SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ હરિહર માંહે ભેદ ગણીને, વિતર્કવાદ વદાય નહીં; વેદ-શાસ્ત્ર. આચાર્યવરોનાં વચનો ઉલ્લંઘાય નહીં. હરિ નામ તણા અતુલિત મહિમાને, વ્યર્થ વખાણ મનાય નહીં; છે હરિનામ, હવે ડર શો? એમ જાણી પાપ કરાય નહીં. હરિ નિજ વર્ણાશ્રમધર્મ સાચવી, દુર્જન ધર્મ સજાય નહીં; પરનારી માતા સમ લેખી, કદી કુદૃષ્ટિ કરાય નહીં. હરિ તેમ પરધન પાષાણ ગણીને, મન અભિલાષ ધરાય નહીં; મન-વાણી-કાયાથી કોઈનું, કિંચિત્ કૂંડું થાય નહીં. હરિ હું હરિનો, હરિ છે મમ રક્ષક, એહ ભરોસો જાય નહીં; જે હરિ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. હરિ ઈતર નામ સરખું સાધારણ, હરિનું નામ ગણાય નહીં; લૌકિક ધર્મો સાથ નામને, કદીયે સરખાવાય નહીં. હરિ કર્યા કરૂં છું ભજન આટલું, જ્યાં-ત્યાં વાત વદાય નહીં; હું મોટો, મુજને સૌ પૂજે, એ અભિમાન ધરાય નહીં. હરિ આ સૌ પથ્ય હૃદયમાં રાખે, કદીયે પણ ભુલાય નહીં; નામરસાયણ સુખથી સેવે, તો તે એળે જાય નહીં. હરિ અલ્પ સમયમાં સિદ્ધિ મેળવે, ત્યાં સંદેહ જરાય નહીં; શ્રી ‘હરિદાસ’ તણા સ્વામીને, મળતાં વાર જરાય નહીં. હરિ હરિસિંહ ૧૮૨૯ (રાગ : ગઝલ) અગર હમ ઈલ્મ સૂફીકો, બરાબર જાનતે હોતે; ભટકતે ઔર દુનિયામેં, ન રહતે વાંહ હમ રોતે. ધ્રુવ ઝરો ઝેવર વ હશમતકા, હમેં ફિ ખ્યાલ ક્યોં હોતા ? ન રોતે દિલ ગુન્હાઓમેં, હમે તો મારતે ગોતે. અગર૦ ભજ રે મના પટી મિત્ર ન કીજિયે, અંતપેઠ બુદ્ધિ લેત; આર્ગે રાહ બતાયકે, પીછે ધોકા દેત. ૧૧૧ નશા બેખબ્રીકા ભારી હમેં વો કાં ‘અભી ઊતરા ? નહિ તો જહાન મેં પલ પલ, બુરે ફ્લ ક્યોં હમે બોતે ? અગર૦ કિતાબે એક દર્દી પઢકે, બડે પંડિત બન બૈઠે; મગર વો રઝ્ર ના પાયા, જો પાતે ક્યોં હમે ખોતે ? અગર૦ જિક્ર કર ઓમ્ કી દિલમેં, જગા વો નાદકો દેતે; સુષમણા કરતે તાબે મેં, ‘હરિકી' ધૂનમેં સોતે, અગર૦ હરીન્દ્ર દવે ભાવનગરના વતની હરીન્દ્ર દવેનો જન્મ કચ્છમાં આવેલા ખંભરા ગામમાં તા. ૧૯-૯-૧૯૩૦ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ જયંતિલાલ દવે હતું. વ્યવસાયે તેઓ પત્રકાર હતા. તેમનું અવસાન તા. ૨૩-૯-૧૯૯૫માં થયું હતું. ૧૮૩૦ (રાગ : શિવરંજની) ફૂલ કહે ભમરાને, ભમરો વાત કહે ગુંજનમાં; માધવ ! ક્યાંય નથી મધુવનમાં. કાલિન્દીના જલ પર ઝૂકી પૂછે કદંબડાળી, યાદ તને બેસી અહીં વેણું, વાતા'તા વનમાળી ! લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં; માધવ ! ક્યાંય નથી મધુવનમાં. કોઈ ન માગે દાણ કોઈની આણ ન વાટે ફ્રી, હવે કોઈ લજ્જાથી હસતાં રાવ કદી ક્યાં કરતી ! નંદ કહે જસુમતીને, માતા લાલ ઝરે લોચનમાં; માધવ ! ક્યાંય નથી મધુવનમાં શિર પર ગોરસમટુકી મારી વાટ ન કેમે ખૂટી, અબ લગ કંકર એક ન લાગ્યો ગયાં ભાગ્ય મુજ ફૂટી; કાજલ કહે આંખોને, આંખો વાત કહે અસુઅનમાં, માધવ ! ક્યાંય નથી મધુવનમાં. કબીર સોતે સોતે ક્યા કરે, ઉઠકે રામ સંભાર; એકદિન એસેં જાય ગો, લંબે પાંઉ પસાર. ૧૧૧૭ ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy