________________
નો દિકરો બાપ કહે, અને બૈરી કહે સ્વામિનાથ; પિતા પણ પ્રેમે બોલાવતાં, જો નોટું હોય મારે હાથ રે, શામળા સોનું તો લંકા ગયું, ને નથી ઠેકાણા ઠામ; નોટુંમાં તું રમી રહ્યો, મારો રાખણહારો રામ રે, શામળા નાનીમાં મન માને નહીં, મોટીનો નહીં સંજોગો; વારે ચડજ વિલા, નહીં તો લાગ્યો છે મારો ભોગરે. શામળા હેતાજીનો ચુકવ્યો, કાગળ કટકો એક; એવા એકથી ચાલે નહીં, દેજો ચાર મીંડાની અનેક રે, શામળા મારે માથે વેઠ છે, અને બોજો છે રે તમામ; તું ના મળે તો કાંઈ નહીં, મારે નોટું સાથે છે કામ રે, શામળા તું લીલા કરતો રહે, અને મારો અહીં જાય પ્રાણ; નવો નરસૈયો ભૂખે મરે, તું તો માખણ મીસરી ખાય રે, શામળા
૧૬૪૯ (રાગ : શિવરંજની) મારો શ્યામ રૂઠે તો કરવું શું ? સાંવરીયા ને મેળવવામાં, લોક નિંદાથી ડરવું શું ? ધ્રુવ મીરાં કહે મેં દિલડું દીધું, પ્રેમામૃતનું પ્યાલું પીધું; મોહન વરનો ત્યાગ કરીને , બીજા વરને વરવું શું ? મારોહ નરસિંહ હે મને ભૂધર ભાવ્યો, મૂલ્ય વિના મારો દેહ વેચાયો; ભક્તિ કેરૂ ભરણું છોડી, બીજું ભરણું ભરવું શું ? મારો ભક્ત બોડાણો દ્વારિકા જાએ, તુલસી ચઢાવી રાજી એ થાયે; પુનિત પગલે પગલાં માંડી, અધવચ પાછા ફરવું શું ? મારોહ નરતન કેરી નાવડી મારી, શ્યામ સુકાની દેશે તારી; ‘રામભક્ત' ભવસાગર છોડી, બીજા નીરમાં તરવું શું ? મારો
૧૬૪૮ (રાગ ભીમપલાસ) મને લાગ્યો તારો નાદ, ભલેને થઈ જાઉં હું બરબાદ;
- ભજન તારૂં નહીં છોડું. ધ્રુવ સંક્ટમાં હું સમજું છું, તું કરે કસોટી માર; મનને મારાં મજબૂત કરવાં, વ્હાલા કૃપા ઊતરે તારી. ભજનો ભજનની મસ્તીમાં સારા, જગનું દુ:ખ વિસરાય; આનંદના સાગરમાં, મારૂં હૈયું ઝોલા ખાય. ભજન લોક કહે છે તે ભક્તિમાં, સઘળું તારું ખોયું; મને મળ્યો છે સાચો ખજાનો, મેં ઘટમાં જાગી જોયું. ભજન આભ તૂટે કે ધરતી ફાટે, થવાનું હોય તે થાય; ‘રામભક્ત’ની જીભલડીએ, મારા રામ નહીં વિસરાય. ભજન
૧૬૫૦ (રાગ : બસંત મિશ્ર) હું તને ભજું છું રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ ! મારે ? પૈસો મારો પરમેશ્વર, પૂજે એને હું પલપલ ; તારી પૂજા કરું રવિવારે... બાકી ક્યાં છે, એમ તો હંમેશા મંદિરે આવું, આવું એવો પાછો સિધાવું; બે ઘડી બેસું છું, રવિવારે... બાકી ક્યાં છે ગામતરે જો જાવું પડે, યા મહેમાનો આવી ચડે; તારો વારો બીજા રવિવારે... બાકી ક્યાં છે ભક્તિ મારી રીઝવે તને, મળવા આવે તું જો મને; આવજે તું કોઈ રવિવારે... બાકી ક્યાં છે ઓચ્છવ રાખો રવિવારે, ઉછામણી રાખો તો રવિવારે; વરઘોડા રાખો રવિવારે... બાકી ક્યાં છેo ગુરુજી ! આવો રવિવારે, જાઓ તો પણ રવિવારે; તો આ મોટા ભગત ત્યાં પધારો... બાકી ક્યાં છે
રામ નામ મહિમા ઘણો, કટે કોટિ વિકાર; કહે પ્રીતમ નિજ નામકી, જગમગ જોત અપાર.
૧૦૦
નામતણી રચના સકળ, સપ્તદ્વીપ નવખંડ; | પ્રીતમ સારા નામકા, ગાજ રહ્યા બ્રહ્માંડ.
ભજ રે મના
૧૦૦૦
ભજ રે મના