________________
અંગે અંગ અગન પ્રગટાવે, પ્રભુ વિરહનો તાપ, પ્રભુ તમે જ કહ્યું તું જે દિ, થાશે મુજ નિવણ; તે જ દિને હે ગૌતમ તુજને , મળશે કેળળજ્ઞાન , અંતિમ ઘડીએ દૂર કર્યોને, ચાલ્યાં દઈને થાપ. વીર જ્યોત વિહોણા દિપક જેવું, થઈ ગયું જીવન મારૂ, વીર વિહોણા આ ગૌતમના, અંતરમાં અંધારું; પુણ્ય બધું પરવારી ગયું ને, પ્રગટ થયું રે પાપ. વીર રડી રડીને શાંત થયા પછી, ગૌતમ ચડ્યા વિચારે, પ્રભુ શરીરના રાગ થકી તો, રઝળું છું સંસારે; મોહ નિવારણ કરવા કાજે, વીરે કરૂણા કીધી, પ્રતિબોધ કરવાને બહાને, આંખ ઉઘાડી દીધી. વર૦ પશ્ચાતાપ થયો પળમાંને, સમજાયું નિજનું અજ્ઞાન; ત્યાં તો લખલખ તેજે પ્રગટ્યું, ગુરૂ ગૌતમને કેવળજ્ઞાન, વીરo
૧૭૩૮ (રાગ : ભૈરવ) શું રે ગાવું ને શું રે બજાવું ? જાણું ન તુજને કેમ રે રિઝાવું. ધ્રુવ તનનો તંબૂરનો તાર મળે ના, તુંહીં તુંહીંનો રણકાર કરે ના; કયો સાજ લાવું ને ? સૂર શું મિલાવું ? જાણું ના તુઝને કેમ રે રિઝાવું ? શુંo વળગી છે આતમને એવી ઉપાધિ, સાધી શકુના સૂરની સમાધિ; શું રે આલાપને શું રે વિલાપુ ? જાણું ના તુઝને કેમ રે રિઝાવું? શું મનનું મૃદંગ મારૂ બેતાલ બોલે, જીવનનું ગીત ચહ્યું ચકડોળે; મનમાં મુંઝાવું ને આંસુ વહાવું, જાણું ના તુઝને કેમ રે રિઝાવું? શુંo
૧૭૩૭ (રાગ : પૂરિયા ધનાશ્રી) શક્તિ નથી પણ ભક્તિ કરવા આવું છું ભગવાન; સ્નેહ ભરેલું સંગીત ગાવું, છેવું મીઠી તાન. ધ્રુવ રગ-રગમાં છે રાગ-દ્વેષ પણ ગાવું છું વૈરાગ્ય, શ્રદ્ધા છે કે એક દિવસ આ દૂર થશે અનુરાગ; આશા છે કે અંતરમાંથી ઉતરશે અભિમાન. શક્તિo તારે ચરણે આવી બેઠા, કંઈ જ્ઞાની અજ્ઞાની, દુઃખીયાને સુખીયા કીધાં તે, અંતર કરૂણા આણી; હું પણ તારે શરણે આવું, દે જે સમક્તિ દાન, શક્તિ સુનું મારૂ મન મંદિર આ, એક દિન ઉજ્જવળ થાશે, એકદિન તારા પ્રેમ ભરેલા, પાવન પગલાં થાશે; નિરંતર હું મસ્ત બનીને, ગાવું તારા ગાન, શક્તિ
નારોંણ ૧૭૩૯ (રાગ : ચંદ્રકૌશ) વારી જાઉં રે, બલિહારી જાઉં રે (૨); મારા સતગુરૂ ઑગણ આયા, મેં વારી જાઉં રે. ધ્રુવ સબ સખીયન મિલ હાલો , કેસરીયા તિલક લગાવો; મેં ઘણા હેત સો લેવાં કદાયૅ, વારી જાઉં રે. વારી સગુરૂ ઑગણ આયા, મેં ગંગા-ગોમતી ન્હાયાં; મારી નિર્મલ હો ગઈ કાયા, મેં વારી જાઉં રે, વારી સતસંગ બણ ગઈ ભારી, મેં મંગળા ગાઉ ચારી; મેરી ખૂલી હિદય તિલવાડી, મેં વારી જાઉં રે. વારી સગુરૂ દરશણ દીણા, લે ભાગ્ય, ઉદાસી કીના; મેરા ભરમ-કરમ સબ છીના, મેં વારી જાઉં રે. વારી દાસ નારોંણ’ ગુણ ગાયો, ચરણોમાં શિષ નમાયો; મારા સતગુરૂ પાર ઉતાર્યો, મેં વારી જાઉં રે. વારી
કાય તો શોધી નહીં, શોધ્યા ચારે ખૂટ;
કુબુદ્ધ બિલાડી કાઢતાં, ઘરમેં ગુસ ગયા ઊંટ. ભજ રે મના
૧૦૬
ચલા ચલી કે રાજમેં, ભલા ભલી કરલે; કર સાહેબકી બંદગી, ભૂખેલું કુછ દે.
COSU
ભજ રે મના