________________
સંત એકનાથ
(ઈ. સ. ૧૫૩૨ - ૧૫૯૯) સંત એકનાથનો જન્મ મહારાષ્ટ્રના તીર્થક્ષેત્ર પૈઠણ ખાતે શક સંવત ૧૪૫૫માં થયો હતો. તેમનું બીજું નામ “ એકા જનાર્દન’ હતું. જેમાં ‘ એકા' તેમનું તખલ્લુસ હતું. તેમના દ્વારા રચિત દરેક અભંગમાં અંતિમ લટીમાં ‘ એકા જનાર્દની ’ આવો ઉલ્લેખ હોય છે. તેમના પિતાનું નામ સૂર્યનારાયણ અને માતાનું નામ રુકિમણી હતું. તેમના વડદાદા પણ સંત હતા. જેમનું નામ ભાનુદાસ હતું. કર્ણાટકના દેવગિરિના જનાર્દન સ્વામી એનાથના ગુરૂ હતા. તેઓ દત્ત ભગવાનના સંનિષ્ઠ ઉપાસક હતા. નાનપણમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર એકનાથનો ઉછેર તેમના દાદા ચક્રપાણી દ્વારા થયો હતો. તે પણ વિદ્વાન અને ભગવતભક્ત હતા. જનાર્દનસ્વામીની નિશ્રામાં એક્સાથે વર્ષ સુધી સંક્ત, શાસ્ત્રપુરાણ તથા જ્ઞાનેશ્વરી જેવા અનેક અધ્યાત્મગ્રંથોનું અધ્યયન કર્યું હતું. અને તેમાં પારંગત થઈ પછી ગૃહસ્થાશ્રમમાં પદાર્પણ કર્યું હતું. તેમની પત્નીનું નામ ગિરિજા હતું. જે એક અત્યંત સાત્વિક અને સત્ત્વશીલ સ્ત્રી હતાં. એકનાથ અને ગિરિજા આ બે મહારાષ્ટ્રના પ્રથમ સંત દંપતી હતા. ગિરિજાના કૂખે એક પુત્ર થયો હતો. જેનું નામ હરિપંડિત હતું અને બે પુત્રીઓ થઈ હતી જેમનું નામ ગોદા અને ગંગા હતું. ગધેડાને ગંગાજળ પીવાની પ્રસિદ્ધ ઘટના તેમના જીવનમાં ઘટી હતી.
૧૧૨૯ (રાગ : પીલુ) ગુરુ કૃપાંજન પાયો મેરે ભાઈ, રામ બિના કછુ દિસત નાહીં. ધ્રુવ અંતર રામ હિ, બાહિર રામ હિ, જë દેખો તહં રામ હી રામ. ગુરુo જાગત રામ હિ, સોવત રામ હિ, સપનેમેં દેખીં રાજા રામ હિ. ગુરુo એકા જનાર્દની, ભાવ હી નીકા, જો દેખોં સો રામ સરીખા. ગુરુવ
૧૧૩૦ (રાગ : યમન) માહેર માઝે પંઢરી આહે, ભીવરીચે તીરે. ધ્રુવ બાપ આણી આઈ માઝી, વિઠ્ઠલ , રખુમાઈ (૨); પુંડરીક આહે ભાઉ કાય ત્યાંચી ખ્યાતી સાંગુ. માહેર બહણ માઝી ચંદ્રભાગા, કરી તમે પાપ ભંગા; એકા જનાર્દની શરણ, કરી માહેરાચી આઠવણ. માહેર
૧૧૨૮ (રાગ : ભૂપાલી) કેશવા માધવા તુજ્યા નામનું તરિ ગોડવા.
ધ્રુવ તુજ્યા સારખા તૂચ દેવા, તુલા કુણાચા નાહી હવા (૨);
વેળાવેળી સંટાતુની, તારીસી માનવા. કેશવા વેળા હોઉન ભક્તિ સાઠી, ગોપગક્યાંસહ યમુનાકાંઠી (૨);
નંદાધરાચ્યા ગાઈ હાકશી, ગોકુળી યાદવી. કેશવા વીર ધનુર્ધર પાર્થસાઠી, ચક્રસુદર્શન ઘેઉની હાતી (૨);
રથ હાકુનિયાં પાંડવાચ્યા, પળવિશી કરવા. કેશવા
ઓધવરામ
૧૧૩૧ (રાગ : દેશી ઢાળ) ધરજે ધરજે હરિનું ધ્યાન , ધીરજ મન આણી રે; મૃગજળ જેવો છે આ સંસાર, એવું નિશ્રય જાણી રે. ધ્રુવ
સ્વાર્થ સારુ કરે સે સ્નેહ, જગતની એ રીતી રે; વિશ્વનાથ વિષે ચિત્તધાર, પૂરણ કર પ્રીતી રે. ધરજે સમજી લેવું ચતુર સુજાણ , માયા ઠાઠ ખોટા રે; એને જાતાં ન લાગે વાર, પાણી પરપોટા રે. ધરજે આ છે ચંચળ ચપળા જેમ , આયું અસ્થિર તારી રે; અંતે જાવું એકાએક, હરિ લે સંભાળી રે. ધરજેo એવું સમજી ચેત અચેત, પ્રભુ સ્મરણ કરવું રે; એમ કહે છે ઓધવરામ', બીજું પરિહરવું રે. ધરજેo
ખાક લગાવે અંગ પર, સિર પર રાખે બાલ; | દુરીજનકો અરૂ સર્પકી, મીટે ન ટેઢી ચાલ. || ૭૦૧
ભજ રે મના
નાહતા ધોતા નિત્ય રહે, પૂજા પાઠ પ્રમાણ; દુરીજન તજે ન દુષ્ટતા, ક્યું ગંગા કો શ્વાન. ||
૦૦૦
ભજ રે મના