________________
જાત-વરણ અભિમાન નહિ, ને નહિ આવરણ નહિ આડ રે; અંબારામ’ કહે એવા અનુભવી રે, પ્રભુ વારંવાર ભેટાડ. મુખે
અંબારામ ભગત
૧૧૩૨ (રાગ : સોરઠ ચલતી) બૂડતાં કોણ બચાવે ? ગુરુજી બિન બૂડતાં કોણ બચાવે ? ધ્રુવ ભવસાગર તો મહાજળ ભરિયો, તાકો પાર ન પાવે; વિવિધ ભાત કી લહર ઊઠત હૈ, બહુ નર ગોથાં ખાવે. ગુરૂજી બડે બડે માંહી મચ્છ રહત હૈ, સો સબકુ ગલ જાવે; નામ-નાવકુ જે નર પકડે, સો નર તીરે આવે. ગુરૂજી પૂરણ પુણ્ય જો હોય પાછલાં, સદ્ગુરુ સંગત પાવે; તાકો કર ગ્રહી લે ગુરુદેવા, ભવજળભરમ મિટાવે. ગુરૂજી૦ જાકુ સદ્ગુરુ પૂરા મિલિયા, સંશયજાળ જલાવે; ભિન્ન ભિન્ન કર ભેદ સુનાવે, અગમ દેશ કે જાવે. ગુરૂજી૦ ક્ષર-અક્ષરકી ખોજ કરે, તો આનંદ-ધન મિલ જાવે; અંબારામ’ કહે સંતકા સંગી, સત સમરથકું ધાવે. ગુરૂજી૦
૧૧૩૪ (રાગ : નારાયણી) સાચા હરિ ગુરુ સંત ! મારે મંદિરે પધારો.
ધ્રુવ મંદિરે પધારો સેવક ચરણોમાં વાળો; અપરાધ ક્ષમા કરી ભવજલથી તારો. હરિ હરિનાં દર્શનની મને મોટી છે આશા; ઝાંખી કરવાને નિત્ય તલસે છે શ્વાસ ! હરિ દર્શનવિજોગે દિલ રહે છે ઉદાસી-નજરે ન આવે મને સ્વયંપ્રકાશી. હરિ ચકોર પક્ષી રે જેમ ચંદ્ર નિહાળે; એમ સેવક નિત્ય હૃદિયામાં ધારે. હરિ. કૃષ્ણઅવતારી દુવસિા ગુરુ સેવે; રામ વસિષ્ઠની ચરણરજ લેવે. હરિ વસુધાની રેતીની જો શંખા રે થાય; પ્રગટ હરિ-ગુરુના ગુણ કહ્યા નવ જાય. હરિ ગુરુ-ઉપમાની તોલે નથી કંઈ જડતું, જ્યાં જ્યાં નિહાળું તેથી ગુરુવચન ચડતું. હરિ૦ બેઉ કર જોડી દાસ અંબારામ' કહે છે; ગુરુકૃપાથી અવિચળ પદ રહે છે. હરિ
૧૧૩૩ (રાગ : દેશી ઢાળ) મુખે શાં રે કરું રે વખાણ ? ધન્ય-ધન્ય ગુરુદેવને ! ધ્રુવ અખિલ ભુવનથી ઊતર્યા ને, આવ્યા ભવની માંહ્ય રે; સેવકજનને તારવા રે વા'લે, આવી ઝાલી મારી બાંહ્ય, મુખે અગાધ ગતિ ગુરુદેવની, તે કોઈ ન પામે પાર રે, દાસ ઉપર દયા કરી રે, મારી સે ”જે મટાડી જંજાળ. મુખે મહાશૂન્ય મધ્યે મંડપ રચિયો, પોતે કર્યો પ્રકાશ રે; શોભા તેની શી વર્ણવું રે ? મુખે કહી ન શકે નિજ દાસ. મુખે પરિબ્રહ્મને પરખાવિયા રે, દશવ્યિા નિજ દિદાર રે; ગુરુ ભગવાન ! ભવમાં પ્રગટિયા રે, મન વચને મળ્યા કિરતાર. મુખે
૧૧૩૫ (રાગ : ગરબી) હું તો ગુરુને સામૈયે સામી જઈશ, મારા મનના મહેરામણ પધારિયા: ધ્રુવ મેં તો થાળ ભર્યો પુષ્પ-પ્રેમથી, કુમકુમ કેસર ચંદન બરાસ. મારા આપણે સર્વે હરિજન ભેગાં મળ્યાં, હું તો મનગમતાં મંગળ ગાઈશ. મારા હું તો વાજાં વગડાવું વિધવિધ ભાતનાં, અનહદ નાદ શબ્દના ઉલ્લાસ. મારા અખંડાનંદ આવ્યો છે મારે આંગણે, જ્ઞાનદીપક કરું પ્રકાશ. મારા ગુલાલ , અબીલ, ઉડાવું ઉત્સાહનો, વધાવું વિશ્વપતિ અવિનાશ. મારા શિરે તોરો ખોસું સ્વામીનાથને, નિશાન કે મહદ્ આકાશ. મારા ગુરુ ભગવાનજી આવ્યા ભવદુ:ખ ભાંગવા, વિનતિ કરે ‘ અંબારામ'. મારા
દેત જગાઈ જગતકો, હરે તિમિર અજ્ઞાન; સાર અસાર દેખાવહી, સજ્જન સૂરજ સમાન. હ૦૩)
ભજ રે મના
દુરીજન હોય કુસંગ તેં, કો પૂરવ કે પાપ; છોટમ સજ્જન હોય હૈ, અગણિત પુણ્ય પ્રતાપ. |
૦૦૨
ભજ રે મના