________________
૧૭૪૮ (રાગ : બૈરાગી ભૈરવ) મન મારું વીર ભજનમાં ન લાગ્યું, હોજી રે ઈ તો મૃગજળ વાંસે ભાગ્યું. ધ્રુવ હંસલા કેરી મીઠી સોબત મેલી, ઇ તો બગલા હારે જઈ બેઠું મબલખ મોતીડાંનો ચારો મૂકીને, એણે માછલે તેને અભડાવ્યું. મન ગૂણીજન કેરો રૂડો સંગ તજીને, ઇ તો કુડલા હારે જઈ બેઠું; પથરાની લાલચમાં આવી એણે, અમૂલખ રતન ગુમાવ્યું. મન હાથે કરીને વખંડા ઘોળ્યા, ભક્તિ-સુધા નવ ચાખ્યું; તૂટવા લાગી જ્યારે રગેરગ હાડની, રોઈ રોઈ ખૂબ પસ્તાયું.મન
૧૭૫૦ (રાગ : ધનાશ્રી) મને પારસ મળ્યાં સુહાગી, એણે મારી ભવની નિંદરા ભાંગી, હે મેં તો જોયું રે નિંદરમાંથી જાગી, એવી ઝળહળ ઝળહળ જ્યોત્યું પ્રકાશી. ધ્રુવ ભીતરનો અંધાર ગયો ને, પ્રગટી અનંત ભોર, મનના આંબલિયાની ડાળે, મોર કરે ક્લશોર. એણે હેત તણા તંબુર પર ગુંજે, ઘેરા ઘેરા સૂર, આનંદના દરિયામાં મારી, સુરતા થઈ છે ચકચૂર. એણેo ઘેઘુર પ્યાલી ભરભર પીધી, છલક્યા નયણે નીર, છમછમ પલળ્યું આયખું મારૂં, સુર ગંગાને તીર. એણેo.
૧૭૪૯ (રાગ : મિશ્ર ખમાજ) મનવા રે નામ પ્રભુનું એક સાચું, આ કાયાનું તો કાચું. ધ્રુવ ચાર દિવસનું ચાંદરણું, આ રૂપ અને યુવાની, કંચન વરણી કાયા તારી, અંતે રાખ થવાની; મનવા રે હેતે પ્રભુના ગુણ ગા તું,
- આ કાયાનું તો કાચું. મનવાઓ સુખમાં સૌએ સંગે રહેશે, દુ:ખમાં છોડી જાશે, મારા મારા કરતો જેને, એ તો મારા” થાશે; મનવા રે શરણે પ્રભુનું એક સાચું,
આ કાયાનું તો કાચું. મનવા તોડી સઘળા માયા બંધન, હરિવર શરણે જાજે, નિશ દિન એના પ્રેમતણી પાવન ગંગામાં ન્હાજે; મનવા રે છોડ સકળ જંજાળ,
આ કાયાનું તો કાચું. મનવા
૧૭૫૧ (રાગ : ભૈરવી) હો વંદન હજારો, હજારો અમારા, હે જગનિયંતા ચરણમાં તમારા ધરા પણ તમારી, ગગન પણ તમારું, તમારે ઈશારે જગત ચાલનારું,
તમારું જ સર્જન, સુરજ ચાંદ તારા.
હો વંદન તમે નિર્વિકારી રહિત રંગરૂપ , નિરાકાર બ્રહ્મ ચિદાનંદ સ્વરૂપ, સનાતન જગત ભૂપ, શરણે તમારા , ઝુકાવીને મસ્તક ચરણમાં તમારા ,
હો વંદન મહા મૃત્યુમાંથી હે હરિવર બચાવો, તિમિર આવરણ અમ હૃદયના હટાવો, ભૂલી જઈ ગુન્હાઓ, કૃપામૃત વહાવો, સદા સત્ય પંથે અમોને ચલાવો,
પ્રભુ ડૂબતાને તમે તારનારા.
હો વંદન
જપ માલા છાપા તિલક, સરે ન એકો કામ; મન કાયે જાએ વૃથા, સાચે રાચે રામ. |
૧૦૦૦
જ્યોં કાઠકો ઘુન ખાત હે, હોય ન જાણે પીડ; યુ ચિંતા ચિત્તમેં ભયે, બુદ્ધિ બળ ઘટત શરીર.
ભજ રે મના
૧૦૧
ભજ રે મના