________________
મંગલકારી વીરની વાણી, અમૃતની રસધાર, ઝીલી શકે નહીં અંતર જેનું, એળે ગયો અવતાર; જાણી એણે મોક્ષ પ્રમાણી, એવી પ્રભુ વીરની વાણી . છાંટેo
૧૭૪૦ (રાગ : હેમલ્યાન) સિદ્ધ શીલા પર તમે બિરાજો, ને હું ધરતી ઉપર; મારી તમારી વચ્ચે લાખો, જોજન કેરૂ અંતર. ધ્રુવ ક્ષણે ક્ષણે તમે જાગૃત રહીને, અનુપમ સાધના કીધી, નીંદ્રાને પ્રમોદ મહીં મેં, ઘોર વિરાધના કીધી; પેલે પાર તમે પહોંચ્યાને , હું હજુ કાંઠા ઉપર. મારી હૈયે તમારે સત્ય અહિંસા, પ્રેમ, કરૂણા પ્રગટે, અસત્ય હિંસા વેરઝેરમાં, જીવન મારૂ સળગે; શાંતિ સમાધિ લીધી તમને, મારે ભડકા ભીતર. મારી ઊંચે ઊંચે તમે ચડ્યા હું, નીચે નીચે પડતો, મુક્તિ પદને પામ્યા તમે, હું લખચોરાશી ભમતો; કેમ કરી આ અંતર તૂટે ? એ જ વિચાર નિરંતર. મારી
૧૭૪૨ (રાગ : નટહંસ) સુખની છાયા કાંઈ નથી પણ, માયા નથી મૂકાતી; મૃગજળ જેવું સુખ છતાંએ , તૃષ્ણા નથી સૂકાતી. ધ્રુવ ખારો છે સંસાર છતાંએ, એને ગણું છું યારો, ભવ-ભવ સાગરમાં ભટકું પણ, ક્યાંયે જડે ના કિનારો; ભૂલ ભરેલી ભ્રમણાઓ છે, તોયે નથી ભૂલાતી. સુખની દ્વેષ ભર્યો છે. આ દિલડામાં, રાગમાં છું અનુરાગી, મારૂ-તારૂ કરી વેર વધાર, વિસારૂ વીતરાગ; રંગને રાગમાં ડૂબી રહું પણ, આગ નથી બૂઝાતી. સુખની પાપોના પડછાયા પડે ને, પુણ્યની પાળો તૂટે, જાણીને ઝકળાયો છું ત્યાં, બંધન ક્યાંથી છૂટે; સાજ બેસૂરા વાગી રહ્યા છે, લાજ રહી ઘુંટાતી. સુખની
૧૭૪૧ (રાગ : દેશી ઢાળ) સુખ છે થોડું ને દુ:ખ છે ઝાઝું એવો આ સંસાર, જીવતરમાં જ્યારે આગ લાગે ને, અંગે ઉઠે અંગાર; છાંટે ત્યારે શીતળ પાણી , એવી પ્રભુ વીરની વાણી. ધ્રુવ રાગ નથી એ ને દ્વેષ નથી કંઈ, પ્રેમનો પારાવાર નિશદિન કૂણા કાળજડેથી, વહેતી કરૂણાની ધાર; શાતા પામે સઘળાં પ્રાણી, એવી પ્રભુ વીરની વાણી. છાંટેo ચંડ કૌશિના ઝેર ઉતાર્યા, ઉગારી ચંદન બાળા, ગૌતમનો પણ ગર્વ ઉતાર્યો, વહેણ થઈ મમળા; જાણે સ્નેહની સરવાણી, એવી પ્રભુ વીરની વાણી. છાંટેo દીન દુ:ખીને સુખી થવાનો, મારગ એ બતલાવે, જાદુ ભરેલા વેણ કહીને, પાપીઓને પીગળાવે; પાષાણને કરતી પાણી, એવી પ્રભુ વીરની વાણી . છાંટે
મનકી હારે હાર હૈ, મનકી જીતેં જીત;
પરિબ્રહ્મકો પાઈયે, સો મનહીકી પરતીત. ભજ રે મના
૧૦૬
૧૭૪૩ (રાગ : ભીમપલાસ) હે કિરતાર મને આધાર તારો , જો જે ના તૂટી જાય; હે પ્રભુ ! તારા પ્રેમનો ખજાનો, જો જે ના ખૂટી જાય. ધ્રુવ તારો વિશ્વાસ મને આ અવનીમાં, આપે પ્રકાશ જ્યોત એ રજનીમાં; શ્રદ્ધાથી વાળી છે ગાંઠો મેં સ્નેહની, જો જે ના છૂટી જાય. હેo શક્તિ પ્રમાણે ભક્તિ કરું છું, આ જીવન તુજ ચરણે ધરું છું, પ્રેમનો પ્યાલો પીવા જાઉં ત્યાં , જો જે ના ફૂટી જાય. હેo ગાયા કરું છું ગીત તુજ પ્રીતના, સ્નેહથી ભરેલા સૂરો સંગીતના; લાખના હીરાને હાથમાંથી કોઈ, જો જે ના તૂટી જાય. હેo
ખેતર બગડે ખડસલે, સભા બગડી કૂડ; ભક્તિ બગડી લાલચે, જેમ કેસર પડી ધૂળ. ૧૦)
ભજ રે મના