________________
જન્મ ધરીને પિંજરે, જીવ્યા હારોહાર,
જ્યાં રવિ મંડયો ડૂબવા, ત્યાં તૂટ્યો તંબૂરાનો તાર; અધૂરૂ ભજન સંગાથી, ઉમળકો ભાગે, બહુએ પણ પંખી વાણી ઊચરે, કે જાવું એક દહાડે, આ નથી નિજનું ખોળિયું, આ તો મકાન ભાડે; પોઢવાને કાજે પાગલ, આખી રાત જાગે. બહુએ
અવિનાશ વ્યાસ
૧૧૨૧ (રાગ : ભૈરવી) ધૂણી રે ધખાવી બેલી, અમે તારા નામની, અમે તારા નામની રે, પ્રભુ તારા નામની રે. ધ્રુવ ભૂલો રે પડ્યો રે હંસો, આંગણે ઊડીને આવ્યો, તનમનથી તરછોડાયો, મારગ મારગ અથડાયો; ગમ ના પડે રે એને , ઠાકુર તારા ગામની રે. ધૂણo કોને રે કાજે રે જીવડા ? ઝંખના તને રે જાગી, કોની રે વાયું રે જોતાં ? ભવની આ ભાવટ ભાગી; તરસ્યું રે જાગી જીવને, ભક્તિના જામની રે. ધૂણી એક રે તાતી તલવાર, ને બીજો તંબૂરનો તાર, એક જ વજ્જરમાંથી ઊપજ્યાં, તોયે મેળ મળે ના લગાર; કદી કદી આવતી રે આંધી. હોય કામની રે. ધૂણo.
૧૧૨૨ (રાગ : આશાવરી) પંખીડાને આ પિંજરું, જૂનું જૂનું લાગે; બહુએ સમજાવ્યું તોયે પંખી, નવું પિંજરું માંગે. ધ્રુવ ઊમટયો અજંપો એને, પંડના રે પ્રાણનો, અણધાર્યો કર્યો મનોરથ, દૂરના પ્રયાણનો; અણદીઠે દેશ જાવા, લગન એને લાગી, બહુએ માન માન ઓ પંખીડા, આ નથી રાજવીની રીત, આવું જ કરવું હતું તો, નહોતી કરવી પ્રીત; પાગલ ના બનીએ ભેરૂ, કોઈના રંગરાગે રે. બહુએ સોને મઢેલ બાજઠિયો ને , સોને મઢેલો ઝૂલો, હીરે જડેલો વીંઝણો મોતીનો, મોંઘો અણમૂલો; ઓછું શું આવ્યું સાથી ? કે સથવારો ત્યાગે, બહુએ પરનિંદામેં દુષ્ટ નર, કાઢત સારા કાલ;
હરિયા તરૂ તજી કાગ ન્યું, બેઠત સૂકે સાલ. | ભજ રે મના
૬૯૬)
૧૧૨૩ (રાગ : ચલતી) રાખનાં રમકડાં, મ્હારા રામે રમતાં રાખ્યાં રે; મૃત્યુલોકની માટી માથે માનવ કહીને ભાખ્યાં રે. ધ્રુવ બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યુ માંડે; આ મ્હારૂં, આ હારૂં, કહીંને એકબીજાને ભાંડે રે, રાખ૦ કાચી માટીની કાયા માથે માયા કેરા રંગ લગાયા; ઢીંગલા ઢીંગલી એ ઘર માંડ્યાં, ત્યાં તો વીંઝણલા વીંઝાયા રે, રાખો અંત અનંતનો તંત ન તૂટ્યો, ને રમત અધૂરી રહી; તનડા ને મનડાની વાતો, આવી તેવી ગઈ. રાખ૦
૧૧૨૪ (રાગ : ધોળ) મારે પાલવડે બંધાયો જશોદાનો જાયો, આખા રે મલકનો માણિગર મોહન, એક નાની શી ગાંઠે ગંઠાયો. ધ્રુવ એવો રે બાંધું કે છુટ્યો ન છૂટે, આંખ્યુંના આંસુ ભલે ખૂટ્યા ના ખૂટે, આજ ઠીક નાથ મારે હાથ આવ્યો. જશોદા
દુરીજનકી ઓર સર્પકી, રીતિ રહી સમાન; આહાર ન હોવે આપકો, પરકો લેવે પ્રાણ.
GEO
ભજ રે મના