________________
ઈન્દુબેન ધાનક
૧૧૩૬ (રાગ : મેઘ)
જતી હતી હું વાટમાં, સદ્ગુરૂ મળીયા સાથમાં; શુદ્ધ ચારિત્ર જોઈ, હું તો થંભી ગઈ થંભી ગઈ. ધ્રુવ નીચી નજરે ચાલતાં, પહેલું મહાવ્રત પાળતાં; ઈર્યા સમિતિ જોઈ, હું તો થંભી ગઈ થંભી ગઈ. જતી અમૃત વચનો બોલતાં, શાંત રસમાં ઝૂલતાં; પ્રેમમૂર્તિ જોઈ, હું તો થંભી ગઈ થંભી ગઈ. જતી૦ પંચ મહાવ્રત પાળતાં, અંતરને અજવાળતાં; શુદ્ધ જીવન જોઈ, હું તો થંભી ગઈ થંભી ગઈ. જતી સંસારી સંગ છોડતાં, સ્વરૂપમાં મન જોડતાં; નિ:સંગ ભાવને જોઈ, હું તો થંભી ગઈ થંભી ગઈ. જતી દેહભાવને ભૂલતાં, આત્મભાવમાં ડોલતાં; એવા પ્રતાપી જોઈ, હું તો થંભી ગઈ થંભી ગઈ. જતી
શુદ્ધ ચારિત્ર પાળતાં, આત્મ ભાવના ભાવતાં; એવા મુનિશ્રીને જોઈ, હું તો થંભી ગઈ થંભી ગઈ. જતી પાંચ સમિતિ પાળતાં, ત્રણ ગુપ્તિને ધારતાં; શુદ્ધ સંયમને જોઈ, હું તો થંભી ગઈ થંભી ગઈ. જતી
અંતર સંયમ પાળતાં, મહાવીર પંથે ચાલતાં; રાજચંદ્ર પ્રભુજી જોઈ, હું તો જાગી ગઈ જાગી ગઈ. જતી૦ વંદના સ્વીકારજો, રાજચંદ્ર પ્રભુજી તારજો; તારક પ્રભુજીને જોઈ, હું તો શરણે ગઈ શરણે ગઈ. જતી
ભજ રે મના
બુદ્ધિવંત જન કરી શકે, જગજનકો ઉપદેશ; ધર્મ બ્રહ્મકી બાતમેં, શઠ જાને નહિ લેશ.
७०४
૧૧૩૭ (રાગ : બાગેશ્રી)
બહુ આશ ધરીને રાજ ! તમારે શરણે આવી છું; મુજ પાસ નથી કંઈ નાથ ! આંસુ લઈને આવી છું. ધ્રુવ
મેં શા અપરાધ જ કીધા ! મારા રાજે અબોલા લીધા; નથી વિરહ ખમાતો નાથ, તમારે શરણે આવી છું. મુજ
તમે છોડી ગયા ભરદરિયે, હવે ધીરજ ન રહેતી હૈયે; મન કરતું બહુ કલ્પાંત, તમારે શરણે આવી છું. મુજ૦ દર્શન વિણ સાંજ ઢળે છે, જીવ ધૂપ બનીને જલે છે;
હવે ના તલસાવો નાથ, તમારે શરણે આવી છું. મુજ
રડી રડીને આંખો થાકી, હજુ સજા છે કેટલી બાકી ? મારા માફ કરો અપરાધ, તમારે શરણ આવી છું. મુજ૦
હવે અળગા નથી રહેવાતું, દુઃખ વિરહનું નથી સહેવાતું; સ્વીકાર કરો હે નાથ ! તમારે શરણે આવી છું. મુજ
૧૧૩૮ (રાગ : મિશ્ર આશાવરી) મંદિરના શિખરે બોલે છે મોરલા, આવો સલૂણા રાજ; તારા વિરહે પીડિત છે આંખડી, બોલાવે સાદ દઈ આજ. ધ્રુવ
પિયુ વિના ઘટમાં ઝૂરે છે હંસલો, ઘડી નવ ઘરતો ધીર; પળ પળ વધતી હૈયાની વેદના, વસમી વિરહની પ્રીત. મંદિરના
કહેજો સંદેશ કોઈ રાજચંદ્રને એક, રાંકડી જુવે તમારી વાટ;
પંથે બિછાવી પ્રાણ, આશભરી ઊભી, હૈયે છવાયો ઉચાટ. મંદિરના૦
નેહ લગાડી મને ઘેલી કરીને હવે, રાજે વિસારી યાદ; પાસે બોલાવી રહે છે અજાણ્યાએ, નિર્મોહી દેવમાના લાલ. મંદિરના
સજ્જન સબ કો સુખ કરે, બસે કદાપિ દૂર; સૂરજ બસે અકાશમેં, તેજ કરે ભરપૂર.
૦૫
ભજ રે મના