________________
પ્રચંડ શક્તિ હતી છતાં પણ, પરમ શાંતતા ધારી, મનથી પણ નહિ ક્રોધ ચિત્તવ્યો, અજબ તિતિક્ષા તારી;
ઓ જયમંગળ કરનારા, તારા
૧૯૦૯ (રાગ : મધુકોંસ) ઓ... મેરે રોમ રોમમેં બસને વાલે રામ; જગત કે સ્વામી, ઓ અંતરયામી, મેં તૂજસે ક્યા માંગું (૨) ? ધ્રુવ આપકા બંધન તોડ ચૂકી હું, તૂજ પર સબકુછ છોડ ચૂકી હું ૨), નાથ મેરે મેં ક્યું કુછ સોચું ? તૂ જાને તેરા કામ; જગતકે સ્વામી હો અંતરયામી, મેં તુજસે ક્યા માગું ? મેરેo તેરે ચરનકી ધૂલ જો પાયે, વો કંકર હીંરા હો જાયે, ભાગ મેરે જો. મેંને પાયા, ઇન ચરણોમેં ધામ; જગત કે સ્વામી હો અંતરયામી, મેં તુજસે કયા માંગું ? મેરે ભેદ તેરા કોઈ કયા પહેચાને ? જો તુજસા હો વો તુજે જાને, તેરે કીયેક હમ કયા દેવે ? ભલે બ્રેકા નામ; જગતકે સ્વામી હો અંતરયામી, મેં તુજસે ક્યા માંગુ ? મેરેo
૧૯૧૧ (રાગ : બાગેશ્રી) ઓથ અમારે હૈ ગુરૂ ! એક જ આપની, આ અવનીમાં અવર નથી આધાર જો; સ્વાર્થરહિત શ્રેયસ્કર સ્વામી આપ છો, સઘળો બીજો સ્વાર્થ તણો સંસાર જો. ધ્રુવ મુજને ગુરૂજી આપ મળ્યા છો ભોમિયા, હવે મને ભય શાનો છે ? તલભાર જો; ચોર નહીં જ્યાં તેવે માર્ગે દોરજો, કરતા આવ્યા છો અગણિત ઉપકાર જોઓથ૦ મુજમાં ભક્તિ કરવાની શક્તિ નથી, વ્હાર કરો આ વાર સુણી ગુરૂદેવ જો; આશ્ચિતજનને પાળો છો પ્રભુ પ્રેમથી, ધન્ય ધન્ય હે ! પરમકૃપાળુદેવ જો. ઓથo
૧૯૧૦ (રાગ : લાવણી) ઓ સમતાના ધરનારા, તારા જીવન રહસ્યો ન્યારા; દુશ્મનને પણ પૂર્ણ પ્રેમથી ક્ષેમકુશળ પૂછનારા. ધ્રુવ સુખદુ:ખમાં તે સમતા રાખી, તું જ ખરો મહાવીર, ઉપસર્ગોના પહાડ તુટ્યા પણ, ડગ્યો નહિ જ લગીર;
ઓ વજ હૃદય ધરનારા. તારા ભાન ભૂલી ભરવાડે જ્યારે, ખીલા માર્યા કાને, રોક્યા નહીં હાથ લગારે, અડગ ઊભા નિજદ્યાને ;
ઓ હસતે મુખ રહેનારા. તારા ગોશાળાએ કરી ઘેલછા , તેજ લેગ્યા છોડી , સંહારકને ક્ષમા કરીને, દીધી શિખામણ થોડી;
- ઓ કરૂણાના કરનારા, તારા
૧૯૧૨ (રાગ : માલકોંs) અંતરયાત્રા કરાવો સતગુરુ, ભ્રાંતિ સકળને મિટાવો નિરંતર. ધ્રુવ આ સંસારનું સ્વરૂપ મેં જોયું (૨), આત્મ સ્વરૂપ બતલાવો. સદ્ધ આવરણો સૌ દૂર કરીને (૨), જ્યોતથી જ્યોત જલાવો. સદ્ધ અપૂર્ણતાના ભ્રમને ભગાડી (૨), પ્રેમ પિયુષ પીવડાવો. સદ્ધ શરણ તમારી આવ્યો બાલક (૨), બ્રહ્મસ્વરૂપમાં સ્થાપ. સદ્ય
રાગ વિના ગાયન વૃથા, વૃથા શક્તિવિણ રીસ; માનવી જન્મ વૃથા ઘણો, જો ન ભજ્યા જગદીશ.
૧૧૬૦
દીપ વૃથા દિવસ વિષે, વૃથા દૂધ વિણ ગાય; | તેમ કૃષ્ણભક્તિ વિના, વૃથા શોભતી કાય.
૧૧૧
ભજ રે મના
ભજ રે મના