________________
૧૭૪૪ (રાગ : યમન કલ્યાણ)
સૂર્ય ચંદ્ર આકાશ પવનને, વર્ષા જેમ બધાના છે, મહાવીર કેવળ જૈનોના નથી પણ આખી દુનિયાના છે. ધ્રુવ જન્મ ભલે એણે અહીં લીધો, પણ જ્યોતિ બધે ફેલાવી,
સૂર્ય ભલેને અહીં ઊગ્યો, પણ પ્રકાશ છે જગ વ્યાપી; પ્રાણી માત્રના પ્યારા એવા પૈગંબર માનવતાના છે. મહાવીર સત્ય, અહિંસા, પ્રેમ, કરૂણા, ભાવ છે મંગલકારી, અનેકાંતની વિચારધારા, સર્વ સમન્વય કારી; પતિતને પાવન કરનારા, પાણી જેમ ગંગાના છે. મહાવીર૦
વિરાટ એવા વિશ્વ પુરૂષને, વામન અમે કર્યો છે, વિરાટ એના વિશ્વધર્મને, વાડા મહીં પૂર્યો છે; જીવનના જ્યોર્તિધર એતો, જગના જ્ઞાન ખજાના છે. મહાવીર૦
શિવકુમાર નાકર
૧૭૪૫ (રાગ : આશાવરી)
અબકી બાર ઉગારો હરિવર, આયો શરણ તિહારી રે; જૈસો હું મૈં હું પ્રભુ તેરો, રાખો ચરણ મુરારી રે. ધ્રુવ ભવસાગરજલમેં ડૂબત હું, લીજો નાથ ગારી; પાંચ ગ્રહ મિલ પીડત મોહે, દેતે હૈ દુઃખ ભારી રે. અબકી મેં પતિત અવગુણ કો સાગર, કૃપા કરો હે નટવર નાગર; જ્યું પુકાર ગજરાજકી સુનલી, મેરી સુનો ગિરધારી રે. અબકી
ઓ અનાથ કે પાલક દાતા, ભૂલ ગયે ક્યા અપના નાતા! તુમ બિન મેરો કોઈ નહિ હૈં, મત દેર કરો બનવારી રે. અબકી
ભજ રે મના
સેજ મિલા સો દૂધ બરાબર, માંગ લિયા સો પાની; ખેંચ લિયા સો રક્ત બરાબર, ગોરખ બોલે વાણી.
||
૧૦૬૮૦
૧૭૪૬ (રાગ : હેમકલ્યાન)
જનમ જનમકા મૈલ રે મનવા, પલ મેં હી ધુલ જાવૈ, જો તું રામનામ ગુણ ગાવૈં. ધ્રુવ સાંસકી માલા ફેર લે નિશદિન, સુમિરન કર લે મન તું પલછીન, નામ સ્મરણ મૂર્જિત અંતરમેં, નવ વસંત લહેરાવે. જો સુરસરિ પાવન રામ ચરણમેં, કર સબ અરપન રામ ચરણમેં, દુષ્કર ભવ સિંધુસે રઘુવર, બેડા પાર લગાવે. જો તીન લોકકા સાર રામ હૈ, રામ સે બઢકર રામ નામ હૈ, જ્યોં ઘટ રામ નામ ધૂન ગુંજે, જમદૂત નિકટ ના આવૈ. જો૦
૧૭૪૭ (રાગ : લાવણી)
ભક્તિના રંગે મારું મનડું રંગોને ગુરુજી; શોષી લિયો માહ્યલો ભેંકાર રે,
સુરતા કેરા આ જોને તૂટેલા તંબૂરમાં; જોડી ધો અલખનો એક તાર રે. ધ્રુવ અખૂટ શ્રદ્ધાના હૈયે દીવડા પ્રગટાવોને, ટાળો આ માયાના અંધકાર રે; જાપ રે અજપા તમે અખંડ જપાવો ને, पियुना કરાવોને દિદાર રે. ભક્તિના કૃપાના કમાડ તમે કેમ રે ભીડો ઓ ગુરુજી, તમ વિણ બીજો નહિ આધાર રે; શીષ નમાવી આવ્યો. ચરણ શરણમાં, ઉતારો ભવસાગરથી પાર રે. ભક્તિના
ચાર પહોર ધંધો કરે, ચાર પહોર રહે સોય; રામ નામ ઘડી ના લિયો, મુક્તિ કહાંસે હોય. ૧૦૬૯
ભજ રે મના