________________
સંતરામ
૧૮૧૮ (રાગ : બાગેશ્રી)
સાધો એસા સન્ત મોહિ ભાવે, જો સત્ ચિત નેહ લગાવે રે. ધ્રુવ પૂરણ અનુભવ જ્ઞાની જો દૃઢ વીતરાગી હોવે રે; પરહિત કરતા કાજ જરા અભિમાન ન ત્યારે રે. સાધો યોગ યુક્તિ નિજ અનુભવ સે, નિત જ્ઞાન દિરાવે રે; મલ વિક્ષેપ કે આવરણ હટા, માયા સે છુડાવે રે. સાધો
સોહં હંસા મંત્ર સુના, નિર્ભય મન લાવે રે;
બહિર વૃત્તિ કો ભેદ મિટા, નિજ સ્વરૂપ લખાવે રે. સાધો
સમદૃષ્ટિ સે દેખ દ્વૈત દિલ મેં ઘુટવાવે રે; બ્રહ્માનંદ કા પ્યાલા પી, ઔરન કો પિલાવે રે, સાધો
નિજ સ્વરૂપ મેં રમ રમ કે, અનુભવ બતલાવે રે; 의헌 સત્ય જગત મિથ્યા, નિશ્ચય કરવાવે રે, સાધો
સાક્ષી મેં ભરપૂર રહે, આનન્દ ઘન પાવે રે;
‘સન્તરામ' સદ્ભાગ્ય જગે, જબ સદગુરુ પાવે રે. સાધો
4
સૌભાગ્ય
૧૮૧૯ (રાગ : ભૂપાલી)
તુમ્હી હો જ્ઞાતા, દૃષ્ટા તુમ્હી હો, તુમ્હી જગોત્તમ, શરણ તુમ્હી હો. ધ્રુવ તુમ્હી હો ત્યાગી, તુમ્હી વૈરાગી, તુમ્હી હો ધર્મી, સર્વજ્ઞ સ્વામી; હો કર્મ જેતા, તીરથ પ્રણેતા, તુમ્હી જગોત્તમ, શરણ તુમ્હી હો. તુમ્હી તુમ્હી હો નિશ્કલ, નિષ્કામ ભગવન, નિર્દોષ તુમ હો, હે વિશ્વભૂષણ ; તુમ્હે ત્રિવિધ હૈ વન્દન હમારી, તુમ્હી જગોત્તમ, શરણ તુમ્હી હો. તુમ્હી તુમ્હી સકલ હો, તુમ્હી નિકલ હો, તુમ્હી હજારો હો નામ ધારી; કોઈ ન તુમસા હિતોપકારી, તુમ્હી જગોત્તમ, શરણ તુમ્હી હો. તુમ્હી
ભજ રે મના
સાધ મિલે સાહેબ મિલે, અંતર રહી ન રેખ; મનસા વાચા કરમણા, સાધુ સાહેબ એક.
૧૧૧૦
જો તિર સકે ના ભવ સિન્ધુ માંહી, ક્રિયા ક્ષણોં મેં હૈ પાર તુમને; બૈરી હૈ પાવન મુક્તિરમા કો, તુમ્હી જગોત્તમ, શરણ તુમ્હી હો. તુમ્હી જો જ્ઞાન નિર્મલ હૈ નાથ તુમમેં, વહી પ્રગટ હો વીરત્વ હમમેં; મિલે પરમપદ ‘ સૌભાગ્ય' હમો તુમ્હી જગોત્તમ, શરણ તુમ્હી હો. તુમ્હી
હરિ ૐ ૧૮૨૦ (રાગ : ગરબી)
કરી લે કમાણી હરિ નામની રે, આવો અવસર તને નહિ મળે માનવી. ધ્રુવ ભવ ભવની ભાવટ ભાગશે રે, થશે જીવનમાં કલ્યાણ તારું માનવી. કરી લેજ માયાના ખેલ જુઠા જાણજો રે, સાચું હરિનું નામ અલ્યા માનવી. કરી લે૦ દેહથી જીવ જ્યારે છૂટશે રે, માલ તારો લૂંટી ખાય બધા માનવી. કરી લેવ સાથે આવ્યા ન કોઈ આવશે રે, જેવો આવ્યો એવો જાય અલ્યા માનવી. કરી લે
નંદ શરણ લે શ્યામનું રે, બગડ્યા સુધરશે કામ તારાં માનવી. કરી લે૦
હરિ કહે છે ભાવથી રે, પાપ બધા થશે નાશ તારાં માનવી. કરી લે
૧૮૨૧ (રાગ : શ્યામકલ્યાન)
હરિ ધ્યાન હૃદયમાં ધરતો જા, સતકર્મનું ભાથું ભરતો જા; ધીરે ધીરે માયામાંથી છૂટતો જા, તું પ્યાર પ્રભુનો ભરતો જા. ધ્રુવ એ લક્ષચોરાશીનો ભાર હરે, વળી કાયાનું કલ્યાણ કરે; પરલોકે સુખનું સ્થાન મળે, એ જ્ઞાન કાંઈક તું લેતો જા. હરિ કોઈ આજ ગયા કોઈ કાલે જાશે, ને પલમાં જીવન પૂર્ણ થાશે; પાછળથી પસ્તાવો થાશે, અભિમાન હૃદયી હરતો જા. હરિ
આ વિશ્વ પતિની વાડી, ખીલ્યાં છે ફૂલડાં રસ ભીનાં; કોઈ આજ ખરે કોઈ કાલ, પણ તું સુગંધ તો લેતો જા. હરિ તને સુખમાં તો સૌ સાથી જડે, પણ દુ:ખમાં તો કોઈ ન આવી મળે, સુખ દુઃખના બેલી એક જ, શ્રી રણછોડ હૃદયથી રટતો જા. હરિ
ગુરૂ લોભી શિષ્ય લાલચી, દોનું ખેલે દાવ; દોનોં બૂડે બાપડે, ‘સો' એક પત્થર કી નાવ.
||
૧૧૧૧
ભજ રે મના