________________
૧૯૬૧ (રાગ : સાવેરી)
જાઊં કહાં તજ ચરણ તિહારી.
ધ્રુવ
મેં જગ પાપી ઔર નહીં હૈ, તુઝસા દાતા ઔર નહીં હૈ; મૈં પગ પગ પર ઠોકર ખાઊં, તૂ પગ પગ પર મુઝે ઉબારે, જાઉં તેરે મનમેં પ્રેમકા સાગર, મેરે શિર પર પાપકી ગાગર; મૈં હૂં જનમ જનમ દુઃખિયારા, તૂ પ્રભુ જનમ જનમ દુઃખ ટારે. જાઉંo અવગુણ મેરે ચિત્ત ન લાના, મેરી પૂજા મત ઠુકરાના; મૈં સેવક તૂ સ્વામી મેરા, મૈં ડૂબું તૂ લગા કિનારે, જાઉં તૂ જાગે મેં સો જાતા હૂં, જગત જાલમેં ખો જાતા હૂઁ; ચરણધૂલમેં પડે રહને દે, યહ નિર્દોષ બડભાગ્ય હમારે. જાઉં
૧૯૬૨ (રાગ : માંડ)
જાગ જાગ તું જાગ, મનવા પામ્યો કષ્ટ અપાર; ગુરુકૃપાએ આવ્યો અવસર, સમજ મૂઢ ગમાર. ધ્રુવ ઇર્ષા વેરી મહાદુ:ખકારી, બાળે તારા પ્રાણ; ભવાટવીમાં અટકી ભટકી, કષ્ટનો છે નહીં પાર. ગુરૂ૦ આ જગમાં તું એકલપંથી, કોણ તારો સંગાથ ? પ્રભુના ચરણે આર્તહૃદયથી, વ્યથા તારી જણાવ. ગુરૂવ આવો અવસર ફી નહીં આવે, સાઘ તારૂ કલ્યાણ; પ્રેમ-ભક્તિની નાવ બનાવી, કર તું ભવ-જલ પાર. ગુરૂ૦ દિવ્ય પ્રેમનો પ્રકાશ થાતાં, દૂર થાય અંધકાર; પ્રભુકૃપાએ પાવન થઈને, કર તારો ઉદ્ધાર. ગુરૂ૦
ભજ રે મના
જેસી મીઠી લગત હય, ગ્રામ કથાકી ખ્યાત; અયસી લાગે હરિ કથા, તો તરવો કેતિક બાત.
૧૧૮૮૦
૧૯૬૩ (રાગ : તોડી) જાગી જોને જીવલડા તું એકલો આવ્યો ને એકલો જાવું; શું લઈ આવ્યો લઈ જાવું શું ? ધ્રુવ
મારું મારું કહીને મરતો, ન્યાય નીતિમાં ડગ નવ ભરતો; પાપતણું કાં ભાથું ભરતો. એકલો મનસુબાના ચણે મિનારા, મૃગજળ સમ એ લાગે પ્યારા, ચાર દિનના એ ચમકારા. એકલો ફૂડકપટની બાજી ખેલી, દેશો દેશે ચણી હવેલી; અંત સમયે જાવું મેલી. એકલો ઊગ્યો તે તો અસ્ત થવાનો, જન્મ્યો તે તો જરૂર જવાનો; અમર થયું ના, કોઈ થવાનો. એકલો૦ ક્ષણિક સુખમાં શું હરખાવું ? એક દિન અહીંથી અળગા થાવું; પંખી પેઠે ઊડી જાવું. એકલો૦
શ્વાસ લખ્યા તે જગમાં લેવા, પૂરા થતાં ના મળશે રે'વા; દેવ દરબારે હિસાબ દેવા. એકલો
૧૯૬૪ (રાગ : ભૂપાલતોડી)
જાગો ! અબ તો નિંદસે જાગો,
સોતે સોતે ઉમર ગુજારી (૨) અબ તો નિંદ સે જાગો. ધ્રુવ સબમેં એક હી મૂલ સમાયા (૨) એક વહી ભરપૂર સમાયા (૨), ધ્યાનકા અનમોલ ખજાના (૨) હર કોઈ સંગ લેકર આયા;
મેં નહીં આયા હું સીખાને (૨) મૈં તુમ્હે આયા હું જગાને. જાગો ધ્યાનકો કલ પર મત ટારો (૨) હોશ ભરા જીવન અપનાવો, પગ પગ પર હોતી પરીક્ષા (૨) જાગને કો ધર્મ બનાલો;
મૈં તુમ્હે આયાહું બતાને (૨) મૈં તુમ્હે આયા હું જગાને. જાગો૦
સબકે ગુરૂ સબકે ધની, સબકે સરજન હાર; તાકો ક્યોં ન સંભારિયે, ભવ જળ તારણ હાર.
૧૧૮૦
ભજ રે મના