________________
લાલા (ઉર્ફે ગંગારામ) ૧૬૮૬ (રાગ : યમન કલ્યાણ)
શરણ પડા હું તેરી દયામય ! (૨)
જગત-સુખોમેં ફંસ કર સ્વામી, તુજસે લિયા ચિત્ત ફેરી. ધ્રુવ પાપ-તાપને દગ્ધ ક્રિયા મન, દુર્ગતિને લિયા ઘેરી; બહા-જાત હું ભવ-સાગરમેં, પકડ લિયો ભુજ મેરી. શરણ અનેક કુકર્મ ગિનોં મત મેરે, ક્ષમાદૃષ્ટિ દો ફેરી; શીતલ જ્ઞાન મધુર સુખ અપના, કરી પ્રકાશ ઈક બેરી. શરણ પાપ મલિન હૃદયમેં મેરે, જ્યોતિ પ્રકાશે તેરી; પ્રેમતરંગ ઊઠે મન અંતર, દીન વિનય સુનિ મેરી. શરણ
જનમનો સંગાથી
લીરલબાઈ
૧૬૮૭ (રાગ : સોરઠ)
જીવ તારું કોઈ નથી; સૌનો ન્યારો ન્યારો રાહ.
ધ્રુવ
એક રે માતાના દોનુ બેટડા, એનો ન્યારો ન્યારો રાહ; એક રે રાજ પાટ મહાલતો, બીજો કાષ્ટ વેચીને ખાય. જનમ એક રે વેલાના દોનુ તુંબડા, એનો ન્યારો ન્યારો રાહ; એક રે અડસઠ તીરથ કરે, બીજું વાદીડાને હાથ. જનમ૦
એક રે ગાયના દોનું વાછડાં, એનો ન્યારો ન્યારો રાહ; એક રે શંકરનો પોઠીયો, બીજો ઘાંચી ઘેરે બેલ. જનમ
ભજ રે મના
એક રે માટીના દોનુ ઘડુલિયા, એનો ન્યારો ન્યારો રાહ; એક રે જળ જમનાથી જળ ભર્યા, બીજો સમશાને જાય. જનમ
એક રે પથ્થરના દોનું ટુકડા, એનો ન્યારો ન્યારો રાહ; એક રે મંદિરમાં મૂર્તિ બને, બીજો ધોબી ઘાટ કુટાય. જનમ રાણા મીઠી સોરઠી, રન મીઠી તલવાર;
સેજા મીઠી
હાર.
કામની, ગલે ફૂલંદા ૧૦૩૦૦
લીલમબાઈ મહાસતી ૧૬૮૮ (રાગ : મિશ્રભૂપાલી)
ચેતન ચાલો રે હવે, સુખ નહીં પરમાં મળે;
આ તો સાગરના પાણી, તૃષા નહીં રે છિપાણી, તૃપ્તિ નહીં રે મળે. ધ્રુવ જડ ને ચૈતન્યની પ્રીતિ રે પુરાણી, અનંત જન્મારામાં કરી શું કમાણી? મતિ માયામાં મૂંઝાણી, આત્મશક્તિ રે લૂંટાણી; શાંતિ નહીં રે મળે. ચેતન ભવ રે સાગરમાં ડૂબવાને લાગ્યો, ડૂબતાને સંતે આવીને ઉગાર્યો; હતો સ્વરૂપથી અજાણ, તેની કરાવી પિછાણ; ભવથી મુક્તિ રે મળે. ચેતન ભવી આત્મા જાગે ને તાલાવેલી લાગે, પ્રભુ પંથે પગલા ભરતો રે આગે; ચાહે ‘લીલમ’ સતી, સ્વસ્વરૂપની રતિ; શાશ્વત સિદ્ધિને વરે.
ચેતન ચાલો રે હવે, શાશ્ર્વત સુખ અહીં રે મળે. ચેતન સંતશ્રી વ્યાસદાસજી
બ્રહ્મમંડલના પ્રસિદ્ધ ભક્તકવિ વ્યાસદાસજીનો જન્મ સં. ૧૫૬૭માં ઓરછાના સનાઢ્ય બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમનું નાનપણનું નામ શ્રી હરિરામજી હતું. તેમના પિતાનું નામ સુખોમનિ શર્મા હતું. ૧૬૮૯ (રાગ : બહાર)
કહત સુનત બહુવૈ દિન બીતે, ભગતિ ન મનમેં આઈ; શ્યામકૃપા બિનુ, સાધુસંગ બિનુ કહિ કૌને રતિ પાઈ? ધ્રુવ અપને અપને મત-મદ ભૂલે, કરત આપની ભાઈ; કહ્યો હમારી બહુત કરત હૈ, બહુતનમેં પ્રભુતાઈ. કહત મેં સમજી સબ કાહુ ન સમજી, મેં સબહિન સમઝાઈ; ભોરે ભગત હુતે સબ તબક્કે, હમરે બહુ ચતુરાઈ. કહત
હમહી અતિ પરિપકવ ભયે, ઔરનિકૈ સબૈ કચાઈ;
કહનિ સુહેલી રહનિ દુહેલી, બાતનિ બહુત બડાઈ. કહત હરિ મંદિર માલા ધરિ, ગુરુ કરિ જીવન કે સુખદાઇ; દયા દીનતા દાસભાવ બિનુ, મિલૈ ન ‘વ્યાસ’ કન્હાઈ. કહત
સજ્જન બાત સનેહકી, પરમુખ કહી ન જાય; ગંગેકું સ્વપના ભયા, સમજ સમજ પછતાય.
૧૦૩૧
ભજ રે મના