________________
૧૮૨૫ (રાગ : ભૈરવ) જોબન કા મગરૂરી મત કરના, દિન ચારકા હૈ ચટકા; રૂપ દેખકે ક્યું મન રાચો ? રામ ભજન સે લ્યો લટકા. ધ્રુવ. ગયા સોઈ, આખર મરનેકા, રેનદિન તનમેં ખટકા; જાગેગા કોઈ વિરલા જોગી, નેન નીંદસે નહીં મટકા. દિન સાધુ-સંતકી સેવા કર લો, શબ્દ શાખ દિલમેં અટકા; નૂરત-સૂરકા દોર ને ચૂકો, ખરા ખેલ મ્યું હય નટકા. દિન સમજે વાકું સુખદ સહજ હૈ, અણસમજું; હૈ ભટકા; માર પડે તોય પાર ન પહોંચે, મન ધોરા તીર્થ અટકા. દિન આપકા આતમ તત્ત્વ વિચારો, સાહેબ સાથી સબ ઘટકા; પાર પાંચાઓ ‘હરિદાસ પલકમેં, મીટા ચોરાસી કા ભટકા. દિન
૧૮૨૭ (રાગ : રામકી) સાચા તે સંત તેને જાણીએ રે, જેમાં એવા ગુણ હોય; નિંદા સ્તુતિ તે કોઈની નવ કરે, સઘળું સમદ્રષ્ટ જોય. ધ્રુવ જેના તે દર્શન માત્રથી રે, ટળે પ્રપંચનું ધ્યાન; સ્મરણ કરાવે શ્રીકૃષ્ણનું, નસાડે રે અજ્ઞાન. સાચા ગુણલા તે ગાયે ગોવિંદના રે, પ્રફુલ્લિત મન થાય; નેત્રે પ્રવાહ વહે પ્રેમનો, હરખે હૃદય રુંધાય, સાચા પરદુ:ખ દેખી દાઝે ઘણું રે, નવ કરે કોઈનો દ્રોહ; ઇંદ્રિયજિત સાચા સદા, નવ પામે મન મોહ. સાચા સકલ ચરાચરને વિષે રે, વસ્યા દેખે ભગવાન ; શુભ ઇચ્છે સંસારનું, લેશ નહિ અભિમાન, સાચા નટવર ઝળકે નયનમાં રે, કાંતિ કરુણામય હોય; શાંત સ્વભાવે સંતોષ બહુ, દોષ કોઈ નો નવ હોય. સાચા) હરિજન વૈષ્ણવને વિષે રે, જેને અતિ ઘણું વહાલ; દઢ આશરો દીનતા ઘણી, બોલે વચન રસાળ. સાચા વિહ્વળતા વિઠ્ઠલેશ શું રે, હૃદયે શ્રીહરિનું ધ્યાન ; એવા તે શ્રીહરિના દાસના, ‘હરિદાસ’ ગુણ ગાય. સાચા
૧૮૨૬ (રાગ : પૂરિયા-ધનાશ્રી) મારે હૈયે તે આનંદ અપાર, મારા ગુરુજી પધારશે આંગણે. ધ્રુવ પ્રેમ-પુષ્પના હાર હૈયે ધરીશ, નયણાં ભરીને નીરખીશ નાથ. મારા ભાવે ભોજન બનાવીશ ભાતભાતનાં ખૂબ ખાંતે ખવડાવીશ મારે હાથ. મારા હું તો મસ્તક નમાવી ચરણે ધરીશ, પ્રેમે પૂજીશ ગુરુજીના પાય. મારા વા'લ કરી વા'લોજી મુજને પૂછશે, તારા અંતરના કેવા છે હાલ? મારા દુ:ખી રાખીશ નહિ તારા દિલમાં, સાચું કહેજે આવ્યો છે આ દાવ. મારાo હું તો મગ્ન થઈશ મારા મનમાં , લહેરો આનંદની ઊઠશે અપાર. મારા ભાન ભૂલું તો સખી સહુ વારજો, સાચી સમજણ આપજો સાર. મારા ‘હરિદાસ’ ઉપર દયા કરી વારે વારે લેજો સંભાળ. મારા
૧૮૨૮ (રાગ : ધોળ) હરિનું નામ રસાયણ સેવે, પણ જો પથ્ય પળાય નહીં; નામ-રટણનું ળ નવ પામે, ભવરોગ ટળાય નહીં. ધ્રુવ પહેલું અસત્ય ન વધવું. નિંદા પરની થાય નહિ, નિજ વખાણ કરવા નહીં સુણવાં, વ્યસને કશુંય કરાય નહિ. હરિ હરિજનને દુભાય ના જરીયે, હરિજન નિંદા થાય નહીં; ખલ આગળ હરિનામ તણા ગુણ, ભૂલ્ય પણ વણયિ નહીં. હરિ
નારી સબ નઠારી મત કહો, કોઈતો રતનકી ખાન; નારીસે નર ઉપના, ધ્રુવ પ્રદ્ધાદ સમાન.
૧૧૧છે
નિંદા હમારી જો કરે, મિત્ર હમારા સોય; સાબુ લેવે ગાંડકા, મેલ હમારા ધોય. || ૧૧૧૫
ભજ રે મના
ભજ રે મના