________________
જી રે લાખા ! ગુરુ ગોવિંદ કદી નથી જુદા જી હો જી; એવો ભરોસો ઉરમાં આવે રે હાં ! હરિ જી રે લાખા ! મૂળ રે વચનનાં એ છે અધિકારી જી હો જી; એને ખચિત ભજન દિલમાં ભાવે રે હાં ! હરિ જી રે લાખા ! ગુરુચરણના જે છે વિશ્વાસી જી હો જી; તે તો રહેણી-કહેણીના ખાસા રે હાં ! હરિ જી રે લાખા ! શેલર્સીની ચેલી સતી ‘લોયણ’ બોલ્યાં જી હો જી; บ એ તો કદી પડે નહિ પાછા રે હાં ! હરિ
લાખો
૧૬૮૩ (રાગ : સોરઠ ચલતી)
નાથ ! તું તો નિર્ધનિયાનું છે નાણું, એવી અખૂટ હીરાની ખાણું રે. ધ્રુવ કુંવરબાઈને જ્યારે આવી અઘરણી, ત્યારે નરસિંહ પાસે નો'તું નાણું; મામેરૂં લઈને પ્રભુજી પધાર્યા, ત્રિકમે સાચવ્યું ટાણું. નાથ૦ માનવીનો જ્યારે મેળો ભરાણો ત્યારે, કબીરનું નો'તું ઠેકાણું; પોઠિયા લઈને પ્રભુજી પધાર્યા, જગમાં એમ કહેવાયું. નાથ૦ મુક્તાફળ બહુ મોંઘાં મળે છે, સસ્તું મળે છે નાણું; મીરાં ઉપર માવે મ્હેર જ કીધી, ખાંતે ઝેર પીવાણું. નાથ૦ ઘરઘરમાં મારો વ્હાલો બિરાજે, ઠાલું નથી રે ઠેકાણું; હરિ-ગુરૂ વચને ‘લાખો' કહે છે, આખી ઉંમરમાં જણાણું. નાથ૦ કરૂં અંતરનો નાદ, મારો સાંભળજો સાદ મારી આશાનો તાર ના તૂટે રે તૂટે, મારા કૃપાળુરાજ મારે તારો આધાર, તારા હૈયાના હેત, ના ખૂટે રે ખૂટે; લાગી તારી લગન નહિ છોડું ભજન, તારો કેડો કદીના છૂટે રે છૂટે, મારૂં એક જ રટણ, કરો પ્રેમે ભજન, મારૂં રાંકનું રતન, ના લૂંટે રે લૂંટે.
ભજ રે મના
સોનાં બોયા નાં ઉગે, મોતી ફલે ન ડાર; રૂપ ઉધારાં નાં મિલે, (મેં) ઢુંઢું સારી જમાર.
૧૦૨૮૦
લાલ (બીજા) ૧૬૮૪ (રાગ : ભૈરવી) જબ તેરી ડોલી નિકાલી જાએગી, બિન મહુરત ઉઠાઈ જાએગી. ધ્રુવ એ મુસાફિર ક્યું પસરતા હૈ યહાં ? યે કિરાયેસે મિલા તુઝકો મકાન; કોટડી ખાલી કરાઈ જાએગી. જબ
ઈન હકીમોંસે યહ પૂછો બોલકર, કરતે થે દાવા કિતાબેં ખોલકર; યે દવા હરગિજ ન ચલાઈ જાએગી. જબ સિકંદર કા યહી પર રહ ગયા, મરતે દમ લૂટમાર ફિર યૂં કહ ગયા, વો ઘડી હરરોજ ન ટાલી જાએગી. જબ
દેખ ભૈયા લાલ પ્રભુકો તુમ ભજો, મોહ રૂપી નીંદસે અબ તો જગો, આત્મા પરમાત્મા હો જાએગી. જબ
લાલદાસ
૧૬૮૫ (રાગ : સોરઠ ચલતી)
રામ શબ્દની માળા જપો, તો પ્રાણી છૂટે જનમ જંજાળ, સદ્ગુરુ રામ શબ્દની માળા જી. ધ્રુવ
કરી લેને કૂંચી જ્ઞાન કેરી, તો ખૂલે વજ્રમય તાળાં જી; એ રે તાળાંને તમે દૂર કરો તો, ભાઈ, ઘટ ભીતર અજવાળાં. સદ્ગુરુ
આ ઘટ ભીતર, પરગટ ગંગા, તો કોણ કરે પથરા પાળા જી?
એ રે ગંગામાં તમે નહાવ અખંડા, મત નહાવ નદીઓ-નાળાં. સદ્ગુરુ
આ ઘટ ભીતર બુદ્ધિ સમંદર, તેમાં તે નવ નેજાળાં જી; એ રે સાયરમાં હીરા, ને માણેક ખોજે ખોજનહારા. સદ્ગુરુ હરિ સમરો તો પાતક પ્રજળે, સંતન કરી લ્યોને ચારા જી; ‘લાલદાસ’ સદ્ગુરુને વચને, નિર્ગુણ પંથનિયારા. સદ્ગુરુ
નેના મેરા લાલચુ, પલ પલ ચાહત તોય; તેં નવ આયે મૈં દુ:ખી, બડા અંદેશા મોય.
૧૦૨૯
ભજ રે મના