________________
૧૭૦૩ (રાગ : ધોળ)
હરિકીર્તનની હેલી લે મનવા ! હરિકીર્તનની હેલી. ધ્રુવ ધ્યાન ભજનની અરસપરસમાં જાગી તાલાવેલી; ધામધૂમ નર્તન-અર્ચનની સંતત ધન મચેલી. લે મનવા ! હરિકીર્તનની હેલી
ભજ રે મના
મારા જીવનના ઉપવનમાં વિધવિધ પુષ્પિત વેલી; મારે મન તો હરિ છે ચંપો, હરિનું નામ ચમેલી૦ લે મનવા ! હરિકીર્તનની હેલી૦ નયણાંમાંથી અગણિત ધારા નભમાં જઈ વરસેલી; કેવી અકલ અલૌકિક લીલા ! કોઈએ નથી ઉકેલી.
લે મનવા ! હરિકીર્તનની હેલી૦
વિજ્ઞાનાનંદ
૧૭૦૪ (રાગ : ભટિયાર)
હૈ તનમેં પર નજર ન આવે, ઐસા રામ હમારા હૈ. ધ્રુવ વ્યાપ રહા હૈ ચૌદહ ભુવનમેં, રહત સભી સે ન્યારા હૈ. સભી વિશ્વ કે બાહર ભીતર, રમ રહ્યો રામ હમારા હૈ. સોહં સોહં શ્વાસા બોલે, તાકો લેવો સહારા હૈ. અસ્તિભાંતિ પ્રિય આતમ લખલો, નામ રૂપ સંસારા હૈ. ‘વિજ્ઞાનાનંદ' ઉલટ કે દેખો, પા લિયા પ્રીતમ પ્યારા હૈ.
જગમાં ઝાઝું છે નહીં, સંસારીને સુખ; એક પછી એક આવતું, અનુક્રમે અતિ દુ:ખ.
૧૦૪૦
ઐસા
ઐસા
ઐસા
ઐસા
ઐસા
વેરોસાહેબ
૧૭૦૫ (રાગ : વિભાસ)
હમકો નિજ દરશન દીના, ગુરુ અબતો અપના કરી લીના; કરી કૃપા ગુરુ દેવ દયાનિધિ. ધ્રુવ દેખી પહાડ બડે પાપનકે, તબ તો મેરા મન બીના;
સકલ છુડાઈ દિયા એક છિનમેં, જનમ જનમ જો કર્મ કીના. હમકો જ્ઞાનમૃત ગુરુ દિયા દયા કરી, પ્રેમ પિયાલા ભર પીના; જાલમ જોખા જરા મરનકા, છિનમેં રોગ ભયા છીના. હમકો
નિરખ્યા વ્યાપક વસ્તુ નિરંતર, અખંડ આત્મબ્રહ્મ ચિના; मैं
અબ ન મરું મેં જીયા જુગોજુગ, જબ અપના અનુભવ કીના. હમકો ખુલિયા તાલા ભયા ઉજાલા, એક અમરપદ લય લીના; જન વેરા'રી જગ ફિર ન આવે, કોટિ જનમકે દુઃખ છીના. હમકો
વૈરાગીબાબા
૧૭૦૬ (રાગ : દેશી ઢાળ)
શામળીયાની સાથે રે સુરતા તો લે'ર્યો લે છે;
ત્રિવેણીના ઘાટે રે, અનુભવની વાતો કે છે. ધ્રુવ
નવી દૃષ્ટિ, નવી સૃષ્ટિ, ગુરુ વચને અમૃત વૃષ્ટિ, ત્રીજું લોચન ખોલ્યું રે, સુરતા તો લે'ર્યો લે છે. શામળિયા
પરા પરથી આવે વાણી, થોથાંપોથાં ભરે પાણી;
પ્રકાશ ઉભી વાટે રે, સુરતા તો લે'ર્યોં લે છે. શામળિયા
અજા મટી સિંહ થયો, પોતે પોતાને ગ્રહ્યો;
વાદળ સુર ના છુપાયો રે, સુરતા તો લે'ર્યો લે છે. શામળિયા
સઘળી સ્થિતિ સુખમાં જશે, એમ નહીં તું ધાર; દમયંતી દાસી બની, પામી દુ:ખ અપાર.
૧૦૪૧
ભજ રે મના