________________
૧૬૪૪ (રાગ : લાવણી) પ્રભુના ભજનમાં સદા નિંદ આવે, નથી ચાખ્યું કોઈ દિ, કહો કેમ ભાવે ? ધ્રુવ નથી જેના ઘરમાં અમીરસ સિંચાયા, થયા બાપ કરતાં ત્યાં બેટા સવાયા; ઘસડતા રહે ખોટા રસ્તે એ કાયા, સીધી વાત તેને કહો કેમ ફવે ? પ્રભુત્વ નથી કામ ધંધો રખડતા ફ્રે છે, કરે ખોટું દિલથી જરી ના ડરે છે; બની અંધ મમતાના મારે મરે છે, કહો કોણ પથરાને ભીતર ભીંજવે છે ? પ્રભુ અગર સંતના જો ઝપાટે તે આવે, તો સતપંથે વાળીને ડૂબતો બચાવે; પ્રભુ ભક્તિ તેના હૃદયમાં ઠસાવે, બની ‘રામભક્ત’ સદા ગુણ ગાવે. પ્રભુત્વ
બાળપણે રમતો રહીં, હું કરતો. લીલા લહેર; ચિંતાનો બોજો નહીં, હતી તમારી મહેર રે, શામળા યુવાનીમાં પગ મુકતા, વધી પડી જંજાળ; દમ મારો નીકળી જતો, હવે ખરવા માંડ્યા વાળ રે. શામળા માંડ માંડ પૂરું કરું ખર્ચા વધતા જાય; આ મોંઘવારી ભરખી જતી, હવે સુખમાં કેમ રહેવાય રે. શામળા આંખે ઝાંખપ ઉતરી, હવે ડગમગ ડગ દેવાય; આ વહુ દિકરા , ડોસો કહે, હવે મિલક્ત લેવા જાય રે. શામળા એક દિવસ મેં સાંભળ્યું કે છાની વાતો થાય; આ ડોસો જલ્દી જાય તો, પછી મસ્તીના લ્હાવો લેવાય રે. શામળા જેના માટે જિંદગી અર્પી દીધી નાથ; તે સૌ આંખો કાઢતાં, પકડે ન મારો હાથ રે, શામળા પુનિત પ્રભુજી ઘડપણે, કીધો. કાળો કેર; ‘રામભક્ત' તમ ચરણમાં રાખ રૂડી પેર રે, શામળા
૧૬૪૫ (રાગ : દેશગોંડ) પ્રભુનો પંથ વિકટ છે ભાઈ, મારગડે છે કાંટા; જરાય પોલું નહિ ચાલે ત્યાં, શિર તણાં છે સાટાં. ધ્રુવ ફાંકો રાખી જોજે કુલાતો, માયા કેરી પડશે લાતો; લોકો છોડી દેશે નાતો, ગુણ પ્રભુના ગાતાં. ભાઈo ડગમગતા વિચારો રહેશે, સ્વજન સૌએ ‘મૂરખો' કહેશે;
જ્યાં-ત્યાંથી જાકારો દેશે, કૃપા પ્રભુની થાતાં. ભાઈo મોજમજા સઘળી લૂંટાશે, જીવલડો દુ:ખમાં અટવાશે; અમૃત જેવાં ભોજન ભાઈ, તને લાગશે ખાટાં. ભાઈo સમજી સમજી પગલાં ભરજે, જનસેવાનાં કાર્યો કરજે; ‘રામભક્ત’ તો, અનુભવ કહે છે, આ રસ્તા છે રાંટા. ભાઈo
૧૬૪૭ (રાગ : ભૈરવી) મને નોટું આપો ને મહારાજ રે, શામળા ગિરધારી;
નોટું અમારી લાજ રે. ધ્રુવ ભક્તિનાં ભાથા મને, લાગે ભાલા જેમ; નોટું વિના આ જગતમાં, મારે જીવન જીવવું કેમ રે? શામળા ભાડાવાલાનો ત્રાસ છે, ને દાણાવાલાનું દુ:ખ; નોટું જ નહીં આપશો, તો ક્યાંથી ભાંગે મારી ભૂખરે ? શામળા નોટુંમાં નીતિ ભરી, અને ભર્યા બ્રહ્માંડનાં ભેદ; જેની પાસે નોટ છે, ભાઈ ભણ્યો છે ચારે વેદ રે. શામળા
૧૬૪૬ (રાગ : ભૈરવી) મને ઘડપણે ક્યાંથી આવ્યું ? કે શામળા ગિરધારી; મારા મનડે એ ના ભાવ્યું, કે શામળા ગિરધારી. ધ્રુવ
રામ નામ પારસમણિ, મન લોહ હોય હેમ;
/ કહે પ્રીતમ એક નામસેં, કરહું નિરંતર પ્રેમ. | ભજ રે મના
૧૦૦છે
હરિ હરિ હરદે ધરે, મટે મોહ અંધકાર; | પ્રીતમ રવિ પરમાત્મા, પ્રગટે હૃદય મોઝાર.
૧૦૦૭
ભજ રે મના