy