SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાતમ કા દૂર ગાંવ હૈ, પહુંચે કૈસે ? થકે પાંવ હૈ; દુર્ગમ પથ પર ચલના દુર્ભર, તપ સંયમ કી બહેં બયારે. ઘાટ ધર્મધ્યાન કે સંવલ ન્યારે, પૂત ભાવ સે ઈસકો ધારે; વ્યસન-વિકારોં સે મલે હૈ, સબ સુધરે ઔર સ્વયં સુધારે, ઘાટ૦ ૧૯૪૦ (રાગ : ચલતી) ઘેલી તો ફરૂ રે ઘરમાં ઘેલી તો ફ; મારા પિયુજી વિનાની ઘરમાં ઘેલી તો ફરૂ. ધ્રુવ વહાલા રે વિનાની અમને ઘડી જુગ જેવી રે, જીવન વિનાની હું તો જુરી રે મરું; મારા વ્હાલાજી વિનાની ઘરમાં ઘેલી તો ફરૂ. મારા પ્રેમના પાહુલીએ પાડી પરવશ કીધાં રે, વચને વિંધાણી દિલની કોને રે કહ્યું; મારા પિયુજી વિનાની ઘરમાં ઘેલી તો ફરે. મારા૦ ભજ રે મના તન મન ધન તો મારૂં તમે હર્યું ત્રિકમા રે, નાથ વિનાની નયણે નીર તો ભરૂ; મારા પિયુજી વિનાની ઘરમાં ઘેલી તો ફરૂ. મારા૦ મનથી બંધાણી મારા ચિત્તથી વિંધાણી રે, પ્રિતમ આવે તો પ્રેમે પૂજાયું કરૂ; મારા પિયુજી વિનાની ઘરમાં ઘેલી તો ફરૂ. મારા માટીના ઘાટ જેવો, કાયાનો ઘાટ છે, ઓચિંતો એક દિન ભાંગે રે ભાંગે, જૂઠો આ ઠાઠ અને જૂઠો આ સાથ છે, જૂઠો સંસાર ભાઈ લાગે રે લાગે; માટે છોડી ભરમ કરો દયા ધરમ, તારો સૂતેલો આતમા જાગે રે જાગે, કર સેવાના કામ, રીઝે ‘ બિંદુનો' રામ, તારૂં જીવન તો લેખે, લાગે રે લાગે. મરદો ઔષધ મર્ણકા, હે નહિ કિન કે હાથ; રાવણ હરણાકંસ સબ, ગયે કાલકે સાથ. ૧૧૭૬ ૧૯૪૧ (રાગ : ઝીંઝોટી) કેશવ ચાલ તું વિચારી ચિત્ત, ચાલ તું વિચારી; હોય જે હિતોપદેશ, અંતરે ઉતારી. ધ્રુવ પાપના પ્રપંચને સદૈવ તું નિવારી; ધર્મ કર્મ માંહી ધ્યાન, શુદ્ધિ ધારી ધારી. ચાલ૦ દેહ તો મટુકી એક, ટક ફૂટનારી; જીવનની દોરી તેમ, તટક તૂટનારી. ચાલવ સદાચાર તણી ચાલ, સાવ તું વિસારી; જોર માં ન વો’ર મૂર્ખ, ખંતથી ખૂવારી. ચાલ૦ છોડી દે છકેલ મોહ, વૃત્તિને નઠારી; નીતિ રીતિ સદૈવ, કરી પ્રીતી સારી. ચાલ૦ કામ ક્રોધ લોભ મોહ, લોહની કટારી; સર્વે પ્રાણીને સદૈવ, ઠાર મારનારી. ચાલ પુણ્યના પ્રતાપથી જ, સદ્ગતિ થનારી; પુણ્યના પ્રતાપથી જ, દુર્ગતિ જનારી. ચાલ સતકૃતિ સદાય કરી, કિર્તીને વધારી; જેમ આ તરી જવાય, ભવ સાગર ભારી. ચાલ૦ ૧૯૪૨ (રાગ : દેવરંજની) ચાહ જગી મુઝે દર્શનકી, વીર ચરણ સ્પર્શનકી. ધ્રુવ વીતરાગ છવિ પ્યારી હૈ, જગ જનકી મન હારી હૈ; મૂરતિ મેરે ભગવનકી, ચાહ જગી નિજ દર્શનકી. વીર૦ કુછ ભી નહીં શૃંગાર કિયે, હાથ નહીં હથિયાર લિયે; ફૌજ ભગાઈ કરમનકી, ચાહ જગી મુઝે દર્શનકી. વીર૦ હાથ હૈ હાથ ધરા ઐસે, કરના કુછ ન રહા હૈસે; નાશા" દૃષ્ટિ લખો ઈનકી, ચાહ જગી મુઝે દર્શનકી. વીર૦ સમતા પાઠ પઢાતે હો, નિજી યાદ દિલાતે હો; ધન્ય દશા પદ્માસનકી, ચાહ જગી મુઝે દર્શનકી. વીર૦ જો શિવ આનંદ ચાહો તુમ, પ્રભુ સા ધ્યાન લગાઓ તુમ; વિપદ કટે ભવબંધનકી, ચાહ જગી મુઝે દર્શનકી. વીર૦ દર (૧) નાસિકાઅગ્ર તાડે નગારા કાલકા, સબ આલમકે શીશ; કાલ કબહી નહિ છોરહીં, જપ્યા વિના જગદીશ. ૧૧૭૦ ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy