________________
માનવના જન્મને દેવતાઓ ઝંખતા, સ્વર્ગના વિલાસો ઘણીવાર ડંખતા;
સુંદર આ દેહ મળ્યો, જિનવરનો સ્નેહ મળ્યો. આવો જન્મને ઉજાળવો છે, માનવીના હાથમાં, ધર્મનો પ્રકાશ છે માનવીની સાથમાં;
રૂડો અવતાર મળ્યો, જીવન આધાર મળ્યો. આવો
૧૭૩૩ (રાગ : સારંગ) પાપ ને પ્રાયશ્ચિત્તનો છે, કેવોય અજબ ચકરાવો, રોજ કરૂ છું પાપ ને હું રોજ ક પસ્તાવો; પાપ કરતાં પાછું ન જાઉં, જાણે અનેરો લ્હાવો. ધ્રુવ પરમેશ્વરનો ડર ના લાગે, ના ડર છે પરભવનો, જીવતર આખું એળે જાતું, ખ્યાલ નથી નરભવનો; રંગરાગની પાછળ આવે, છે વારો રડવાનો. પાપ૦ ધર્મને મેં તો જીવનમાંથી, જુદો પાડી દીધો, ધનપ્રાપ્તિમાં નડે ન એવો, સગવડિયો કરી દીધો; જીવું એવી રીતે જાણે, કદીય ના મરવાનો. પાપ૦ કાદવમાં ખરડીને કાયા, પાછો ધોવા બેસું, માયામાં ડૂબકી મારીને, પાછો રોવા બેસું; ખબર નથી કે એક દિવસ, ભવસાગર ડૂબવાનો. પાપ૦ નાટકીયા જેવું છે હે પ્રભુ ! આખું જીવન મારું, પોપટની માફ્ટ ઉચ્ચારૂં નામ પ્રભુ હું તારૂં; જન્મમરણનો ફેરો મારો, કેમ કરી ટળવાનો ? પાપ
૧૭૩૫ (રાગ : બૈરાગી ભૈરવ) રૂડા રાજમહેલને ત્યાગી, પેલો ચાલ્યો રે જાય વીતરાગી, એનો આતમ ઉક્યો જાગી, પેલો ચાલ્યો રે જાય વીતરાગી. નથી કોઈની સંગાથે, નીચે ધરતી આભ છે માથે,
એ તો નીકળ્યો છે ખાલી હાથે, એને લગની અનેરી લાગી, પેલો ચાલ્યો રે જાય વીતરાગી. એણે મૂકી જગતની માયા, એની જુવાન છે હજી કાયા,
એણે મુક્તિના ગીતો ગાયા, એણે ભવભવ ભ્રમણા ભાંગી, પેલો ચાલ્યો રે જાય વીતરાગી. એના પગલે થયા અજવાળા, એના વેણ મધુર મરમાળા,
એણે તારી છે ચંદનબાળા, સંસાર બન્યો બડભાગી, પેલો ચાલ્યો રે જાય વીતરાગી,
૧૭૩૪ (રાગ : ચલતી)
માનવનો જન્મ મળ્યો, મહાવીરનો ધર્મ મળ્યો, આવો સંયોગ, નહિ આવે ીવાર (૨); સંતોનો સંગ મળ્યો, ભક્તિનો રંગ મળ્યો,
આવો સંયોગ, નહિ આવે ફરીવાર (૨). ધ્રુવ માનવનો જન્મ છે મુક્તિનું બારણું, મહાવીરનો ધર્મ છે, મુક્તિનું પારણું;
પ્રેમનો પ્રકાશ મળ્યો, ઊરનો ઉજાસ મળ્યો. આવો
૧૭૩૬ (રાગ : ચંદ્રર્કીશ) વીર નિવણની વાત સુણીને, ગૌતમ કરે વિલાપ; વજઘાત થયો અંતરમાં, ને સળગ્યો સંતાપ, ધ્રુવ નાનકડા બાળકની માફ્ટ, ધ્રુસકે ધ્રુસકે રડતાં, ‘વીર’ ‘વીર' કહી વ્યાકુળ થઈને, ગૌતમ ડૂસકાં ભરતાં; કરૂણ રૂદનથી, વનવગડાનાં વૃક્ષો કંપી રહેતા, એક એક પોકારે જાણે, ડુંગર ડોલી ઊઠતા. વીર
બાંધ્યાં નીર રહે નિર્મળાં, જો કછુ ઘેરાં હોય; સાધુ તો સ્થિરતા ભલા, જો પરમારથ હોય. /
૧૦૬
શીલ રતન સબતેં બડા, સબ રતનકી ખાન; | ચૌદ લોકી સંપદા, રહી શીલમેં આન. || ૧૦૩
ભજ રે મના
ભજ રે મના