________________
૧૬૪૦ (રાગ : બ્રિદ્રાવની)
ઓ શ્યામ ! તને કહેવી છે અંતરની વાત,
એક વાર અરજી ધ્યાને ધરે તો, કાયમની થાયે નિરાંત. ધ્રુવ અંધારી રાતલડી વ્યાપી છે દિલમાં, વાત મારી વ્હાલમજી ! રાખીશ ના ઢીલમાં; મારે આંગણિયે આવીને મારા અંતરમાં કરજે પ્રભાત. ઓ આંગણિયે આવે તો આરતી ઉતારૂં, તારૂં સ્વરૂપ મારા હૈયામાં ધારૂં, સામે બેસીને તારા ગુણ ગાવામાં, વીતશે દિનને રાત. ઓ ‘રામભક્ત' શ્યામ ! મારી ભૂલો સુધારજે, તારી-મારી એકતાને, પંથે તું વાળજે; જીવનના ઘડતર કેરી, કરવી છે મારે પંચાત. ઓ
મારા
૧૬૪૧ (રાગ : માંડ)
કોઈ બતલાવો અમને ઉપાય, સત્સંગ ટકતો નથી; ઘેર જઈએ ત્યાં ભૂલી જવાય, સત્સંગ ટકતો નથી. જ્યારે સાંભળીયે, ત્યારે સારું લાગે, પછી સંસારનું સુખડું પ્યારું લાગે; જીવ મારા તારામાં અટવાય. સત્સંગ
મન માંકલડું સ્થિર થઈ રહેતું નથી, વળી સદ્કાર્યો કરવા દેતું નથી; એતો સ્વારથમાં ભટકે સદાય. સત્સંગ
ચરણ મંદિરીયે જાવામાં પાછા પડે, ખેલ જોવામાં આંખને ઉંઘ ના નડે;
જીભ ખાવાનું જોઈ લલચાય. સત્સંગ ‘રામભક્ત'ની સાથે ફાવતું નથી, પેટ પ્રેમની વાતો પચાવતું નથી; પુનિત થવાનો અવસર જાય. સત્સંગ૦
ભજ રે મના
રામ સુધારસ પીજિયે, જન્મ મરણ ભય જાય; કહે પ્રીતમ પ્રેમે રટે, હોય અહં પદ પાય.
૧૦૦૪
૧૬૪૨ (રાગ : ભૈરવી)
નટખટ નંદાજીનો લાલ, ખટપટિયો ને ખબરદાર; મારા હૈયામાં ધૂમ મચાવી રહ્યો. ધ્રુવ જમૂનાજીને ઘાટ, એ તો આવે એકલો, જશોદાજીનો લાલ, પેલો છોગાળો છેલડો; એની વેણુ કેરો નિનાદ, મારી ભુલાવે છે યાદ. મારા લાગ્યું મને પ્યારૂં, એની મુરલીનું ગાણું, મોહી એના મુખડે હું, દિલડું દેવાણું;
ગોઠે ઘરમાં ના લગાર, એવો બંધાણો છે તાર. મારા ‘રામભક્ત' શ્યામ સાથે પ્રીત બંધાણી, છાની મારી વાત સૌએ ઘીરે ધીરે જાણી; હવે છૂટે ના વહેવાર, એવા કીધા કૉલ કરાર, મારા
૧૬૪૩ (રાગ : ગઝલ)
પ્રભુના નામનો ધંધો કરો, મોટી કમાણી છે; જુવો આગળના ભક્તોની, તિજોરી ખૂબ ભરાણી છે. ધ્રુવ કમાયા ઝાઝું તુલસીદાસ, નામ શ્રીરામનું સેવી; ખજાનો ભરપૂર રામાયણ, રસોની વ્હાણ લૂંટાણી છે. જુવો કૃષ્ણ ગોપાલને નામે, મીરાંએ ખૂબ લૂંટાવ્યું છે; અને તેથી જ ઘરઘરમાં, એની ગાથા ગવાણી છે. જુવો પ્રભુને નામે નરસિંહે, જુઓ હૂંડી લખી દીધી; પ્રભુ શામળશા થઈ આવ્યા, રકમ ચૂકતી ભરાણી છે. જુવો૦ લુંટાવે 'રામભક્ત' પણ, ખજાનો રામભક્તિનો; લૂંટાવ્યો છે તેને પૂછો, હૃદય શાંતિ છવાણી છે. જુવો૦
પર્વતમાં
મેરૂ બડો, તીર્થ બડો કેદાર;
કહે પ્રીતમ સબ નામે તેં, રામ નામ શુભ સાર.
૧૦૦૫
ભજ રે મના