________________
૧૭૧૮ (રાગ : જોગિયા) આ જગની માયા છોડી, ને વૈભવને તરછોડી , તનડાના સગપણ તોડી, મમતાથી મનડું મોડી; જોગી થઈને જાય મહાવીર, જોગી થઈને જાય. ધ્રુવ રાજપાટથી પરવારીને વાટ લીધી જંગલની, અંગે અંગે ભરી ભાવના, દુનિયાના મંગલની ; નારીને વિસારી એણે, તજવા સૌ સંસારી. જોગી વન વગડાના ઘોર ભયંકર એણે મારગ વીંધ્યા, હસતે મુખડે કષ્ટ સહીને , એણે વિખડા પીધા; અન્ન અને જળ ત્યાગી એ તો મુક્તિનો અનુરાગી, જોગી ચંદનબાળા ચંડકોશીયા સૌને લીઘા ઉગારી , જીવો ને જીવવા દ્યો, એવો મંત્ર રહ્યા લલકારી; સનું સંગીત ગાયું, એણે પ્રેમનું અમૃત પાયું. જોગી
૧૭૨૦ (રાગ : ભૈરવી) આવો આવો હે વીર સ્વામી ! મારા અંતરમાં (૨); પધારો પધારો મહાવીર સ્વામી ! મારા અંતરમાં. ધ્રુવ આત્મ ચંદન પર કર્મ શત્રુનું, નાથ ! અતિશય જોર (૨); દૂર કરવાને તે દુષ્ટોને , આપ પધારો મોર. આવો માન મોહ માયા મમતાનો, અમ અંતરમાં વાસ (૨); જબ તુમ આવો ત્રિશલાનંદન, પ્રગટે જ્ઞાન પ્રકાશ. આવો ભક્ત આપના શેઠ સુદર્શન , ચડ્યા શૂળીએ સાચ (૨); આપ કૃપાએ થયું સિંહાસન, બન્યા દેવના તાજ. આવો ચંદનબાળાને બારણે આવ્યા, અભિગ્રહ પૂરણ કાજ (૨); હરખિત ચંદનબાળા નિરખી, પાછા વળ્યા ભગવાન. આવો રડતી ચંદનબાળા બોલે, ક્ષમા કરો ભગવાન (૨); કૃપા કરો મુજ રંકની ઊપર, લ્યો બાકુળા આજ, આવો બારે વ્રતમાં એકે નહિ વ્રત, છતાં થશે ભગવાન (૨); શ્રેણિક ભક્તિ જાણી પ્રભુએ, કીધા આપ સમાન, આવો માયા આ સંસાર તણી, બહુ વતવે છે કેર (૨); શ્યામ જીવનમાં આપ પધારો, થાયે લીલા લહેર, આવો
૧૭૧૯ (રાગ : ભૈરવ) આવી ઊભો છું દ્વારે, પ્રભુ દર્શન દેશો ક્યારે ? અંતરની અભિલાષા, પ્રભુ પૂરી કરશો ક્યારે ? ધ્રુવ સળગી રહ્યો છું આજે, સંસાર કેરા તાપે; શીતળ તમારી છાયા, પ્રભુ મુજને ધરશો ક્યારે ? આવી ભક્તિ કરી ન ભાવે, શક્તિ વૃથા ગુમાવી; ફાવી ન કોઈ યુક્તિ, પ્રભુ સંક્ટ હરશો ક્યારે ? આવી દૃષ્ટિ ન દૂર પહોંચે, સૃષ્ટિ આ શૂન્ય ભાસે; અંધાર ઘેરા ઉરને, પ્રભુ ઉજ્જવળ કરશો ક્યારે ? આવી ભવોભવ ભમી ભમીને, આવું તમારે શરણે; સૂનાં સૂનાં જીવનમાં , પ્રભુ આવી મળશો ક્યારે ? આવી શ્વાસે શ્વાસે રામકો, વૃથા શ્વાસ મત ખોય;
ક્યા જાનોં ઈન શ્વાસકાં, આના હોય કે નોય. || ભજ રે મના
૧૦૫છે
૧૭૨૧ (રાગ : હંસધ્ધની) ક્યાં રે જવું તું અને ક્યાં રે જઈ ચડ્યા ! અમે ભવના મુસા ભૂલા રે પડ્યો. ધ્રુવ જાવા નીકળ્યાંતા અમે, ઉગમણી દિશાએ; આથમણે છેડે અંતે આવીને અડ્યા. અમે
માયા તો ઘરમેં રહી, મુખમેં રહા ગરાસ; લાનત હે ઉસ જીવક, દમકા કરે વિશ્વાસ.
૧૦પ
ભજ રે મના