________________
૧૮૯૦ (રાગ : માંડ) આપ રીઝો એમ રાજી, હું તો આપ રીઝો એમ રાજી; આપ વચનમાં વહેતું જીવન, માંડું ભવની બાજી. ધ્રુવ પરમકૃપાળુ તમ હાથે દોરી કઠપૂતળી થઉં નાચી, અલટપલટ જે ચાહે કરજો, નહીં થાઉં ઉદાસી; આપ જ દેખું ! આંખોં મેં તો આપ નજરમાં આંજી . હુંo આપ ઈશારે મનને મરડું, આપ કહો તે સાચી , જે કંઈ હો તે મારા સ્વામી, આપ વચનમાં રાચી; નહીં ‘દાદ', ફરિયાદ નહીં ને, નહિ કોઈ મારા કાજી. હુંo
૧૮૯૨ (રાગ : લાવણી) આવ્યું આવ્યું અનુપમ નાવ, ભવજલ તરવાને; તૈયાર ભવિક જન થાવ , શિવસુખ વરવાને. ધ્રુવ મુક્તિપુરીના સર્વ પ્રવાસી, આનંદ ઉર ઉભરાય રે; ભવદરિયો બહુ દુ:ખેથી ભરિયો, તારક સદ્ગુરુ રાય, ભવજલ0 સત્ય સનાતન માર્ગ મોક્ષનો, કરવા જગ ઉદ્ધાર રે; તત્ત્વજ્ઞાની જખ્યા કળિકાળે , શાસનના શણંગાર, ભવજલ0 મુદ્રા શાંત સદા અવિકારી , સ્મરણ સહજ સુખધામ રે; વાણી મૃત સંજીવન કરતી, ભવિજન મન વિશ્રામ, ભવજલ૦ પરમકૃપાળુ દશા તમારી , પામરથી શું કળાય રે ! આત્માકાર અવસ્થા સ્વામી , મહાભાગ્યે પરખાય. ભવજલ૦ તુજ આજ્ઞા આરાધન કરતાં, લહીંશું નિજ પદ રાજ રે; રાજવચન જીવન મુક્તિપ્રદ, શુદ્ધિ સિદ્ધિ સુખસાજ, ભવજલ૦
૧૮૯૧ (રાગ : મારવા) આપનો મારા પ્રભુ ! મને છંદ ક્યારે લાગશે ? મને નાદ ક્યારે લાગશે ? આપનો ધ્રુવ દૃશ્યને જેમાં વિસારી, વિશ્વવૈભવ તુચ્છકારી; પ્રભુપદમાં લીન થનારી, મતિ ક્યારે જાગશે? મને આપ એક જ સર્વત્ર આપ જ, અન્ય વસ્તુ છે જ નહિ; એવું અનુભવી ક્લિષ્ટ મન , નિજ અહમ્ ક્યારે ત્યાગશે? મને સુખ તિલાંજલિ દેઈ તક્ષણ, નિજ જીવનને અર્પોને પણ; સર્વના બદલામાં ક્યારે, આપને એ માગશે? મને આપ વિણ ખાવું ન ભાવે , કાંઈ પણ કરવું ન ફાવે; વૃત્તિ એવી આપમાં ક્યારે, સુદઢ અનુરાગશે? મને મારા અંતર-મંદિરે કાંઈ, સ્મરઘંટ દિવ્ય સ્વરે; આપ મારા, આપ મારા, એવો ક્યારે વાગશે? મને આપ વિણ કશું સાંભરે ના, ના આપ વિણ બીજું સૂઝે; આપ પ્રભુથી નિતાંત મારો, ભેદ જ્યારે ભાંગશે? મનેo
તીરથમેં ફલ એક હય, સંત મિલે ફલ ચાર;
સષ્ણુરુ મિલે અનેક ફલ, કરતહિ કબીર બિચાર. ભજ રે મના
૧૧૫)
૧૮૯૩ (રાગ : ચલતી) આવ્યો દાદાને દરબાર કરો ભવોદધિ પાર; ખરો તું છે આધાર, મોહે તાર તાર તાર. ધ્રુવ આત્મ ગુણોનો ભંડાર, તારા મહિમાનો નહિં પાર; દેખ્યો સુંદર દેદાર, કરો પાર પાર પાર. આવ્યો તારી મૂર્તિ મનોહર, હરે મનનાં વિકાર; મારા હૈયાનો હાર, વંદું બાર બાર બાર, આવ્યો આવ્યો દેરાસર મોઝાર, કર્યા જિનવર જુહાર; પ્રભુચરણ આધાર, ખરો સાર સાર સાર. આવ્યો તુજ બાળને સુધાર, તારી લબ્ધિ છે અપાર; એની ખૂબીનો નહિં પાર, વિનંતી ધાર ધાર ધાર. આવ્યો રામકૃષ્ણ સમ કોન હય, ઉન ગુરુ સેવા કીન; તીન લોક તારન તરન, સો ગુરુ નિકટાધીન. ૧૧૫૧
ભજ રે મના