________________
મનડું ખોટું કામ કરે ત્યારે, હૈયેથી કોણ ટોકનારો ? અંતરની પ્રાર્થના કોણ સૂણે છે, આક્તને કોણ રોક્નારો ? ઓ ભાઈo હરનિશ એ તો સાથ રહે છે, શાને સમજ ન્યારો ? ‘રામભક્ત ’નો રામ રમૈયો, ઘટઘટમાં રમનારો. ઓ ભાઈo
રામભક્ત
૧૬૩૭ (રાગ : ખમાજ) અમે કથા સાંભળવા જઈએ , મને જ્ઞાન , પણ કંઈ ના લઈએ; અમે કોરા ને કોરા રહીએ, મળે જ્ઞાન, પણ કંઈ ના લઈએ. ધ્રુવ વહે વાણીનો ધોધ, વળી ખૂબ મળે બોધ; છતાં માયાના વહેણમાં વહીએ, મળે જ્ઞાન , પણ કંઈ ના લઈએ. અમેo કથા આવે જો ઘેર, તો ઊડી જાય બધી લ્હેર; અમે સુધરેલ શ્રોતા થઈએ, મળે જ્ઞાન, પણ કંઈ ના લઈએ. અમે સમય કાઢવાને કાજ, કોઈ શોધીએ મહારાજ; પછી ગાણું અમારૂં ગાઈએ, મળે જ્ઞાન, પણ કંઈ ના લઈએ. અમેo કરી તિલક વિશાળ, હાથ ધરી છે માળ; વળી બીજાને શીખ ખૂબ દઈએ, મળે જ્ઞાન , પણ કંઈ ના લઈએ. અમે આવે દુ:ખો અપાર, એનો કરીએ તિરસ્કાર; ‘રામભક્ત’ પુનિત કેમ થઈએ ! મળે જ્ઞાન, પણ કંઈ ના લઈએ. અમેo
૧૬૩૯ (રાગ : દેશી ઢાળ) ઓ નટવર નંદકુમાર તમે જમવા આવો ઝૂંપડીએ; ઓ ગાયોના ગોવાળ તમે જમવા આવો ઝુંપડીએ. પુષ્પોની માળાઓ લઈને વાટ તમારી જોઉં, પ્રેમ તણાં આંસુથી વ્હાલા, ચરણ તમારા ધોઉં (૨);
ઓ હૈયા કેરા હાર, તમે જમવા આવો ઝૂંપડીએ. દુર્યોધનના મેવા ત્યાગી વિદુર ભાજી ખાધી, મેં પણ મારા ગજા પ્રમાણે, થોડી રસોઈ રાંધી (૨); ઓ પૃથ્વીના પાલનહાર તમે જમવા આવો ઝૂંપડીએ . કરમાંબાઈનો ખીચડો ખાધો, શબરીબાઈનાં બોરાં, મારું ભોજન જમવા માટે, વેગે આવો ઓરા (૨); ઓ પૃથ્વીના સરજનહારા , તમે જમવા આવો ઝૂંપડીએ. શીરો પૂરી ને દાળભાત છે, શાક બનાવ્યાં તાજાં, જળ સાથે મુખવાસ મૂક્યા છે, ‘રામભક્ત’નો રાજા (૨); ઓ સેવકના સરદાર તમે જમવા આવો ઝૂંપડીએ.
૧૬૩૮ (રાગ : કાલિંગડા) ઓળખો અંદરવાળો, ઓ ભાઈ ! તમે, ઓળખો અંદરવાળો. ધ્રુવ માના ઉદરમાં નાના બાળકનો કોણ છે રક્ષણહારો ? રાત્રિએ આંખડી મીંચાઈ જાતી, સવારે કોણ ખોલનારો ? ઓ ભાઈo ખાતેથી ભાઈ ! તમે ખાધા કરો છો, કોણ છે પચાવનારો ? અન્ન ને પાણીને ભેગા કરીને, કોણ છે લોહી કરનારો ? ઓ ભાઈo દેહને જગમાં મેલી રઝળતો, કોણ છે ભાગી જનારો ? સળગાવનારો નથી એ સમજતો, મારો પણ આવશે વારો. ઓ ભાઈo
નંદ કે કુમાર ગૌવા ગોપીઓકે પાલ, સુખ સાગર અપાર, જ્ઞાન દીપકો જલાઈએ, રાગ-દ્વેષ ભાવ સબ નષ્ટ કરી નિર્મલ, જ્યોતિકો પ્રકાશ મેરે, અંતર પ્રકાશિયે;
એક શુદ્ધ ચૈતન્ય, આનંદકંદ જ્ઞાનાનંદ, ત્રિકાલ સ્વભાવ મેરે, ઉર મેં પ્રજાલિયે, ‘ હર્ષ' કી ભાવનાકા કીજીયે ભવન નાથ , દિવ્ય જ્ઞાન જ્યોતિ મેરે ઘટ મેં જલાઈયે.
રામ નામ રટણા રટે, જો કોઈ પ્રેમ સુજાણ; | કહે પ્રીતમ નામે તર્યા, પાણીમાં પાષાણ.
રામ નામ રટણ કરે, સનકાદિક શુક શેષ;
કહે પ્રીતમ સદગુરૂતણો રામ નામ ઉપદેશ. ભજ રે મના
૧૦૦
૧૦૦૩
ભજ રે મના