________________
ચાર દિનોકી હે જીંદગાની (૨) મન કરતા ફિર ભી મનમાની, આંખ હૈ ફિર ભી હૈ અંધા (૨) હર મનુજકી એહી હૈ કહાની; મૈં તુમ્હે આયા હું સમજાને (૨) મૈં તુમ્હે આયા હું જગાને. જાગો
૧૯૬૫ (રાગ : હિંદોલ)
નયન ખોલો નમણાં; સુતા રહેશો ક્યાં સુધી ? ધ્રુવ લાંબી લાંબી રાત ઊતરી, આથમણા ઓવારે (૨), રતુમડા કાંઈ કિરણ ફૂટયાં, ઊગમણી પગથારે; આવે છે અણમોલા ભાણ (૨), નયન ખોલો નમણાં (૨). સુતા૦
જાગો મારા પ્યારા પ્રાણ,
ખૂબ સંઘર્યું અંધારાને, ધોને હવે જાકારો (૨), આંગણ ઊભું અજવાળું એને અંતરથી આવકારો; જો જો ના રૂઠે મહેમાન (૨), નયન ખોલો નમણાં(૨). સુતા૦
ચેતનવંતા મીઠા સુરમાં, ચોઘડિયાં ચેતાવે (૨), આવી ઉષા જીવનમાં, ફરી આપે કે ના આવે; ચાલ્યાં જાશે આ વરદાન, નયન ખોલો નમણાં. સુતા૦
૧૯૬૬ (રાગ : માલકૌંશ)
જાગ્યો રે આતમા ! આશ જાગી, મુક્તિના અમૃતની પ્યાસ જાગી, અભિલાષ જાગી. ધ્રુવ જ્યારે આતમનો દીવડો જાગે, ત્યારે વૈભવ અળખામણા લાગે, લાગે ખારો સંસાર, લાગે પ્યારો અણગાર; એને સંયમના પંથની લગની લાગી. જાઓ જ્યારે આતમનો દીવડો જાગે, ત્યારે બંધન સંસારના ત્યાગે, ત્યાગે સખીઓનો પ્યાર, ત્યાગે સઘળો પરિવાર; એણે વસ્ત્રાલંકારોની પ્રીત ત્યાગી. જાઓ
ભજ રે મના
બહુત પુન્યકર મિલત હય, જ્ઞાનીકો સંગ આય; સબ ગ્રંથનકો તત્ત્વ સો, પલમેં દેત બતાય. ૧૧૯૦૦
જ્યારે આતમનો દીવડો જાગે, ત્યારે અંધારા દૂર દૂર ભાગે, ભાગે પાતકનો ભાર, ભાગે અવગુણની જાળ; એના મારગના કંટકો જાય ભાગી. જાઓ
જ્યારે આતમનો દીવડો જાગે, ત્યારે સદ્ગુરુનો આશરો માગે, માર્ગ કર્યાંનો નાશ, માર્ગ શિવપુરનો વાસ; એણે ભવભવના દુઃખમાંથી મુક્તિ માગી. જાઓ
૧૯૬૭ (રાગ : કાફી હોરી)
જાણનારનો રંગ બરસ રહ્યો રે,
મેં ભીગ ગયો આહા, મેં ભીંગ ગયો રે; આનંદ અમૃત બરસ રહ્યો રે. ધ્રુવ જ્ઞાનમયી જ્ઞાયક પરમાત્મ સ્વરૂપ, શક્તિ અનંતોમયી એકરૂપ; મેં તો શક્તિમયી દ્રવ્યમેં, પ્રસર ગયો રે. આનંદ૦ ભાવાન્તરોસે ન્યારા હૈ આત્મા, સ્વયં મુક્ત હૈ જ્ઞાયક પરમાત્મા; પારિણામિક શુદ્ધ, વિલસ રહ્યો રે. આનંદ૦ આનંદમયી મહાસાગર શુદ્ધાત્મા, સ્વયં તૃપ્ત હૈ તૃપ્ત આત્મા;
તૃપ્તિ સાગરમેં ઐસે, મગન ભયો રે. આનંદ૦
કર્યુંકા કર્તા ન ભોક્તા હૈ આત્મા, અત્યંત ન્યારા હૈ જ્ઞાયક યે આત્મા; મોહે શુદ્ધ ચિદાનંદ, જણાઈ રહ્યો રે. આનંદ૦
ચિત્ સ્વરૂપ તો ચિત્ સ્વરૂપ હૈ, આનંદ વચનાતીત રૂપ હૈ;
આહા સાક્ષાત અમૃત, બરસ રહ્યો રે. આનંદ૦ કર્તૃત્વ બુદ્ધિ વિનશ ગઈ હૈ રે, જ્ઞાતૃત્વ શક્તિ પ્રગટ ભઈ હૈ રે;
યે જ્ઞાતા કેવલજ્ઞાનકો, બુલાઈ રહ્યો રે. આનંદ૦
મિત્ર, પુત્ર, ધન, કામીની, જયસે પ્યારી તોય; તેસે પ્યારે હરિ લગે, યાર્ડે ભક્તિ ન કોય.
૧૧૯૧
ભજ રે મના