________________
હરિહર ભટ્ટ
૧૮૩૧ (રાગ : આશાવરી) એક જ દે ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી. ધ્રુવ ચકમક ચકમક લોઢું ઘસતાં, ખરચી જિંદગી સારી; જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી, મહાનલ૦ ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી, ન સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી, મહાનલ૦ ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી, વિશ્વાનલ ! હું અધિક ન માગું, માંગુ એક ચિનગારી, મહાનલ૦
૧૮૩૩ (રાગ : બહાર) ગુરૂપદ મહિમા જાની, જિસને સદ્ગુરૂ કિરપા પાઈ. ધ્રુવ ગુણ-ગ્રહણ પ્રમોદ રહ્યો અબ, અનુકંપા ઉર આઈ; મૈત્રી ભાવ જગ્યો સબ જગમેં, પ્રગટ કરૂણા પાઈ. ગુરૂ૦ આર્જવ, ક્ષમા, વિનય, સંતોષ અબ ઉરમેં આ ઠહરાઈ; માયા, ક્રોધ, માન, લોભ, સબ દૂરસે ભાગ દિખાઈ. ગુરૂ સંગુરૂ રૂપ બસ્સો હિરદયમેં, ગુરૂ ઉપદેશકો પાઈ; જપ, માલા, તપ, ત્યાગ ક્રિયા, સબ સમ્યક્રરૂપ સમજાઈ. ગુરૂ સત્ આનંદ સ્વરૂપ હૈ મેરો ગુરૂગમ સે ઉર લાઈ; સદગુરૂ ચરણમેં ‘હર્ષ’ ભયો જબ , સોહંમ ધૂન લગાઈ. ગુરૂ
હર્ષ
૧૮૩૨ (રાગ : ચલતી) અવસર દોહિલો ફેર નહી આવે, મત કર માન ગુમાન;
કરીલે તું ‘રામ’ ‘નામ'નું ધ્યાન. ધ્રુવ કાલ અનાદિથી તું રખડયો, ભવ ચોરાસીની માંય; મારગ સાચો હજી નહી પોખ્યો, ભટકીશ તું જગ ઝંઝાળ. કરીલે રાગ દ્વેષમાં છે અટવાયો, બાંધે છે કરમ અથાગ; નાશવંત આ જગ માયામાં, માને છે સુખ અપાર. કરીલે મળ્યો મનુષ્ય ભવ મોંઘેરો, શોધી લે તું સગુરૂ ઠામ; તન-મન સર્વે ચરણે ધરીને, કર તું સેવા નિષ્કામ. કરીલેo નિશદિન “હર્ષ” ઉમંગી બનીને , કર નિષ્ઠાથી ધ્યાન; નિર્મળતા હૃદયની થાશે ત્યારે, ભાળીશ તું આતમરામ, કરી લે
૧૮૩૪ (રાગ : આશાવરી) તૃષ્ણા ખાઈ બડી હૈ અંધેરી; દડત હૈ માયા કે પીછે, કરે મલિન મન તાહીં. ધ્રુવ પરધન દેખકે મન લલચાવે, લેવન જાત નઠારી; ઠરત ન દેખ જગતકો વિનાશી, સોચ કરે બહુ ભારી. તૃષ્ણા જ્ઞાની ધ્યાની સંત મહારથી, પટક દિયે પલ માંહી; યે તો હૈ દુ:ખ જનની ભાઈ, ભવ ભટકાવન હારી. તૃષ્ણા સત્ય, શૌચ ધન રખે જો કોઈ, માર સર્ક ન ઠગારી;
ક્યોં ન બિચારત ‘હર્ષ' તૂ ઉસકો ! ભજ અવિનાશ મુરારી. તૃષ્ણા નાભી કે કુમાર મેં તો કહુ કર જોડ મોહે, ભવ - ભયસે ઉબાર નિર્ભય કીજીએ, ક્રોધ માન માયા ઔર લોભસે છુડાય મોહે, વિનય, વિવેક પ્રેમ ભક્તિ દાન દીજીએ;
ઔર કી છડાકે આશ, સંતનકી રાખો પાસ, અરજ હૈ યહીં એક શરણમેં લીજીએ , ‘હરષ” કહે પુકાર, દેર ન કરો લગાર, વિનંતી સુનકે મેરી કૃપાસિંધુ રીઝીએ.
જુહાર જુહાર વણિક કહે, ન જાણે જાહાર કા ભેદ; ભેદ જાણે બિન રહત હે, આઠો પહોર બહુ ખેદ. ૧૧૧૭
ભજ રે મના
જ્ઞાનકા લક્ષણ ધ્યાન હે, ધ્યાનકા લક્ષણ ત્યાગ; ત્યાગના લક્ષણ શાન્તિ તપ, તો જાણો વિમળ વૈરાગ. |
૧૧૧૦
ભજ રે મના