________________
સ્તંભ વિના આખું આકાશ લટકાવ્યું,
મહીં ચંદ્ર સૂરજ તારાનું તોરણ ટીંગાડ્યું,
સૌને ટીંગાડનાર લટકંતો
લાલ,
મારા પાલવની કોરે ટીંગાયો. જશોદા
મારે કાંકરિયા ને મટુકી ફૂટે,
મારગ આવી મારા મહીડા નિત લૂંટે, મને લૂંટતા એ પોતે લૂંટાયો. જશોદા
૧૧૨૫ (રાગ : પૂર્વકલ્યાન)
મારા રામના
રખવાળાં ઓછાં હોય નહિં; એના ધોયેલાં ધાવણમાં ધાબાં હોય નહિં. ધ્રુવ એનું ઢોલ અગમથી વાગે, અગમ નિગમની વાણી ભાખે; એની આંખોના અણસારા ઓછા હોય નહિ. મારા કાયા જ્યારે કરવટ બદલે, પરખાયે એ પગલે પગલે; એની જ્યોતિના ઝબકારા, ઓછા હોય નહિ. મારા
ભજ રે મના
સુખ દુઃખમાં સૌનો સાથી, એની ટાળી ટળે ઉપાધિ; એની પાંપણના પલકારા, ઓછા હોય નહીં. મારા
આનંદઘન
૧૧૨૬(રાગ : બસંત બહાર)
જ્ઞાન વસંતની બહાર આવી, સખી !
- ધ્રુવ દિવસ વૈરાગ્ય થયો ઘણો મ્હોટો, અજ્ઞાન નિશા ઘટતી, સુરૂચિ વેલ ઘણી ફૂલી ફાલી સમતા, જ્ઞાતાની કેલિ વધતી;
ટાઢ જડતાની હવે હઠતી.
દુરીજન જબ બૂઢા જૈસા બૂઢા વાંદરા,
ભયા, રાખે ભક્તિભાવ; તજે ન ચપલ સ્વભાવ.
૬૯૮
કોકિલા મધુર ભાવ રૂપ રટતી, નરતન આંબાની ડાળી, પ્રેમ ભાવના ભરી ભરી ગોરસ, પ્રીતમની પાતી રૂપાળી; ‘આનંદઘન’ સ્વરૂપ નિહાળી.
કવિ આપ ૧૧૨૭ (રાગ : ભૈરવી)
માનવ નડે છે
માનવીને મોટો થયા પછી;
ચાવી મળે ગુન્હાની જ્ઞાની થયા પછી. ધ્રુવ માનવી જાણે કે મુજ વિના નહીં ચાલે આ સંસાર; વિચારી જો કે સૌ ગયા તોયે ચાલે છે આ સંસાર. માનવ માતા-પિતાની ગોદમાં મમતા હતી ઘણી; બદલી ગયો એ પરણીને યૌવન મળ્યા પછી. માનવ
પ્રગતિ જીવનની કરવા માટે ભણતર ભણી ગયો;
પડતી હવે તે નોતરી અનુભવ મળ્યા પછી. માનવ
ગાતો હતો તું ગીતડા કાયમ પ્રભુ તણાં;
ભૂલી ગયો એ ભાવના પૈસો મળ્યા પછી. માનવ૦
નમતો હતો તું સર્વને નિર્ધન પણાં મહીં; ઝઘડા કરે હવે બધે કૃપા મળ્યા પછી. માનવ હું પણ પ્રભુ બનીને પૂજાઉં છું ઘણે; ‘આપે' કહ્યું કે આપની સિદ્ધિ મળ્યા પછી. માનવ
દુરીજન સાધુ સંગમેં, ગાન તાન બહુ ગાય; કટુતા તજે ન તુંબડી, નિત્યે ગંગામેં ન્હાય.
GEE
ભજ રે મના