________________
કાપ્યા જીવ કોટીના ચોર્યાસી બંધનો, અભયતા આપી ભવ ભાંગ્યો યમદંડનો; બેલી ! આ બળવંતને હો, લાખ લાખ વંદના. સાચા સદ્ગુરુ દેવ હું તો આવ્યો છું બારણે,
સેવક જાય ગુરુ વારે વારે વારણે; મોંઘા આ મહંતને હો, લાખ લાખ વંદના. સાચા
સંતબાલજી
ગાંધીવાદી માન્યતા ધરાવનારા ગુજરાતના પ્રસિદ્ધ જૈન સાધુ શ્રી સંતબાલજી ૨૦મી સદીના એક વિશિષ્ટ લોકસંત થઈ ગયા. તેમનો જન્મ મોરબી તાલુકાના ટોળ ગામે વિ.સં. ૧૯૬૦ના શ્રાવણ સુદ પૂનમને દિવસે એક પ્રતિષ્ઠિત અને સંસ્કારી કુટુંબમાં થયો હતો. ટોળ ગામ ટંકારાથી ૪ કિ.મી. દૂર છે. તેમનું મૂળ નામ શિવલાલ હતું. તેમના પિતાનું નામ નાગજીભાઈ અને માતાનું નામ મોતીબહેન હતું. ૧૩ વર્ષની ઊંમરે કમાવા મુંબઈ આવ્યા. અને જૈન સાધુ શ્રી નાનચંદ્રજી
*
મહારાજના સંપર્કમાં આવ્યા. દીક્ષા લેવાના ભાવ થયા અને સં. ૧૯૮૫ના પોષ સુદ આઠમને દિવસે દીક્ષા સંપન્ન થઈ. આમ, શિવલાલમાંથી મુનિ સૌભાગ્યચંદ્ર બન્યા અને પાછળથી ' સંતબાલ' નામે પ્રસિદ્ધિ પામ્યા. દીક્ષા પછીના પાંચ વર્ષમાં તેઓ સંસ્કૃત, પ્રાકૃત, અંગ્રેજી, હિંદી વગેરે ભાષાઓ અને ન્યાય, પ્રમાણ, તર્ક વગેરે શાસ્ત્રોમાં પારંગત થયા. પછી મહારાષ્ટ્રના થાણા જિલ્લામાં આવેલ ચિંચણ મુકામે “મહાવીરનગર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર” ખડું કર્યું. તા. ૨૬-૩-૧૯૮૨ ને શુક્રવારના ગુડીપડવાના દિવસે ૭૮ વર્ષની ઉંમરે સ્વધામ સિધાવ્યા.
૧૮૧૬ (રાગ : બિલાવલ)
ધર્મ અમારો એક માત્ર એ, સર્વ ધર્મ સેવા કરવી; ધ્યેય અમારું છે વત્સલતા, વિશ્વમહીં એને ભરવી. ધ્રુવ નાત જાતના ભેદ અમોને, લેશ નથી કંઈ આભડતા; દેશ વેશના શિષ્ટાચારો, વિકાસ માટે નહીં નડતાં. ધર્મ
ભજ રે મના
મોહ નદી વિક્રાળ હૈ, કોય ન ઉતરે પાર; જો ઉતરતહિ પાર સો, રહે વૈકુંઠ મુજાર. ૧૧૦૮૦
બ્રહ્મચર્યની જ્યોત જગાવી, સત્ય પ્રભુને મંદિરિયે; જગસેવાને આંચ ન આવે, એ વ્યવસાયો આચરીએ. ધર્મ
સદગુણ સ્તુતિ કરીએ સૌની, નિંદાથી ન્યારા રહીએ; વ્યસનો ત્યજીએ, સદગુણ સજીએ, ટાપટીપ ખોટી ત્યજીએ. ધર્મ ખાવું, પીવું, હરવું, કરવું, સૂવું, જાગવું ને વવું; સર્વ ક્રિયાઓ કરતાં પહેલાં, પાપવિકારોથી ડરવું. ધર્મ છતાં થાય ગલત જો કંઈએ, ક્ષમા માગી હળવા થઈએ; સર્વ ક્ષેત્રમાં રહીએ તો પણ, આત્મભાન નવ વિસરીએ. ધર્મ
૧૮૧૭ (રાગ : હમીર)
પ્રાણી માત્રને રક્ષણ આપી, માન્યા પોતા સમ સહુને; પૂર્ણ અહિંસા આચરનારા, નમન તપસ્વી મહાવીરને. ધ્રુવ જન સેવાના પાઠ શિખવ્યા, મધ્યમ માર્ગ બતાવીને; સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો, વંદન કરીએ બુદ્ધ તને. પ્રાણી એક પત્નીવ્રત પૂરણ પાળ્યું, ટેક વણી છે જીવતરમાં; ન્યાય-નીતિરૂપ રામ રહેજો, સદા અમારા અંતરમાં. પ્રાણી પ્રેમરૂપ પ્રભુપુત્ર ઈશુ જે, ક્ષમા સિંધુને વંદન હો; રહમ નેકીના પરમ ઉપાસક, હજરત મહમદ દિલે રહો, પ્રાણી સહિષ્ણુતા ને ઐક્ય ભાવના, નાનના હૈયે વસજો; સત્ય અહિંસા ગાંધીજીનાં, અમ જીવનમાં વિસ્તરજો. પ્રાણી જરથોસ્તીના ધર્મગુરુની, પવિત્રતા ઘટમાં જાગો; સર્વધર્મ સંસ્થાપક સ્મરણો, વિશ્વ શાંતિમાં ખપ લાગો. પ્રાણી
રામ નામકે કારણે, સબ ધન ડાલો ખોય; મુરખ જાને ગિર પર્યો, દિન દિન દૂણો હોય.
૧૧૦૯
ભજ રે મના