________________
૧૯૭૬ (રાગ : બંગાલભૈરવ)
જુઓને આ કાયાના કોડિયાના ઘાટ, એ જી એનો ઘડનારો છે, જગન્નાથ. ધ્રુવ
એક તો કોડિયું પોતે પુરાણું, એમાં પડી ગઈ તિરાડ; તેલ ટપકતું રહ્યું પળેપળ, ક્યાં સુધી જલશે વાટ ? એ જી૦ સંસારની સફરે નીકળ્યા આતમરામ, પહોંચ્યા હરીને હાટ, રૂપ ને રંગ જોઈ, ખરીદ્યું કોડિયું, જોયું ના વળી ગયો કાટ. એ જીવ કોડિયાની કોડીની કિંમત નથી તોયે, લખપતી એમાં લોભાય, તૂટશે કોડિયું દિપક બૂઝાશે, લાગશે કાળની થપાટ. એ જીવ કોડિયાની કેદમાં કોણ પુરાયે, જાણે એનો જ પ્રભાવ, અનંત આત્માએ છોડ્યું આ કોડિયું, પહોંચ્યા એ મુક્તિને ઘાટ. એ જી૦
૧૯૭૭ (રાગ : ભીમપલાસ)
જેના મુખમાં રામનું નામ નથી, એનો મનુષ્ય તણો અવતાર નથી; જેને હરિ કીર્તનમાં પ્રેમ નથી, તેને શ્રી હરિ કેરી રહેમ નથી. ધ્રુવ
જેને સંત સેવામાં તાન નથી, તેને આ જગમાં હે માન નથી; જેની સેવામાં શાલીગ્રામ નથી, તે સમજ્યા ખરા પણ સાન નથી. જેના
જેને ખરાખોટાનું ભાન નથી, તેને વૈકુટમાં વિશ્રામ નથી; જેને રૂદિયામાં પ્રભુ રામ નથી, તેને સંસારમાં સુખધામ નથી. જેના૦ જેના ઘરમાં નીતિ ધર્મ નથી, તેના ઘટમાં કશું એ મર્મ નથી; જેના મુખમાં સીતારામ નથી, તેના અંતરમાં આરામ નથી. જેના૦
દુનિયા આની જાની ફાની જોર જુવાની તારી જાવાની, ના કર નાદાની પ્રીત પિછાણી કર પહેચાની માવાની; તારા મનની માની નથી થવાની, અક્ક્સ વિનાના અભિમાની, હાથી હોદ્દાની કર ના ગુમાની, કહી ગ્યા જ્ઞાની સંતજ્ઞાની.
ભજ રે મના
ગુરૂ મહિમા ઉઠી પ્રાત:કો, પઢે પ્રીત મન લાઈ; તીરથ તપ વ્રત નેમ ફળ, સો જન સુગમહીં પાઈ.
૧૧૯૬
૧૯૭૮ (રાગ : સિંધભૈરવી)
જો તૂ હૈ સો મૈં હું, જો મેં હું સો તૂ હૈ; ના કુછ આરઝુ હૈ, ના કુછ જુસ્તજું હૈ. ધ્રુવ બસા રામ મુઝ મે, મૈં અબ રામ મે હું; ના ઈક હૈ, ના દો હૈ, સદા તૂ હી તૂ હૈ. જો ઊઠા જબ કી માયા કા પરદા યે સારા; કિયા ગમ ખુશીને હી મુજસે કિનારા. જો
ઝુબા કો ન તાકત, ન મનો રસાઈ; મિલી મુજકો અપની હી ખુદ બાદશાહી. જો
૧૯૭૯ (રાગ : છાયા ખમાજ)
તન તો મંદિર હૈ, હૃદય હૈ બિંદાબન, બિંદાબન મેં હૈ બસે, રાધિકા કિશન, તન તો મંદિર હૈ. હરે કૃષ્ણ
પ્રેમ હીં તો પ્રેમ હી હૈ
પ્રેમ હી પ્રભુ કા નામ,
તીર્થ હૈ, પ્રેમ ધર્મ હૈ, અર્ચના, પ્રેમ કર્મ હૈ,
પ્રેમ હી ભજન, તન તો મંદિર હૈ.
કામના કો ત્યાગ, ભક્તિ રાહ પે તું ચલ, વાસના મેં ક્યું જલે ? આરતી સા જલ, આતમા મરે નહિ, તન કા હો નિધન, તન તો મંદિર હૈ.
જગ તો અંધકાર હૈ, ઇસસે તું નિકલ, જ્ઞાન કા પ્રકાશ કર, મોડ તું સંભલ, રાધાકૃષ્ણ કે ચરનમેં, નિત્ય કર નમન, તન તો મંદિર હૈ.
ગુરૂ મહિમા કેતા કહોં, જાકો નાવત અંતઃ અગમ અગાધ અનંત જહીં, પાર નહીં દરસંત.
૧૧૯૦
ભજ રે મના