________________
૧૭૮૬ (રાગ : આશાવરી) સદ્ગુરૂ ભંગ પિલાઈ. લાલી અખિયન છાઈ. ધ્રુવ આપ છકી દોય છકી મોરી નયનાં, તન મન તપત બુઝાઈ, વ્યાપી રોમ રોમ ખુમારી, અધર રહે મુસકાઈ;
પ્રેમ સુધારસ પાઈ. સગુરૂ વીણા ઘંટ સિતાર બાસુરી, નોબત ડફ તબલાઈ, થૈ થૈ થએ થપ ઘનનન વાજે, શંખ ખૂંદગ શહનાઈ;
અનહદ શોર મચાઈ. સદ્ગુરૂo કોટી ચંદા સૂર પ્રકાશે, બીજ ચમક ચમકાઈ, ખીલી અમલ કમલ પાંખરિયા, દિવ્ય સુગંધ ફ્લાઈ;
સુંઘત ભરા અધાઈ. સદ્ગુરૂ૦ ચિન્મય ‘સહજાનંદઘન ' મૂરતિ, આપ વિરાજત આઈ, સહસ્ત્ર દલૈ શય્યા પૈ પિયુજો, અઘણે અપનાઈ;
શ્રદ્ધા સુમતિ બધાઈ. સદ્ગુરૂ૦
૧૭૮૮ (રાગ : ખમાજ) સાચો સત્સંગ રંગ, હૃદ્ધ જંગ જીતે. ધ્રુવ કલ્પના તરંગ વ્યંગ, વાસના અનંગ ભંગ; તૃષ્ણા ગંગ છલ છલંગ, ઢંગ ભય રીતે, સાચો ક્રોધ અનલ માન ગરલ, મોહ તરલ મિથ્યા બરલ; ભયે ખરલ અમલ કમલ, આપ સરલ ચિત્ત. સાચો ત્રિવિધ તાપ પાપ કાપ, આપ આપ રૂપ વ્યાપ; ‘સહજાનંદઘન' અમાપ, છાપ સંત નીકે. સાચો
૧૭૮૯ (રાગ : તિલક કામોદ) હો પ્રભુજી ! મુજ ભૂલ માફ કરો, નહીં હું યોગી, નહીં હું ભોગી, તારો દાસ ખરો. ધ્રુવ નહીં હું રોગી, નહીં હું નિરોગી, મારી પીડ હરો. હો. તુજ ગુણ પાગી, સુરતા જાગી, નાથ હવે ઉદ્ધરો. હો. દર્શન દીજે, ઢીલ ન કીજે, દિલનું દર્દ હરો. હો. અમીરસ ક્યારી મુદ્રા તારી, નિશદિન નયન તરો. હો. આવો સ્વામી, મુજ ઉર માંહીં, ‘સહજાનંદ’ ભરો. હો
૧૭૮૭ (રાગ : માલન્કશ)
(શ્રીમદ્ રાજચંદ્ર - પત્રક ૬૮૦) સહજાત્મસ્વરૂપ પરમગુરૂ (૨).
ધ્રુવ બીજો પ્રગટ શ્રી રામ મહાવીર, કળિકાળે એ લ્પતરૂ; અચિંત્ય ચિંતામણિ ચિમૂર્તિ, કામધેનુ ને કામચરૂ. સહજ ત્રિવિધ તાપ હરે ભ્રમ ભાંગે, સિંચી સુધારસ ભૂમિ મરૂ; નિષ્કારણ કરૂણારસ સાગર, વાટ ચઢાવે વાટ સરૂ. સહજ દુષમકાળના દુભગીઓ ! લ્યો લ્યો એનું શરણ ખરું; બોધપુરૂષ ગુરૂરાજ પ્રભુનું, ‘સહજાનંદઘન' સ્મરણ કરૂં. સહજ
ધ્રુવ
૧૭૯૦ (રાગ : પ્રભાતી) હું તો અમર બની સત્સંગ કરી. સ્વામી શ્રી ચૈતન્ય પ્રભુથી, લગ્ન કર્યું મેં વાત ખરી; શું ગુણગાન કરું એના હું, શક્તિ નહીં મુજ માંહીં કરી. હું તો
આશા તો રામ નામકી, દૂજી આશ નિરાશ; નદી કિનારે ઘર કરો, કદી ન મારે પ્યાસ. ||
મનકો કહ્યો ન કીજિયે, મન જ્યાં ત્યાં લે જાય; | પણ મનકો એસો મારિયે, “કે” ટૂક ટૂક હો જાય.
૧૦૯૩
ભજ રે મના
૧૦૯૨
ભજ રે મના