________________
૨૦૩૦ (રાગ : દેશી ઢાળ) મનોહરદાસ જેનો કાળ તે કિંકર થઈ રહ્યો, મૃગતૃષ્ણા જળ ઐલોક;
જીવ્યું ધન્ય તેહનું. ધ્રુવ દાસી આશા પિશાચી થઈ રહીં, કામ ક્રોધ તે કેદી લોક જીવ્યુંo દીસે ખાતાં પીતાં ને બોલતાં, નિત્યે છે નિરંજન નિરાકાર. જીવ્યું, જાણો સંત સલુણા તેહને, જેને હોય છેલ્લો અવતાર. જીવ્યુંo જગપાવનકર તે અવતર્યા, અન્ય માત ઉદરનો ભાર. જીવ્યુંo તેને ચૌદ લોકમાં વિચરતાં, અંતરાય કોઈયે નવ થાય. જીવ્યુંo રિદ્ધિ સિદ્ધિ તે દાસીઓ થઈ રહી, બ્રહ્માનંદ હૃદયે ન સમાય. જીવ્યુંo
૨૦૩૨ (રાગ : ભૈરવી) નિજ રૂપમાં હું, મસ્ત છું, પરવા મને નહીં કોઈની; હું સર્વ રીતે પૂર્ણ છું, આશા મને નહીં કોઈની. ધ્રુવ નિજ આતમાના રંગમાં, આજે હું રંગાઈ ગયો; અજ્ઞાનને ઓકી દઈ, હું બે મટી એક જ થયો. નિજ શૂરા હશે તે આવશે, પૂરા હશે તે પરખશે; શૂરા નહીં પૂરા નહીં, તેને જગત ભરખી જશે. નિજ કામ નહીં ક્રોધી નહીં, લોભી નહીં લંપટ નહીં; એના ઉપર રાજી રહું, જેના મહીં ખટપટ નહીં. નિજ જે કંઈ દીસે છે તે નહીં, માયા તણી મેદાનમાં; છોડી અસત્ સને મળ્યો, સમજી ગુરુની સાનમાં. નિજ સત્સંગથી સર્વસ્તુની, પ્રાપ્તિ કહી વેદો મહીં; શબ્દો વળી ગુરુદેવનાં, સાચા પડ્યાં આજે અહીં. નિજ સની જ સમશેરો ગ્રહી, ખેલો તમે સંસારમાં; માથા ઉડાવી દંભનાં, ડૂબો પ્રભુના પ્યારમાં. નિજ
૨૦૩૧ (રાગ : મલ્હાર) નામ હૈ તેરા તારણહારા , કબ તેરા દરશન હોગા ? જિનકી પ્રતિમા ઇતની સુંદર, વો ક્તિના સુંદર હોગા. ધ્રુવ સુરનર મુનિવર જિનકે આગે, નિશદિન શિશ ઝુકાતે હૈ, જો ગાતે હૈ પ્રભુ કી મહિમા, વો સબ કુછ પા જાતે હૈ અપને કષ્ટ મિટાને કો તેરે, ચરણોંમેં વંદન હોગા. જિનકી તુમને તારે લાખો પ્રાણી, યે સંતોકી વાણી હૈ, તેરી છબી પર મેરે ભગવન , યે દુનિયા દિવાની હૈ; રૂમઝૂમ તેરી પૂજા રચાયે, મંદિરમેં મંગલ હોગા. જિનકી તીન લોકક્કા સ્વામી તૂ હૈ, તું જગતકા દાતા હૈ, જનમ જનમસે યે મેરે ભગવંત, તેરા મેરા નાતા હૈ; ભવસે પાર ઉતરને કો મેરે, ગીતોંકા સરગમ હોગા. જિનકી)
૨૦૩૩ (રાગ : ચંદ્રકષ) નૈન હીનકો રાહ દિખા પ્રભુ ! પગ પગ ઠોકર ખાઊં મેં. ધ્રુવ તુમરી નગરિયાંકી કઠિન ડગરિયા , ચલતે ચલત ગિર જાઊં મેં. નૈન, ચહું ઓર મેરે ઘોર અંધેરા; ભૂલ ન જાઊં દ્વાર તેરા. નૈન, એકબાર પ્રભુ હાથ પકડ લો; મનકા દીપ જલાઊં છે. નૈન
આત્મા ઔર પરમાત્મા અલગ રહે બહુ કાલ સુંદર મેલા કર દિયા, સદગુરુ મિલા દલાલ
પોથી પઢ પઢ જગ મુવા, પંડિત ભયા ન કોય ઢાઈ અક્ષર પ્રેમ કે પઢે સો પંડિત હોય
ભજ રે મના
૧૨૨૫
ભજ રે મના