________________
તુજ ભક્તિની મસ્તીમાં હું, મસ્ત બનીને ગાઉં, તુજ ચરણોમાં શીશ ઝુકાવી, ભક્તિ જ્યોત જલાઉં; આ પામરને પ્રભુ તારાથી, પ્રીત રે બંધાણી. પથ્થરનેટ
૨૦૩૪ (રાગ : મિશ્ર ઝીંઝોટી) પરકમ્મા કરીને લાગું પાય રે, સદ્ગુરૂજી મારા; તમો મળ્યાથી મહા સુખ થાય રે, વિશ્વભર વો 'લા, ધ્રુવ ભટકી ભટકીને આવ્યો શરણે રે, સદગુરૂજી મારા; રાખો તમારે ચરણે રે, વિશ્વભર વા'લા. પરકમ્મા દીનબંધુ દીન પ્રતિપાળ રે, સદ્ગુરૂજી મારા; હું છું અજ્ઞાની નાનું બાળ રે, વિશ્વભર વા'લા. પરકમ્મા નજરો કરો તો લીલા નિરખું રે, સદ્ગુરૂજી મારા; હૃદયકમળમાં ઘણું હરખું રે, વિશ્વભર વા 'લા, પરકમ્મા માયાના બંધથી છોડાવો રે, સદ્ગુરૂજી મારા; ભક્તિના ભેદ બતાવો રે, વિશ્વભર વા'લા, પરકમ્મા ત્રિવિધ તાપ શમાવો રે, સદગુરૂજી મારા; ભવસાગર પાર ઉતારો રે, વિશ્વભર વા'લા. પરકમ્મા) તૃષ્ણાના પૂરમાં તણાયો રે, સદ્ગુરૂજી મારા; બૂડતાં બાંય મારી ગ્રહો રે, વિશ્વભર વા'લા. પરકમ્મા
૨૦૩૬ (રાગ : કેદાર) પરમ પુનિત તવ ચરણ કમલમાં, ઝૂકે મસ્તકે મારું, કરુણાસાગર કરુણા કરજો (૨) શરણ ચરણ હું રાચું.
પ્રભુ દૂર કરો એંધારું (૨). ધ્રુવ અર્જ પ્રીતથી નિશદીન કરૂં છું, સ્નેહ સુધા રસ ઉરમાં ભરૂં છું; ભક્તિ ભાવથી અંતર મારું, તુજ ચરણે ઓવારૂં. પ્રભુo રોમ રોમ ઉલસે છે મારા, ખુલી પડળ તિમિર અંધારા; કરૂણારસથી સભર તુજ મૂર્તિ, મુજ અંતરમાં નિહાળું. પ્રભુ
૨૦૩૫ (રાગ : લલિતગૌરી) પરમકૃપાળુ સ્વામી તારી, સાચી ભક્તિ જાણી, પથ્થરને પણ કરતી પાણી , એવી તારી વાણી. ધ્રુવી આ સંસારે સૌને ગમતું, એક જ નામ તમારું, તુજ ભક્તોને લાગે એ તો, પ્રાણથી અધિક પ્યારું; તુજ ભક્તિનાં ગીતો ગાતાં, કરતાં ભક્તિ લ્હાણી. પથ્થરનેo પાપી તારા ચરણે આવી , એ પાવન થઈ જાયે, કરૂણાસિંધુ ઓ રે કૃપાળુ, આ પામર તુજ ગુણ ગાયે; ઓ વીતરાગી ! આ કાયા તારી, ભક્તિમાં રંગાણી . પથ્થરને૦ રાઈ બાંટા બીસવાં, ફિર બીસનકા બીસ
ઐસા મનુવા જો કરે, તાહિ મિલે જગદીશ ભજ રે મના
૧ર૩૬
૨૦૩૭ (રાગ : યમન કલ્યાન) પરોઢિયે નિત ઊઠીને લેવું ઈશ્વર નામ, દાતણ કરી નાહ્યા પછી કરવા પાઠ તમામ; કહ્યું કરો મા બાપનું, દો મોટાને માન , ગુરૂને બાપ સમા ગણો, મળશે સારૂ જ્ઞાન. (૧) જૂઠું કદી ન બોલવું, તજવું આળસ અંગ, હળીમળીને ચાલવું, રાખો સારો સંગ; આસપાસ આકાશમાં, અંતરમાં આભાસ, ઘાસચાસની પાસ પણ, વિશ્વપતિનો વાસ. (૨) ભોંયમાં પેસી ભોંય રે, કરીએ છાની વાત, ઘડીએ મનમાં ઘાટ તે, જાણે જગનો તાત; ખાલી જગ્યા ખોળીએ, કણી મૂકવા કાજ, ક્યાંયે જગતક્ત વિના, ખાલી ના મળે ઠામ. (૩)
યહ તન વિષકી વેલડી, ગુરુ અમૃતકી ખાન શીશ દિયે જો ગુરુ મિલે તો ભી સસ્તા જાન
૨૨)
ભજ રે મના