________________
૨૦૧૬ (રાગ : ભૈરવી) દયાલુ ગુરુ સે દયા માંગતે હૈ, અપને દુ:ખોની દવા માંગતે હૈં. ધ્રુવ નહીં હમસા કોઈ અધમ ઔર પાપી, ના સત્કર્મ હમને કિયે હૈં કદાપી; કિયે નાથ હમને હૈ અપરાધ ભારી , ઉનકી હૃદયસે ક્ષમા માંગતે હૈ. દયાલુરુ ગુરુ તેરી ભક્તિમેં મન યે મગન હો, નિજાતમ ચિંતનકી હરદમ લગન હો; મિલે સત્ સમાગમ કરે આત્મ ચિંતન, યે વરદાને ગુરુવર સદા માંગતે હૈ. દયાલુo
૨૦૧૭ (રાગ : જેતશ્રી) દીવામાં દિવેલ ખૂટયું, હવે નથી વાર, મૂરખ ! મનમાં વિચાર, તું જાણે હું જથ્થાવાળો, પુત્રોનો પરિવાર; માથા ઉપર મરણ ભમે, કોપી રહ્યો કાળ.
મૂરખ ! મનમાં વિચાર તું જાણે હું શૂરો થઈને બાંધુ છું તલવાર; ઓચિંતી આવી પડશે જમ કેરી ધાડ.
મૂરખ ! મનમાં વિચાર જુવાનીનું લટકું આવ્યું, દહાડા રહેશે ચાર; મનમાં મસ્તાનો , છોગાં મેલે ચાર.
- મૂરખ ! મનમાં વિચાર ઊંચા મંદિર - માળિયાંને ગોખનો નહિ પાર; દેહમાંથી પ્રાણ જશે, કાઢે ઘરની બા'ર.
મૂરખ ! મનમાં વિચાર લીલા વાંસની ઠાઠડીને શ્રીળ બાંધ્યા ચાર; દાભની દોરીએ બાંધ્યો, ઊંચન્નારા ચાર,
મૂરખ ! મનમાં વિચાર મસાણમાં ચેહ ખડકી, છાતી ઉપર ભાર; સોનાવરણી દેહ જ્યારે થઈ જાશે ખાખ.
મૂરખ ! મનમાં વિચાર
જમરાજા નાખશે તને નરક મોઝાર; સાચા ગુરૂ સેવ્યા વિના કોણ કાઢે બહાર ?
મૂરખ ! મનમાં વિચાર આવ્યો ક્યાંથી આત્મા ? તેનો કરી જો વિચાર; રામનામને સેવ્યા થકી ઊતરે ભવ-પાર,
મૂરખ ! મનમાં વિચાર ૨૦૧૮ - આરતી (રાગ : યમન) દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો, જ્ઞાન દીવો પ્રભુ તુજ ચિરંજીવો. ધ્રુવ નિશ્ચય દવે પ્રગટે દીવો, પ્રગટાવો ભવિ દિલમાં દીવો. દીવો પ્રગટ દીવો જ્ઞાની પરમાત્મા, તેને અર્પણ હો નિજ આત્મા. દીવો બહિરાતમતા તજી પ્રભુ શરણે, બનો અંતરાત્મા પ્રભુજીને સ્મરણે. દીવો પરમાતમતા નિશદિન ભાવે, આતમ અપર્ણતા તો થાવે. દીવો આત્મભાવના સતત અભ્યાસે, નિજ સહજાન્મસ્વરૂપ પ્રકાશે. દીવો આત્મદ્રષ્ટિ દીવો ઝળહળતો, પ્રગટ્યો ઉરમાં જન્મ સફળ તો. દીવો શ્રીમદ્ સર્ગુરૂ રાજકૃપાથી, સ્વરૂપસિદ્ધિ સાધે મોક્ષાર્થી. દીવો
૨૦૧૯ (રાગ : પ્રભાતી). દૃષ્ટિ ત્રાટક કરી ઈશને નિરખતાં, તેજ આનંદની છોળ ઊડે; હૃદય સંસ્કારી ને શુદ્ધ કોમળ બને, દુષ્ટ વિચારના માળ બૂડે. ધ્રુવ સળગતો અગ્નિ જેમ કાષ્ટને બાળતો, તેમ પ્રભુ દર્શને પાપ બળતાં; ચંદ્ર કિરણ સમી સૌમ્ય પ્રિય દૃષ્ટિથી, મોહ મદ દર્પ અંધાર ટળતાં. દૃષ્ટિ આત્મારામ તું આવ ઘટમંદિરે, બેસવા હૃદય બાજોઠ ઢાળું; પુનિત તારાં કુસુમ કોમળા ચરણને, નયનનાં અશ્રુથી હું પખાળુ. દૃષ્ટિo તમસમાં આથડી આંખ થાકી ગઈ, દિવ્ય જ્યોતિ તણાં દાન દેશ; સિંધુ તોફાન ઝોલે ચઢી નાવડી, ડૂબતાને પ્રભુ ! તારી લેશો. દૃષ્ટિ કાળ રાત્રિ તણા શ્યામ ઘન-વ્યોમમાં, તું જ પ્રભુ ચમક્તો એક તારો; ભીખ સહરા રણે શીતળ અમી ઝરણ તું, એક વિશ્રામ તું પ્રાણ પ્યારો. દૃષ્ટિo
ભક્તિ દ્વાર હૈ સાંકડા, રાઈ દસમા ભાયા મન જબ માવત હો રહા, ક્યોં કર સકે સમાય ? ૧૨૧)
ભજ રે મના
મન ઠહરા તબ જાનિયે, અનસૂઝ સબૈ સુઝાય | જ્યોં અંધિયારે ભવનમેં, દીપક બાર દિખાય.
| ભજ રે મના
૧૨૧