________________
મનના મિનારા અમે બાંધ્યાંતા આભ ઊંચા; સોનાનાં શિખરો એનાં તૂટી રે પડ્યાં. અમે૦ હીરા-માણેકને અમે, પ્રભુ ગણી પૂજીયા; પથરા થઈને એ તો પંથે નડ્યા. અમે જગદીશને જોવા કાજે, દશે દિશા આથડ્યા; આખર જોયું તો એ તો, ઘરમાં જડ્યા. અમે
૧૭૨૨ (રાગ : મિશ્રભૈરવી)
જન્મથી હું જૈન છું, ધર્મથી નથી, કર્મથી હું કોણ છું ? એની ખબર નથી. ધ્રુવ ભાગ્યથી આ જન્મ મળ્યો, જૈન કેરા કુળમાં, એને હું ભૂલથી મેળવતો ધૂળમાં; જીવન રંગાયું છે વિષય-કષાયથી. કર્મ દેવ-ગુરૂ-ધર્મનો સુયોગ છે મળ્યો, સંત પંથ ગ્રંથ કેરો સાથ પણ મળ્યો; સહજમાં જે સાંભળું, તેની કદર નથી. કર્મ જાતથી હું જૈન છું, ગર્વથી કહ્યું, કિંતુ જૈનત્ત્વથી તો દૂર હું રહું;
જે જીતે તે જૈન છે, રાગ-દ્વેષથી. કર્મ મહાવીરના ધર્મમાં કિંમત છે ગુણની, કર્મથી કળાય જાત, બ્રાહ્મણ કે શુદ્રની; ધર્મ વિના કુળનું, મૂલ્ય કંઈ નથી. કર્મ
૧૭૨૩ (રાગ : હેમકલ્યાન)
જ્યાં લગી ગંગાને જમનાના વહેતા રહેશે પાણી; જગને પ્રેરણા પાતી રહેશે, વીર પ્રભુની વાણી. ધ્રુવ
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું વહેતું મંગલકારી, અનેકાંતની વિચારધારા, સર્વ સમન્વયકારી; પ્રેમ કરૂણાના રંગોમાં, વાણી છે રંગાણી. જગને
ભજ રે મના
હરિજનતો હાર્યા ભલા, જીતન દે સંસાર; હારે સો હરિ સરખા, જીતે જમી લાર. ૧૦૫
||
માનવતા વિનાશ કરતી, યુદ્ધની ભીષણજ્વાળા, અહિંસા કિરણોથી પ્રસરે, અંતરના અજવાળા;
વેરઝેરને બદલે મળતી, અમૃતની ઉજાણી, જગને
કોઈ ન ઊંચું કોઈ ન નીચું, સહુના સરખા આસન, મુક્તિનો અધિકાર સહુને, આપે વીરનું શાસન; સર્વોદયનું શિક્ષણ દેતી, વાણી જગ કલ્યાણી, જગને
૧૭૨૪ (રાગ : મલ્હાર)
તમ કને શું માંગવું ? એ ન અમે જાણીએ, તમે જેનો ત્યાગ કર્યો, એ જ અમે માંગીએ. ધ્રુવ
રાજપાટ વૈભવમાં સુખ નહી લાગ્યું, એને દુઃખ માનીને, તમે બધું ત્યાગ્યું; તમે દુઃખ માન્યું એમાં અમે સુખ માનીએ, કંચનને કામિની તમે દીધા ત્યાગી, મોહ-માયાને છોડી થયા વીતરાગી; વીતરાગી પાસે અમે લાડી-વાડી માગીએ. દેવાધિદેવ તમે મોક્ષ કેરા દાની, અમે માગનારાઓ કરીએ નાદાની; પારસની પાસે અમે, પથરાઓ માંગીએ. હે ! પ્રભુજી અમને એવું દાન આપજો, માગવાનું રહે નહીં એવું જ્ઞાન આપજો; માંગીએ તો એકલા જ મોક્ષ ને જ માંગીએ.
તમે જેનો ત્યાગ કર્યું એ જ અમે ત્યાગીએ; તમે જેનો ત્યાગ કર્યો એ ન હવે માંગીએ.
સમન પર ઘર જાય કે', દુ:ખ ન રોઈયે કોય; ભરમ ગુમાઈયે આપના, બાંટ ન શકે સોય. ૧૦૫૭
ભજ રે મના